Book Title: Vishva Vandya Vichar Ratnakar Author(s): Chotalal Jivanlal Publisher: Upendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako View full book textPage 9
________________ જુએ શ્રીમાન ગાંધીજીએ એક જ અહિંસા-અથવા વિશુદ્ધ પ્રેમના એ ચમત્કારિક બલવડે મહાભયંકર શસ્ત્રાઉપર પણ વિજય મેળવ્યો છે એ તે તમે પ્રત્યક્ષ જોયું ને? સત્ય, પ્રેમ, શ્રદ્ધા, અને આત્મવિચારનાં અણુમૂલાં આવાં અનેક રત્ન આ રત્નરાશિમાં ભરેલાં છે. તે રત્ન ધારણ કરતાં તમે જગતના મહાન પુરુષના પદને પ્રાપ્ત કરવા સમર્થ થશે એ નિર્વિવાદ છે. એ ધારણ કરવાની કલા છે. તે કલા આ સુંદર ગ્રંથ તમને સ્વાધીને કરશે. ધારણ કરવાને અર્થ જાણો છો? તમારા જીવનમય બનાવવાં. એ એક વિચાર તમારા જીવનના તારેતારમાં વણાઈ જાય એ જ તેને ધારણ કર્યો કહી શકાય. શ્રી ગાંધીજીના જીવનના એકેએક પ્રસંગમાં અહિંસાત્મક નહિ એવું વર્તન કદી તમે જોયું છે? એનું નામ એ વિચારરત્ન ધારણ કર્યું કહી શકાય! આ ગ્રંથ આ રીતે છૂટાં અમૂલ્ય રત્નોનો સમૂહ છે. એક સળંગ શાસ્ત્રીય પ્રક્રિયાને આ ગ્રંથ નથી. પરંતુ શાસ્ત્રીય વિચારશ્રેણીથી ભરેલા ગ્રંથો તે વાચકને શબ્દજાલમાં એવા ગૂંચવી નાંખે છે કે તેમાથી મુક્ત થઈ મનુષ્ય પિતાના કર્તવ્યની દિશામાં પ્રયાણ કરી શકતું જ નથી. એટલા જ માટે ભગવાન શંકરાચાર્ય જેવાએ પણ કહ્યું છેઃ शब्दजालं महारण्यम् चित्तविभ्रमकारकम् । अतः प्रयत्नात् ज्ञातव्यं तत्त्वज्ञात् तत्त्वमात्मनः ॥ શબ્દજાલ મહા અરણ્ય જેવી છે. ચિત્તને ભ્રમિત કરનારી છે. આત્મતત્વનું જ્ઞાન તેથી આત્મદશ તત્ત્વજ્ઞ પુરુ પાસેથી જ પ્રયત્નવડે જાણી લેવું જોઈએ. પ્રિયાબંધુ! આ સુંદર વિચારે અધ્યાત્મવિદ્યાના બ્રહ્મવિદ્યાની સિદ્ધિના માર્ગમાં લઈ જનારા પરમ શ્રેયસ્કર વિચારે છે. શ્રીમાન વિશ્વવંદ્ય જેવા તત્વદશ મહાપુરુષ અદ્દભુત સરળતાથી તમારા જીવનમાં ઉતારવાની અપૂર્વ કલા તમને હસ્તગત કરે છે ! હાથ લંબાવે. વિચાર લઈ લે. તમારા જીવનમાં વણી લે. ધારણ કરે. તમારા જીવનને તેથી અલંકૃત કરે. તમે જગતમાં કઈ અદ્ભુત કાર્યો કરી શકશે. જોયું ને ગાંધીજીના સિદ્ધાંતનું પ્રાબલ્ય ? એમને વિજય એ અધ્યાત્મવિદ્યાને જ વિજય છે. ભારતવર્ષને તે એ યુગયુગ જાન મહામંત્ર છે. અધ્યાત્મશક્તિ એ જગતમાં સર્વોપરી શક્તિ છે. એ ઈશ્વરી શક્તિ છે. એનું સામર્થ્ય અમાપ છે.એ અધ્યાત્મશક્તિ પ્રાપ્ત કરાવનાર આ “વિચારરત્નાશિનાં સુંદર ચમત્કૃતિપૂર્ણ વિચારેને વાંચી ધારણ કરે. વિજય, શ્રી, યશ, ઐશ્વર્ય તમારા ચરણમાં છે!Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 182