________________
જેનેનું કર્તવ્ય
: ૧૨ :
પવિત્ર ધર્મભાવનાથી ત્યાં સમર્પિત કરી છે. તેને હક્ક તે દેશના સત્તાધીશને નથી કે તે ધર્માત્મા પ્રજાને નથી. કિંતુ તે પ્રજા પણ તે મીલકતની કેવળ ટ્રસ્ટી છે. ધર્મસ્થાનની રક્ષા વ્યવસ્થા સિવાય બીજા કઈ પણ કાર્યમાં તે મીલ્કતને ઉપયોગ ન જ થઈ શકે. આવા પવિત્ર કાર્ય સિવાય તેને અન્ય કોઈ પણ કાર્યમાં ઉપયોગ કરવો એ ધાર્મિક મીકતેને લૂંટી લેવા બરાબર છે.
દેવસ્થાન નિધિ” જે રીતે યોજવામાં આવે છે, તે બીલકુલ અન્યાયી કાર્ય છે. તેને માટે દુનીયાને વિશ્વાસમાં લેવાને સારૂ જે શુભ હેતુ જાહેરમાં જણાવાય છે તે કેટલું હાસ્યાસ્પદ છે? રાશી મરે છે ને જમ ઘર કરે છે–
ઉદેપુરના મહારાણું આપણું આંખોમાં ધૂલ નાંખવાની ચાલાકીથી જાણું છે કે, “દેવસ્થાન નિધિને એક શિક્ષણ કેન્દ્ર સાથે સંબંધ રહે, એ શિક્ષણ કેન્દ્રને મહારાણા પ્રતાપનું નામ જોડવું, અને અમારા પૂર્વજોએ તથા અમારા વીર પ્રજાજનેએ જેની રક્ષા માટે પિતાના જીવને દીધાં છે તે હિંદુ સંસ્કૃતિના પુનઃ પ્રકાશનું કેન્દ્ર બને –બરાબર છે. ઉદેપુરના મહારાણાને, પિતાના પૂર્વજોનું નામ રાખવાનું મન થાય ને તે માટે હિંદુ સંસ્કૃતિને પ્રચાર કરનારી સંસ્થામાં તે પૂર્વજનું નામ જોડે, આમાં કોનો વાંધે હેય? છતાં એ સંસ્થાના નિભાવ માટે જેનેના પવિત્ર ધર્મસ્થાનેની મીલકતને કાયદા દ્વારા પડાવી લેવી, એ બીલકુલ અનુચિત છે અને મહારાણા પ્રતાપ જેવા ક્ષત્રિયના નામને કલંકિત કરનારૂં પગલું છે.
સત્તાધીશે સત્તાના ઉન્માદમાં સઘળું કરી શકે છે; છતાં જૈન સમાજે વર્તમાનમાં આની હામે શકય પ્રયત્ન કરવા તે તેની ફરજ
છે. ભવિતવ્યતાના બળે ગમે તે થવાનું હોય પણ “શુમે ચાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com