Book Title: Verno Vipak Author(s): Sushil Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 5
________________ ભૂમિકા સમરાદિત્ય-કથા ઉપશમ અને સંવેગની એક મહાનદી છે. જે કોઈ ધ્યાન અને શ્રદ્ધાથી એ કથા સાંભળે યા વાંચે તે ઉપશમનાં અમૃતછાંટણાંથી છંટાયા વિના ન રહે. જૈનસંઘના સાહિત્યભંડારમાં ઉપશમરસથી ભરેલી આવી બીજી કથા નથી. કથાઓ અને ચરિત્રો લખવામાં જૈન શ્રમણો એક દિવસે સિદ્ધહસ્ત હતા. સાદી-સહજ ભાષામાં એમણે કથાઓ રચીને – પ્રચાર કરીને ભવદુઃખના અનેક કોયડાઓ ઉકેલ્યા છે. બુદ્ધિ અને વ્યવહારચાતુરી જ્યાં ન ફાવે - માણસની મતિ મૂંઝાઈ જાય ત્યાં એમણે કર્મબંધ અને કર્મના વિપાકની ગહન વિચારશ્રેણીઓ લોકભોગ્ય ભાષામાં રજૂ કરી વિવિધ દૃષ્ટાંતોથી દઢીભૂત કરી, બીજે ક્યાંયથી ન મળી શકે એવું શ્રદ્ધાળુઓ-બુદ્ધિમાનો અને સત્તાધિકારીઓને આશ્વાસન આપ્યું છે; અંતરમાં દૃષ્ટિ કરવાની અને ભવોભવ રઝળાવતા આંતરરિપુઓથી સાવચેત રહેવાની પ્રેરણા આપી છે. એ કથામંદિરનો સોનેરી કળશ તે આ સમરાદિત્યકથા. જીવન એટલે સંગ્રામ અથવા સંઘર્ષણ. આપણે રોજના વ્યવહારોમાં ગમે તેટલા સાવધ રહીએ, તો પણ અણધારી દિશામાંથી જ્યારે કોઈ સંતાપની વાળા ભભૂકતી આપણી સામે ચાલી આવે છે ત્યારે આપણે હતાશ બનીને પૂછીએ છીએ : “આનું શું કારણ ? જેણે કોઈનું બૂરું નથી ચિંતવ્યું - જે અજાતશત્રુ છે, તેની ઉપર આ આફત ક્યાંથી તૂટી પડી ?” જ્યારે એ સમસ્યા ઉકેલાતી નથી – સંસાર આખો અન્યાય અને અંધકારથી ઊભરાતો લાગે છે ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 146