Book Title: Vartaman Kale Shraddhalu Jainonu Karttavya
Author(s): Kalyan Prakashan Mandir
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 40
________________ જેનેનું કર્તવ્ય : ૩૮ : એટલે આ દેશ છે. અનાર્ય દેશની પશ્ચિમાત્ય સંસ્કૃતિ એ કેવળ સ્વાર્થ પૂરતી માનવદયાને માને છે. ને તે પણ લેવડદેવડના હિસાબે; જ્યારે પૂર્વ દેશ સહુ કોઈ જીવોની અહિંસામાં માને છે, ને તે પણ પિતાના પ્રાણના ભેગે, એ જ આ આર્ય દેશ, જે દેશમાં મેતાર્ય મુનિવર જેવા મહાન સાધુ મહાત્માએ, પિતાના પ્રાણની પરવા કર્યા વિના એક ક્રૌંચ જેવા પક્ષીની ખાતર પિતાનું બલિદાન આપ્યું હતું તે કદિ ભૂલવા જેવું નથી. આજે એ સમાનતાની ને હરિજનના ઉદ્ધારની વાતો કરનારાઓ પિવાની ઘેલી ધૂનને જ કેવળ પિષવાની ખાતર જૈન શાસ્ત્રોના નામે જે વાત કરે છે, ત્યારે જરૂર શ્રદ્ધાળુ જેનેને આશ્ચર્ય થાય. “મેતાર્ય મુનિ હરિજન હતા, ને જયારે એમને પણ જૈન ધર્મમાં ઉચ્ચ સ્થાન મલ્યું, તે હાલ આ બધા અંત્યજોને મંદિરમાં પેસવા દેવામાં જેનોને વિરોધ શા માટે ?” વાહ ! શાસ્ત્રોમાંથી કેવું મનફાવતું લેવાય છે. એક બાજૂ માનવ પોતાના સ્વાર્થની ખાતર કેઇપણ પ્રાણુને મારે તે તે હિંસા, ધર્મ છે.” આ બોલાય છે, જ્યારે બીજી બાજૂ, પિતાના પ્રાણની પણ દરકાર નહિં કરતાં ક્રોંચ જેવા સાધારણું પક્ષીની ખાતર પોતાનાં જીવનને સમપ દેનારા એ ચોથા આરાના મહાન પુરુષની વાત કરવી છે ! આ ગાંડપણ નહિં તે બીજું શું ? જે પિતાના સ્વાર્થને, કદાગ્રહને અને જડતાને પોષવા માટે જ શાને ઉપયોગ કરે છે તે શાસ્ત્રમાં તો બધું મળી જશે ! શાસ્ત્ર એ તે રત્નાકર છે, ઝેર મળે, ખાર મળે, રત્ન મળે, મતી મળે, બધું મળે. લેનારની લાયકાત જોઈએ ! માટે જ એ જૈન શાસ્ત્રોના નામે પોતાના કરાગ્રહને પિષનારાઓને આપણે કહીશું કે, જે મેતાર્ય મુનિનું દષ્ટાંત તમે આપી રહ્યા છે, એની આજુબાજુના સંબંધને તમે જાણે છે? એ મેતાર્ય મુનિવર કોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74