________________
લેખકનું નિવેદનઃ
નાનકડી પુસ્તિકાઓ દ્વારા પવિત્ર આદર્શો રજૂ કરવાની પ્રવૃત્તિ જનતામાં આવકારપાત્ર થઈ પડી છે. પ્રભાવના કરવાની ભાવનાવાળા કેટલાકે પુસ્તિકાઓની પ્રભાવના કરવાનો રસ ધરાવે છે. તેઓને પિતાના ધર્મપ્રિય મનને રૂચે તેવી પુસ્તિકાઓ મળી રહે અને વાંચકે સમક્ષ પવિત્ર આદર્શો રજૂ કરી શકાય, ઈત્યાદિ હેતુથી આ . પ્રભાવના-પુસ્તિકા-શ્રેણિ પ્રગટ કરવાની શરૂઆત થઈ. પહેલી પુસ્તિકા તરીકે “કુબેરદત્તા” પ્રગટ કરાઈ અને છ દિવસમાં તે તેની બીજી આવૃત્તિ પ્રગટ કરવાની ફરજ પડી. બન્નેય આવૃત્તિઓ થઈને તેની દશ હજારથી વધુ નકલે વેચાઈ ગઈ. બીજી પુસ્તિકા તરીકે “રાજર્ષિ પ્રસન્નચન્દ્ર” પ્રગટ થતાં, તેની પણ સાત હજારથી વધુ નકલે વેચાઈ ગઈ. ત્રીજી પુસ્તિકા તરીકે “આદર્શ આર્યા” પ્રગટ થઈ અને તેની આઠ હજારથી વધુ નક્કે વેચાઈ ગઈ.
આ રીતિએ આદરપાત્ર બનેલી પ્રભાવના-પુસ્તિકા-શ્રેણિ તરફથી આ ચોથી પુસ્તિકા પ્રગટ કરવામાં આવે છે. આપણા માટે કલ્યાણના એકના એક કારણ રૂપ શાસનના સંસ્થાપક પરમાત્માના જીવનને આ પુસ્તિકામાં અતિશય અહ૫ ખ્યાલ આપવામાં આવ્યું છે. શ્રી તીર્થપતિના જીવનને લખનાર હું કોણ માત્ર ? અનાજ્ઞાનાદિ અનન્ત ગુણેના ધારક પ્રભુનું ચરિત્ર લખવાને મારા જેવો અલ્પજ્ઞ તૈયાર થાય, એ ભક્તિવશતાથી જ સન્તવ્ય ગણાય. ઘણું લખીએ તોય લખવા જેવું ઘણું બાકી રહી જાય, એવું એ તારકાનું વિશિષ્ટ જીવન હેય છે. તેમાંય આ તે ઘણું જ નાના કદની પુસ્તિકા રહી, એટલે થેડી હકીકતે પણ અલ્પ પ્રમાણમાં જ રજૂ થઈ શકે. આમ છતાં, મળેલી લેખનશક્તિની આવાં આલેખન દ્વારા જ સાર્થકતા છે-એવી માન્યતા હાઈને વાંચકે સમક્ષ આ પુસ્તિકા રજૂ કરતાં આનન્દ થાય છે.
આ પુસ્તિકામાં જે કાંઈ થોડી હકીકત અલ્પ પ્રમાણમાં રજૂ કરવામાં આવી છે, તેમાં ક્યાંય લેશ પણ મિથાવાદિતા ન આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com