Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ કર્યું હશે, શિક્ષિત, વિદ્વાને, પ્રોફેસરેઃ અને સ્કલરથી ઊભરાયેલા આ જગતમાં ભાગ્યે જ કોઈએ હિન્દુસ્તાની પ્રજાને ખતમ કરી નાંખવા માટે ગોઠવાઈ ગયેલી અત્યંત ભેદી સુરંગેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હશે. ને, નિશાળામાં એ જ્ઞાન અપાતું નથી, કોલેજોમાં એ જ્ઞાન આપવાના પિરિયડ જ નથી. સ્કાલરોને એની ગંધ પણ નથી, રાજકારણીઓ પણ એ વાત જાણતા નથી. એક આર્ય દેશ જ એવો છે. જેની ધરતી ઉપર પથરાયેલી રેતીના કણ જેટલા સંતો પ્રગટક્યા હોય. આવા સંતાએ આર્યોને આર્ય શીખવ્યું; સર્વ જીવો સાથે મૈત્રી સાધવાની માનવતા શીખવી; બીજાનું આંચકી લેવાની વૃત્તિને “મહાપાપ” કહીને ત્યજાવી, આર્યપ્રજાએ એ સંતવાણીને વધાવી લીધી અને સૌની સાથે પ્રેમથી રહીને હજારો-લાખે-કરોડો. વર્ષોથી એણે આ ધરતી ઉપર પિતાનું પ્રકાશમય અસ્તિત્વ દીપાવ્યું. એ જ પ્રકાશના રેલા ચોમેર રેલાયા. આથી જ ઈસુ ખ્રિસ્ત વગેરે માનવતાવાદી માનવો જન્મ્યા અને એમણે પણ એકબીજા સાથે પ્રેમથી રહેવાને સંદેશ આં. પણ પશ્ચિમની ધરતીના લેકે આ સંદેશાને ઝીલી શક્યા નહિ. અનાદિકાલીન દુષ્ટ વૃત્તિઓના એ લેકે ભગ બન્યા. છેલ્લાં પાંચ વર્ષથી એમના અંતરમાં ધર્માભ્યતા અને સ્વાર્થોધતાનાં બે મહાપાપની આગ પ્રજવળી ઊઠી છે. આથી જ સમગ્ર વિશ્વ ઉપર પોતાનો ખ્રિસ્તી ધર્મ ફેલાવી દેવાના અને સંપૂર્ણ વિશ્વમાં પોતાની ગોરી પ્રજાનું એક જ અસ્તિત્વ કાયમ કરી દેવાના સંકલ્પ સાથે એ પ્રજા ક્રૂરતાની પરાકાષ્ટાએ પહોંચી છે. આ બે સંક૯પોને બર લાવવા માટે જ એ ક્યાંક રાજ કરે છે; ક્યાંક રાજ છેડીને ચાલી જવાને ય દેખાવ કરે છે; ક્યાંક મૈત્રીના દાવે હાજર થઈને લડતા બેની વચમાં પડે છે અને જાણે સમાધાન કરાવીને ચાલી જાય છે, પરંતુ લડતા પેલા બે ય જણ પેલાની ઘાતકી મૈત્રીના નહેરથી લોહીલુહાણ થઈને પોતાની જ ધરતી ઉપર લેહીનાં છાંટણું કરે છે. જૂના સમયમાં શત્રુ બનીને સહુ ઉઘાડા લડતા, હવે આ લેકએ મિત્ર બનીને ગુપ્ત લડાઈઓના, અને ખૂનખાર કાપાકાપીઓના કાર્યમાં જમ્બર સફળતા પ્રાપ્ત કરી છે. અત્યંત શક્તિશાળી બે મિત્રો જ એકબીજાના શત્રુ તરીકે દેખાવ કરીને જગત સામે ખડા થાય છે. બાવરા બનેલા જગતના બે દુશ્મની પડખે પેલા બે ય ગોઠવાયા કરે છે. મિત્ર બનીને બધા ય સંચા એ બાવરા રાજ્યોના ઢીલા કરી નાખે છે; અંતે બેયને શસ્ત્રોથી સજજ કરીને, લડાઈની પ્રેરણા કરીને, લડાવી મારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 408