________________
:
૪૧ :
જેનેનું કર્તવ્ય
ઉપદેશી રહ્યા છે. એટલું જ નહિ પણ તે નિર્દયકાને “અહિંસા જેવા પવિત્ર શબ્દથી ઓળખાવવામાં પણ સંકોચ અનુભવતા નથી. આ માત્ર મોઢાની વાત નથી. પૂરાવાઓ સહામે જ પડ્યા છે. જેને બહારની દુનિયા “અહિંસાની મૂર્તિ' તરીકે સંબોધે છે, તે ગાંધીછના જ શબ્દો હું તમારી આગળ મૂકી શકું છું. જે કેાઈને સહેજ પણું પૂછવું હોય તો પૂછી શકે છે. આમાં કોઈ પણ વ્યક્તિના વર્તમાન પુણ્યોદયની નિંદા નથી. પણ એ પુણ્ય પણ, જે સ્વ કે પરને પાપના માર્ગે લઈ જતું હોય તે તે અવસરે યંગ્ય ચેતવણી આપવી એ જૈન ધર્મના માર્ગદેશક સાધુ તરીકે મારી પવિત્ર ફરજ છે.
ગાંધીજીને એક દયાળુ ધર્માત્મા ખાસ આગ્રહપૂર્વક ભલામણ કરે છે કે, “૯ મી જૂનના “હરિજનસેવક'માં ચેાથે પાને આપ લખે છે કે, “ધાન્યને પાક ખાઈ જનારા વાંદરા, પક્ષીઓ, જીવડાં વગેરેને માયે જ છુટકે છે. અથવા મારા રાખવા પડશે!” આ સંબંધમાં હું વિનયપૂર્વક જણાવવા માંગું છું કે, પાક ખાઈ જનારાં જાનવરોને માર્યા વગર પણ પાક સહેલાઈથી સાચવી શકાય તેમ હોય તો તેમને મારવાની જરૂર ન હોય. દાખલા તરીકે હું આપને જણાવું છું કે, મારા કાકાએ રાત્રે વાંદરાઓ પર બેટરી (વીજળી) ટોર્ચને પ્રકાશ ફેકી–ફેંકીને તેમને પિતાના ખેતરમાંથી ભગાડી મૂક્યા. આમ વાંદરાને મારવાને બદલે બેટરીના તેજથી ભગાડી મૂકનારને માર્ગ આપ કેમ ન લે? અથવા બીજાએને પણ આ માર્ગ લેવાનું કેમ ન સુચવે ?”
આ પત્ર લખનારને જવાબ આપતાં ગાંધીજી જણાવે છે કે, “પ્રથમ વિચારે તે સૂચના સારી લાગે છે, પણ લાંબો વિચાર કરતાં જણાય છે કે, બેટરીથી કામ નહિં ચાલે, બેટરીથી મારા ખેતરનું થોડું ઘણું રક્ષણ થાય, આજુબાજુના ખેતરનું ન થાય.... શુદ્ધ અહિંસા તે કહે છે કે, વાંદરા વગેરેથી આપણે બચવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com