________________
: ૪૩ :
જૈનેનું કર્તવ્ય
વાંદરાઓ જ કરતા હતા. વાંદરાને નાબૂદ કરવાની યોજના મુજબ એક વાંદરાને મારવાને ત્રણ રૂપીઆ આપવામાં આવતા હતા. હવે સરકારને લાગે છે કે, પ્રાંતની અંદરના વાંદરાઓની સંખ્યા ઘટાડવાને ખાતર નરવાંદરાને નાશ કરવાનાં પગલાં પર બહુ ધ્યાન આપવું પડશે, તેથી સરકારે નાનાં બચ્ચાથી માંડી મોટા વાંદરા સુધી એક નર વાંદરને મારવાના રૂપિઆ ચાર અને માદા વાંદરીને મારવાના રૂપીયા બે આપવાનું ઠરાવ્યું !
પત્ર લખનાર ભાઈને આઘાત થયું છે, આથી તે ધર્મપ્રેમી ભાઈ ગાંધીજીને વિનંતિ કરે છે કે, “ પ્રાણી માત્ર પ્રત્યે દયા રાખનાર તરીકે તમે “હરિજનમાં” આ સવાલ ઉપાડો અને કોંગ્રેસ સરકાર પર ઓરીસાના વાંદરાઓની ગરીબ બિચારી મૂંગી સૃષ્ટિના સંહારની પ્રવૃત્તિ તત્કાળ અટકાવવાને તમારા પ્રભાવને ઉપયોગ કરે.” માંગ્યો રેટલો ને મળે કપાળમાં પથરે –
ઉપર મુજબ એક ભાઈ, ગાંધીજીને વિનંતિપૂર્વક જણાવે છે કે, “વાંદરા કે જે બિચારા મૂંગા, ગરીબ અને અજ્ઞાન છે, તેને . બચાવવાને રસ્તે આપ શોધી કાઢે, અને આપ આપના પ્રભાવને
ઉપયોગ કરીને મૂંગા પ્રાણીઓને બચાવે !” આના જવાબમાં ગાંધીજીના અંગત શિષ્ય મશરૂવાલા, ગાંધીજી તરફથી જણાવે છે કે
મૂંગી સુષ્ટિ તરફ મને પૂરેપૂરે પ્રેમ અને પૂરેપૂરી દયા છે, છતાં હું માનું છું કે, એરીસાની સરકારને પિતાની યોજનાને અમલ બંધ કરાવવાનું ન કહી શકાય, ખેતીને નુકશાન પહોંચાડનારા પ્રાણીઓને મારી નાંખ્યા સિવાય, ખેતીની સલામતીને બીજે અસરકારક રસ્તો દેખાતો નથી. આમાં વાંદરા એકલાં જ નુકશાન
કરે છે, એવું નથી. ઉંદર, કાળ, સસલાં, હરણ અને ભુંડ એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com