Book Title: Vartaman Kale Shraddhalu Jainonu Karttavya
Author(s): Kalyan Prakashan Mandir
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 57
________________ : ૫૫ : જેનેનું કર્તવ્ય થઈ રહી છે, તે તે હવે કોઈ પણ રીતે અટકવી જોઈએ ? મેજશોખ અને રસનાની આધિનતાથી જે હિંસા થઈ રહી છે તે જે અટકાવી શકાય નહિં તે સમાનતાની ને સ્વતંત્રતાની વાતે કેવળ બેલવા પૂરતી જ છે, એમ માનવાને કારણ મળે છે. સર્વીશે હિંસા ન અટકાવી શકાય એ કદાચ બને ? પણ શકય માટે આટઆટલી આનાકાની કેમ? એ હમજી શકાતું નથી. આર્થિક દૃષ્ટિએ, સામાજિક દષ્ટિએ પણ અશરણું, મૂંગા પશુઓની કતલ બંધ કરાવવી તે આવશ્યક ને ઈષ્ટ છે. જ્યાં પશુઓને સંહાર થઈ રહ્યો હોય ત્યાં સુખ, શાંતિ ને સ્વસ્થતા કયાંથી હોય ? વર્તમાનમાં જેઓ સુખી નથી, તેનું કારણ ભૂતકાળની હિંસા છે. અન્ય કોઈ પણ પ્રાણીને પિતાના સ્વાર્થની ખાતર વધ કરનારે કે તેના પ્રાણોને દુઃખ આપનારે આત્મા તે ભવમાં કે ભવાંતરમાં અશાતા, દુઃખ, શારીરિક ઉપાધિ, ઇન્દ્રિયની ન્યૂનતા આ દુઃખને ભગવે છે, એટલે આ બધું ભવાંતરની હિંસાનું કરુણ પરિણામ છે. જ્યારે અહિંસા ધર્મની આરાધના તે ભવમાં ને ભવાંતરમાં આત્માને શાતા, સુખ, નિરેગપણું, ઇન્દ્રિયની અનુકૂળતા ઈત્યાદિ લાભ પ્રાપ્ત કરાવે છે. હિંસા અને અહિંસાના તેવા પ્રકારના અનુકૂળ પ્રતિકૂળ વાતાવરણથી સહમજી શકાશે કે, સુખ એ અહિંસાનું ફળ છે જ્યારે દુઃખ હિંસાનું ફળ છે. હિંસા વાતાવરણને ભયંકર બનાવે છે, જ્યારે અહિંસાધર્મથી વાતાવરણમાં પવિત્રતા, સુંદરતા, તેમજ અપૂર્વ કેટીની ઉત્તમતા પ્રગટે છે. હિંસાની ભયંકરતા ભેદાય છે, ને શાંતિ-સમાધિનું વાતાવરણ નવું જન્મે છે. અહિંસા ધર્મને અદ્વિતીય પ્રભાવ: અહિંસા ધર્મની આરાધના કરનારા પુણ્યવાન આત્માના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74