Book Title: Vartaman Kale Shraddhalu Jainonu Karttavya
Author(s): Kalyan Prakashan Mandir
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 58
________________ જેનેનું કર્તવ્ય : ૫૬ : પ્રભાવથી, દેશનું દુઃખદ વાતાવરણ પણ કેવી રીતે પલટાય છે, ને તે અંગે સુખમાં કઈ રીતે પરિણમે છે–તેને અંગે, સહસ્ત્રાવધાન સાધક સૂરિપુરંદર શ્રી મુનિસુંદરસૂરિ મહારાજ “ઉપદેશરત્નાકર' માં જે પ્રસંગ આપે છે, તે આ વિષયને હમજવા માટે ઘણે ઉપયોગી છે. એક નગરમાં ત્યાંને રાજા, એક અવસરે પિતાની રાજસભામાં અધિકારીઓ, મંત્રી, સામંત આદિ સાથે બેઠો છે. તે વેળા એની સભામાં રાજમાન્ય જેથી ત્યાં રાજાની હામે બેઠો હતો. આ જેથી પોતાના જ્યોતિષ શાસ્ત્રમાં નિષ્ણુત હતું. એ ભાવિ વિષે જે આગાહીઓ પિતાના અનુભવથી કહેતે તે મહટે ભાગે સાચી પડતી. આજે રાજસભામાં એ બેઠા હતા, પણ તેના મુખ ઉપર જોઈએ તેવી પ્રસન્નતા ન હતી. આથી એની હામે દૃષ્ટિ કરી, રાજાએ તેને પૂછયું, “કેમ જોષીજી! આજે ઉદાસીન છો?” જોષીએ જવાબ આપ્યો કે, “દેશ પર મહાન આફત છે.” રાજાએ ફરી પૂછયું કે “કઈ આફત?” દુષ્કાળ તે નથી પડવાને ને?” રાજમાન્ય જોષીએ જવાબ આપ્યો કે “રાજન ! આપ કહો છો તે ભયંકર દુષ્કાળ દેશ પર પડવાનો છે એમ હું મારા જ્ઞાનબળથી કહી શકું છું' સાંભળતાની સાથે ત્યાં બેઠેલા સૌ ચિંતાતુર બન્યા, કારણ કે બધાને લાગ્યું કે, “જોષીનું વચન દરેક વખતે સાચું પડે છે, એથી આ વેળાએ જ સાચું પડે તે આપણું શું થાય?” હંમેશાં સંસારી આત્માઓને ભાવિની ચિંતા ભય પેદા કરે છે. આતં–રૌદ્રધ્યાન પણ ભાવિના ભયથી મહોટે ભાગે સંસારમાં થયા કરે છે. નગર કે ચિંતામગ્ન બને એમાં કાંઇ નવીનતા નથી. એક અઠવાડીયા બાદ, બન્યું એમ કે “આકાશમાં વાદળો ઘેરાયાં ને મૂસલધાર વરસાદ તૂટી પડ્યો. સારે વરસાદ પડતાં સુકાળ થયો ને ધન ધાન્યની સારામાં સારી અનુકૂળતા થઈ. રાજા તથા પ્રજા અત્યંત ખુશી થયા પણ જેલીની આગાહી ખોટી પડShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74