Book Title: Tu Taro Taranhar Author(s): Prashamrativijay Publisher: Pravachan Prakashan Puna View full book textPage 5
________________ કારણ એ છે કે આ ગ્રંથમાં માનવીય સંબંધના સંદર્ભથી નીતિનું મૂલ્યાંકન થયું છે. નીતિ, જીવનના દરેક પ્રસંગો માટેનું માળખું બાંધી આપતી વિચારશૈલી છે. ચાણક્યએ માણસને બાહોશ અને કાર્યદક્ષ બનાવનારા સૂત્રો લખ્યાં. આપણા આચાર્ય ભગવંતે માણસને લાગણીશીલ અને વિચારશીલ કેળવણી આપતાં સૂત્રો રચ્યાં. માણસ બુદ્ધિથી સફળ બની શકે છે. બુદ્ધિ સફળતાનો ગર્વ લઈ શકે. સફળતાનો આનંદ અને સફળતાનો સહભાગ તો લાગણી દ્વારા જ શકય બને. જિંદગી મળી છે, સુખી અને પ્રસન્ન થવા માટે, બીજાના ભોગે રાજી બની ન શકાય. વગર કારણે બીજા આપણો ભોગ લે તેય ન ચાલે. એક સર્વાગી વ્યવસ્થા મનોમન ઘડવી જોઈએ. નીતિવાક્યામૃત દ્વારા આપણે એ કામ કરીશું. અહીં પ્રેરણા છે, આગ્રહ નથી. અહીં ઉપદેશ છે, ભાર નથી. અહીં ચાવી છે, હથોડો નથી. કહેવત જેવી હળવીફૂલ ભાષામાં સૂરિજીનાં સૂત્રો આપણી ગોઠડી માંડે છે. આપણે એની રસયાત્રા કરીએ. આ સૂત્રો જીવનસાતું થાય તો સૂરિજી કહે છે : તું તારો તારણહાર છે. કાયમ નાની જ રહેવાની છે તેમ આપણે માની લીધું છે. દરેક વખતે મોટી વસ્તુ કે મોટી સફળતા મળતી નથી. નાની વસ્તુ કે નાની સફળતાનો નશો નથી ચડતો. આપણે બન્ને બાજુથી હેરાન થઈએ છીએ. વિચારોની ઘરેડમાંથી બહાર આવવાની જરૂર છે. નાની નાની વાતો તો ઘણી કામની હોય છે. લખવા માટેનો કાગળ મોટો હોય છે, પેન નાની હોય છે. લખાયેલા અક્ષર નાના હોય છે, પેન મોટી હોય છે. નાના નાના અક્ષરોમાંથી ગ્રંથ સર્જાય છે, પેન ભુલાઈ જાય છે. ગ્રંથની કડીઓ હજારોને યાદ રહી જાય છે, કાગળ પીળા પડી જાય. છે. મોટી વસ્તુ જ સારી તેમ ન મનાય. નાની વસ્તુની મજા લેવાની ચૂકાય નહીં. સૂત્ર સરસ વાત કરે છે : નાની બારી પણ ઘણી હવા અને ઘણું અજવાળું આપી શકે છે. ચાર ઊંચી ભીંતોથી ઘર ન બને, ભીંતોમાં નાની બારી બનાવીએ તો ઘર બને. બારીમાંથી હવા આવે, ઉજાસ આવે. બારી વાટે દુનિયા સાથેનો નાતો જળવાઈ રહે. જૂના જમાનામાં બારીઓના ઝરૂખા બનતા અને જાળીઓથી બારીઓને સજાવાતી. નાની વસ્તુનો આ મહિમા હતો. મોટી ગુફાઓમાં બારીઓ નથી હોતી, બાકોરાં હોય છે. એમાંથી જ હવા-ઉજાસ મળે. નાની વાતોની ઉપેક્ષા કરવી હોય તો ઘરમાં બારી રાખવાની જ નહીં. પછી જુઓ મજા. સૂત્રનો નાતો આપણી જિંદગી સાથે છે. મોટી સફળતા આજ સુધી દૂર રહી છે. નાનાં કામોથી ગુજારો ચાલે अल्पमपि वातायनविवरं बहूनुपलम्भयति । (१) ‘નાની બારીમાંથી ઘણું જોઈ શકાય છે.” મોટું હોય તે મહત્ત્વનું. નાનું હોય તે નકામું. આપણી આ માન્યતા. કામ કરવું તો મોટું જ કરવું. નાનાં કામમાં કોણ હાથ નાંખે ? મોટી વસ્તુ હંમેશા મોટી જ રહે છે તેમ માનીને આપણે ચાલીએ છીએ. નાની વસ્તુPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52