Book Title: Vishva Vandya Vichar Ratnakar
Author(s): Chotalal Jivanlal
Publisher: Upendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako

View full book text
Previous | Next

Page 8
________________ થવાની અગત્ય નથી. જે ચાળીશેક પૃષ્ઠ પ્રસિદ્ધ થયેલાં છે તેમાં પણ પરમાત્માના સ્વરૂપને એવું સુંદર અને સરળપણે તેમણે સ્પષ્ટ દર્શાવવા પ્રયત્ન કર્યાં છે કે તમે જે બુદ્ધિપૂર્ણાંક સ્થિરતાથી તેને અવલાકશે તે પરમાત્મા જે તમને અત્યારે અત્યંત દૂર દૂર ભાસે છે, તે પરમાત્મા તમને નિકટમાં નિકટ, તમારા હૃદયમાં, પ્રત્યક્ષ દેખાવા માંડશે ! આ ઉપરાંત એ પરમાત્માના અનુભવ માટે એક સુંદર ભાવના તેમાં બતાવેલી છે. એ ભાવના જેમ જેમ તમે શાંતિથી, ધૈયથી, એકાગ્રતાથી, અન્ય ચિંતના ત્યાગીને કરતા જશે તેમ તેમ તમે એ પરમાત્માના સ્વરૂપમાં તન્મયતા અનુભવતા જશેા, અને જેમ જેમ એ અનુભવની કલા વૃદ્ધિંગત થતી જશે તેમ તેમ તમે સુખની ઉત્કૃષ્ટ–ઉત્કૃષ્ટતર કલાને અનુભવતા જશે. સુખને—અવિચલ સુખને પામવાનો આ જ રાજમા છે. એ રાજયોગ છે. એક જ ચાવી સુખના અમૂલ્ય રત્નના ભંડારને ખોલી દેશે. વાંચા-વિચારો, અભ્યાસમાં જોડાઓ–ખૈર તયપૂર્વક અભ્યાસ કરો. ફલ ઈશ્વર આપ્યા વિના રહેનાર નથી. વિચારરત્નરાશિ પ્રિય સુહદ્ ! સુહૃદ્ શબ્દનો અર્થ જાણેા છે? મિત્ર ખરા, પણુ મિત્ર એટલે? જેનું હૃદય સું અર્થાત્ શોભન છે, સુંદર છે તે. તમે શુદ્ધ સસ્કારી, વિશુદ્ધ પ્રેમાત્મા છે। જાણી તમને સમેધી આ સુંદર, મૂલ્યવાન નહિ પણ અમૂલ્ય, રત્નરાશિ માટે કહેવા વૃત્તિ પ્રેરાય છે. જગત્ આખું ઐશ્વર્યાં, વિભૂતિને ઇચ્છે છે. પૃથ્વીપટઉપરની ખાણાનાં રત્ને-વાસ્તવ દષ્ટિએ પથ્થર-સંગ્રહવા યત્ન કરે છે ! હીરા, માણેક, નીલમ,પન્ના વગેરેનો સંગ્રહ જેમ વિશેષ તેમ પોતાને મનુષ્ય સુખી માને છે. પરંતુ આવા મૂલ્યવાન રત્નાના ભડારભરેલા ધરમાં મનુષ્યા પરમ સુખાનુભવી છે, એમ શું તમારી વૃત્તિ સ્વીકારે છે? દુઃખ, વ્યાધિ, મૃત્યુ, હષઁ, ભય, શાકના પ્રસંગોએ તેમને આ રત્ન–ભડારાની મધ્યમાં પારાવાર દુઃખમાં ડૂબેલા નથી જોતા ? શાથી? આ રત્ના સાચાં રત્ના નથી-પથ્થર છે ! પરંતું વિચારની જે અમૂલ્ય રત્ના આ સુંદર ગ્રંથમાં ભરેલાં છે, તેમાથી એકએક રત્ન પણ જો તમે ધારણ કરશો તો તમારા ઐશ્વય ના પ્રકાશ એવા વિસ્તરશે કે તમને તેનાથી આશ્રય ઉત્પન્ન થયા વિના નહિ રહે ! આ એકએક વિચાર રત્ન નથી– ચિંતામણિ છે. તેના વડે તમે રત્નાના ભડારના ભંડાર તમારે સ્વાધીન કરી શકા છે. જગત્ત્યુ સામ્રાજ્ય નહિ. વિશ્વનુ સામ્રાજ્ય ખરીદ કરી શકે છે.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 182