Book Title: Verno Vipak
Author(s): Sushil
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 7
________________ જ નહિ, એમ માનીએ છીએ – અને આ સૂત્ર ઉપર ઘણો વાદવિવાદ પણ થયો છે. જેવાની સામે તેવા થવાની વાત વસ્તુતઃ વદતોવ્યાઘાત છે. આપણે આ વિવાદમાં અહીં નહિ ઊતરીએ. પણ એટલી વાત તો દીવા જેવી છે કે જો ઘરમાં ક્યાંય ભડકો થયેલો દેખાય તો તેને ઓલવવા આપણે ઠંડા પાણીની ડોલ જ લઈ આવવાના. એ વખતે એમ નહિ કહીએ કે આ આગની સામે થવા માટે, બીજી પ્રચંડ આગ જ સળગાવવી જોઈએ. ઠંડીના દિવસોમાં ધ્રુજારી અનુભવતા હોઈએ છીએ ત્યારે ઠંડીનું નિવારણ કરવા આપણે ભીનાં કપડાં શરીરે નથી વીંટાળતા - કાં અગ્નિ પેટાવીએ છીએ, કાં ગરમ વસ્ત્રો ઓઢી લઈએ છીએ. મૂરખની સાથે જો આપણે પણ મૂરખ બનીએ તો વહેવાર આગળ ન ચાલે. એ જ પ્રમાણે ક્રોધ, વેર, ઇર્ષા, દ્વેષની સામે જો ક્રોધ, વેર, ઇર્ષા આદિ કષાયોનો જ પ્રયોગ કરીએ તો શાંતિ, મૈત્રી, સમાધાન એ બધાં મૃગજળ જેવાં જ રહી જાય. આ કથાના મૂળ નાયક ગુણસેન, છેલ્લે જ્યારે સમરાદિત્ય મહામુનિ બને છે, ત્યારે પણ ઉપશમના એક સરખા આરાધક રહી શક્યા છે. વેરની ધગધગતી જ્વાળાઓ સામે એમણે ઉપશમની ધારાઓ જ. વરસાવી છે. એમણે કદી પણ આક્રોશ, આવેગ કે ઉગ્રતાનો આશ્રય નથી લીધો. માનવી ઘણીવાર ખરી કટોકટીની વેળાએ સહેજ નબળાઈ દાખવે છે અને ફરી પાછો અધ:પતન પામે છે. સમરાદિત્યમાં એવી કોઈ દુર્બળતા નથી દેખાતી. એનું એક જ કારણ છે : એમને જીવનદષ્ટિ લાધી હતી – ઉપશમથી જ વેર કે ક્રોધને નિષ્ફળ બનાવી શકાય, એ સૂત્ર એમણે પચાવી લીધું હતું. સમરાદિત્યની કથામાં એક રીતે શ્રમણ સંસ્કૃતિનો સંપૂર્ણ મહિમા સમાઈ જાય છે. આ વખતે “જૈન”ના આ ભેટપુસ્તકમાં વધારે વિલંબ થવા પામ્યો છે. આશા છે કે ગ્રાહકો એ દરગુજર કરશે. – પ્રકાશક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 146