________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
હું કર્તા છું, મારા વિના બીજાથી આ કાર્ય થઈ શકે નહીં, કુટુંબનું ભરણપોષણ પણ હું કરું છું. મારાથી સર્વ જીવી શકે છે. સર્વથી માટે હું છું, મારી શક્તિ અત્યંત છે, ઈત્યાત્મક અભિમાનરૂપ મહા કાળા સર્ષથી દંસાએલ આત્મા કર્મની વર્ગણુઓ ગ્રહણ કરી વિચિત્ર શરીર ધારણ કરી વિવિધ ગતિમાં સુખ દુઃખાનુભવ કરતે ભટકે છે, અને તેજ આત્મા જ્યારે એમ ચિંતવે કે-હું પરવસ્તુનો કર્તા નથી. પરવસ્તુ મારી સંપત્તિ નથી, પરપૌગલિક વસ્તુની વૃદ્ધિથી મારી વૃદ્ધિ થતી નથી અને તેના નાશથી મારે નાશ થતો નથી. સુવર્ણ, રૂપું, રત્ન અને માણિગના મેરૂ પર્વત જેટલા ઢગલાઓ મને પ્રાપ્ત થાય તો પણ તેથી હું મોટો થઈ શકે નહિ, અને તતધારા હું સુખાનુભવ કરી શકું નહિ, આત્મા કર્મનો કર્તા અને ભોક્તા પણ આત્માની અશુદ્ધ પરિણતિથી છે; ત્યાં સુધી જન્મ જરા મૃત્યુ આદિ દુઃખથી આત્મા દુઃખી થાય છે. પણ હું કઈ વસ્તુનો કર્તા નથી, આમ નિર્મળ બુદ્ધિ થતાં નાણું કર્તા (હું કર્તા નથી) આ વાક્ય રૂ૫ અમૃતને સ્વાદ લેઈ આત્મા નિર્વિષમય બને છે. જ્યાં સુધી આત્મા હું પરવસ્તુને કર્તા છું એમ માને છે, ત્યાં સુધી તે ભવમાં પુનઃ પુનઃ પરિભ્રમણ કરે છે. નાહકર્ત આ વાક્યામૃત વિના બીજા અમૃતથી કદાપિ આત્મા અમરત્વ પામી શકતો નથી. આ વાક્યને સમ્યગ અર્થ સમ્યમ્ દષ્ટિ જીવને પ્રાપ્ત થાય છે અને તેની પ્રાપ્તિ થતાં આત્માને પરવસ્તુના નાશથી શોક થતો નથી. અને તે બાહ્ય કોઈ પદાર્થની સિદ્ધિ કરો તો પણ તેને સ્મૃભમાન પ્રાપ્ત થતું નથી. કોઈ કાર્યમાં ફતેહ મેળવતાં એમ વિચારે કે આ આત્મા તત કાર્યમાં નિમિત્તકારણ છે. આ વાકયને જાણે છે તેની વિષયાદિમાં પણ પ્રવૃત્તિ થતી નથી. મનમાં એમ વિચારે કે એ વસ્તુને કર્તા હું નથી તો તેને ભોકતા કેમ બને; એમ પુનઃ પુનઃ તેજ વાક્યનું સ્મરણ કરતાં મેહ મદિરા પણ ઉતરી જાય છે. અને સમભાવ વહે છે. વળી કહે છે -
आत्मानं रथिनं विद्धि शरीरं रथमेव तु, बुद्धिं तु सारथिं विद्धि मनः प्रग्रहमेव च ।। १॥ इंद्रियाणि हयानाहुर्विषयांस्तेषु गोचरान् आत्मेंद्रियमनोयुक्तं भोक्तेत्याहुर्मनीषिणः ॥२॥
ગુરૂ શિષ્ય પ્રતિ ઉપદેશ છે કે હે શિષ્ટા તું આત્માને રથને સ્વામી નાણ, શરીરને રથ જાણ, બુદ્ધિને સારથી જાણ, મનને લગામ તુલ્ય જાણુ, ઈકિ. એને ઘોડા જાણુ, વિષને કુમાર્ગ જાણુ, બુદ્ધિરૂપ સારથી ઇદિયરૂપ ઘડાને
For Private And Personal Use Only