Book Title: Vartaman Kale Shraddhalu Jainonu Karttavya
Author(s): Kalyan Prakashan Mandir
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 36
________________ જેનેનું કર્તવ્ય : ૩૪ : સ્વતંત્રતા કે જગતની કોઈ પણ અનુકૂળ, ઈષ્ટ સામગ્રી પ્રાપ્ત થાય છે, તે કેવળ પુણ્યના ઉદયને જ કારણે, છતાં આજે એ સ્વતંત્રતાના ઉત્સવના કાર્યક્રમમાં દેશના નાયકો તરફથી હિંદની પ્રજાને એના દેવ, કે ધર્મસ્થાનમાં ધર્માનુષ્ઠાને કરવાને કોઈ આદેશ મળે છે ? હિંદની ધર્મભૂમિમાં આજે સારા કે ખોટા અવસરે ધર્મ જ ભૂલાઈ રહ્યાં છે ! એ જેવી તેવી કમનશીબી છે? આ મહોત્સવમાં જેને પણ જોડાયા છે. તન, મન અને ધન તમામ સામગ્રી આંખે મીંચીને જેને પણ આવા ઉત્સવમાં ખર્ચી રહ્યા છે. પણ આ લોકોને તપ, ત્યાગ કે અહિંસા જેવા ઉત્તમ ધર્મની આરાધના કરવાનું આવા પ્રસંગે પણ કયાં સૂઝે છે? મળેલી પણ સ્વતંત્રતા જે ધર્મ નહિ હોય તે પચવાની નથી, એ વસ્તુ આ ઉત્સવોના યોજકોએ ભૂલી જવાની નથી. સારી સામગ્રી જેમ પુણ્યના ઉદયે મળે છે તેમ સચવાય છે પણ પુણ્યોદયે, ને ભેગવાય છે પણ પુણ્યથી. જે પુણ્ય પરવારી ગયું, ધર્મને ધર્મના પવિત્ર સૂત્રે પ્રત્યે વિરોધ ઊભો કર્યો, તે આ સ્વતંત્રતા લાંબે સમય નહિ રહે. આજે મેંઘવારીએ માઝા મૂકી છે. અનાજ મળતું નથી, છતાં આવા પ્રસંગેએ જે જલસાઓ, માજશેખ ને જમણુના સમારંભ થઈ રહ્યા છે, તે આવા કાળે શું શોભે છે? જે દેશમાં હજારેને કે લાખેને ખાવા પૂરતું અનાજ મળતું નથી, પહેરવાને કે એબ ઢાંકવાને વસ્ત્ર મળતું નથી, જે દેશમાં દિ ઊગ્યે સેંકડે માણસે મરી રહ્યાં છે, આવા દેશમાં આ બધા લાખકરોડ રૂપિયા કેવળ એક બે દિવસના ભભકાઓની પાછળ, આંખના વિષયની ભૂખને શમાવવા ખાતર ને માન-કીતિની અતૃપ્ત તૃષ્ણાને સંતોષવા ખાતર જે થઈ રહ્યા છે તે કઈ રીતે ઉચિત છે કે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74