________________
જેનેનું કર્તવ્ય
: ૨૦ :
વ્યાધિવાળે મરવાને છે એ નિશ્ચિત છે, તે તેની પાસે બેઠેલા નેહી જને શું કરે ? એના શરીરને સાચવે કે નહિં? એને આહાર કે ઔષધે આપે કે નહિં ? પરિણુમ ગમે તે આવે, પણ પિતાના ગણાતા માણસને સારુ અવસરેચિત કરવું તે, એના આપ્તજનેની ફરજ ગણાય છે ? આ મુજબ આપણે જાણીએ છીએ કે, વર્તમાનના અધાર્મિક વાતાવરણની ચેપી અસર ચેમેર ફેલાઈ રહી છે. તે અસાધ્ય નહિં પણ દુઃસાધ્ય જેવી તો જરૂર છે, તેનાથી સ્વયં બચવું અને અન્ય યોગ્ય આત્માઓને અવશ્ય બચાવવા એ અત્યારે આપણા માટે ઉચિત છે.
સત્તાનો દુરુપયોગની સામે દરેકે દરેક કાળમાં અને વિરોધ થયો છે. એ પણ એક અવસર હતો કે આજે સત્તા પર આવનારી કોંગ્રેસે, બ્રિટીશ ગવર્નમેન્ટની સત્તા સામે બળવે જાહેર કર્યો હતો. એમાં કોગ્રેસને પિતાની દૃષ્ટિએ સત્તાને દુ૫યોગ થતો જણ હતો, તેથી તેની સામે તેઓનો વિરોધ હતો. તેવી જ રીતે આજે કોંગ્રેસ સરકારના અનુચિત ને અન્યાયી કાર્યની સામે આપણે વિરોધ કરવા માટે જાગૃત બનવાનું છે. આપણે આજે ભલે અલ્પ સંખ્યામાં હાઈએ, છતાં આપણી લડાઇ ન્યાયી અને પ્રામાણિક છે, માટે જરૂર યોગ્ય આત્માઓને સહકાર આપણે મેળવી શકીશું. આજે આપણે ભલે લઘુમતિમાં હોઈએ એથી કાંઈ મુંઝાવાનું નથી, હંમેશાં સત્ય કે ન્યાય ક્યાં છે ત્યાં તેને બહુમતિ કે લઘુમતિ જેવું કાંઈ જ નથી હતું. જૈન મંદિરોને માટે આ બીલ શા સારુ?
જૈન સમાજના ધર્મસ્થાનમાં પ્રવેશ કરવાનો હક્ક, કેવલ જેને સિવાય કોઈ પણ જૈનેતર હિંદુને નથી. કોઈ પણ હિંદુને, જૈન મંદિરમાં કે જેનાં ધર્મસ્થાનમાં આવવાને સ્વતંત્ર રીતે હક્ક નથી, તે પછી હરિજન કામની સાથે જૈન કોમના ધાર્મિક સ્થાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com