________________
મહાવીરવ
[ ૧૫ હું ભજન કરું.” આ વિચાર આવતાની સાથે જ, શ્રી નયસાર થોડુંક ચાલીને દિશાઓનું અવલોકન કરવા લાગ્યા.
શ્રી નયસારની એ ભાવના ફળી. તપસ્વી મુનિવરને તે દિશા તરફ આવતા શ્રી નયસારે જોયા. એ મુનિવરનું શરીર પસીનાથી રેબઝેબ થઈ ગયું હતું. તેમને અતિશય થાક લાગ્યો હતો. ભૂખ અને તરસથી તેઓ આકુળ-વ્યાકુલ બની ગયા હતા. કપાતાં વૃક્ષોના પતનથી થતા કડકડાટ અવાજને સાંભળી, આટલામાં કઈ સાથે આવાસ કર્યો લાગે છે, એમ માનીને જ તેઓ આ તરફ આવી રહ્યા હતા. | મુનિવરોને જોતાં જ શ્રી નયસાર અત્યન્ત હર્ષાવેશમાં આવી ગયા અને તરત જ તેમની સામે ગયા. મુનિવરોની દશા જોઈને શ્રી નયસારનું હૈયું કરૂણરસથી ઓતપ્રોત બની ગયું. શ્રી નયસારે પૂછયું:
“આવા નિર્જન અને ભયંકર પ્રદેશમાં આપના જેવા પૂજ્યને કેમ વિચરવું પડ્યું ?'
“હે ભદ્ર! અમે નીકળ્યા હતા તે સાર્થની સાથે, પણ રસ્તે એક ગામમાં અમે ભિક્ષા માટે ગયા. ત્યાં ભિક્ષા મળી નહિ અને બીજી તરફ સાર્થ પણ ચાલ્યો ગયો. અમે સાર્થની શોધમાં નીકળ્યા, રસ્તા ભૂલ્યા અને અહીં આ મહા અટવીમાં આવી પહોંચ્યા.”
મુનિવરેના શ્રીમુખે આટલે ખૂલાસે સાંભળતાં તે શ્રી નયસાર લાલ-પીળા થઈ ગયા. તેમનાથી બેલાઈ ગયું
કેટલી નિર્દયતા ? કેવો વિશ્વાસઘાત ? પાપને ડર જ નહિ ? નરકે જવાની જ અભિલાષા ? જે આવું જ કરવું હતું, તો તે પાપાત્માઓએ આ મહાનુભાવ સાધુઓને સાથે આવવાની પહેલેથી જ ના પાડવી હતી. વિખૂટા પડેલા આ મુનિવરોને સિંહાદિકને ઉપદ્રવ થયે હેત તે શું થાત ?'
પિતાને કેપ વ્યક્ત કરીને શ્રી નયસારે મુનિવરને પ્રાર્થના કરી કે-“ખેર, એવા પાપિઓની વાતથી સર્યું. મારા પુયે જ આપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com