Book Title: Tu Taro Taranhar
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 34
________________ सिंहस्येव केवलं पौरुषावलंबिनो न चिरं कुशलम् । (२४) ‘સિંહની જેમ આક્રમક બન્યા કરશો તો ઘણું ગુમાવશો.’ તમારામાં જોશ અને જુસ્સો હશે. હોવો જ જોઈએ. તમને કામ હાથમાં લઈને આગળ વધવાનું ગમે છે. કામ કરવાનો થનગનાટ તમારા સ્વભાવમાં છે. સારી વાત એ છે કે તમે કામ દીઠ અને માણસ દીઠ નવી યોજના બનાવીને આગળ વધો. તમારી તાકાતના ભરોસે તમે આક્રમક રવૈયો અપનાવી રાખશો નહીં. સામી છાતીએ લડવાની હિંમત તમને મર્દાના બનાવે છે. દર વખતે લડવું જ પડે એવું જરૂરી નથી હોતું. ચોક્કસ કોઈ ઉદ્દેશ હોય તો લડવાની તૈયારી રાખી શકાય. દરેક ઉદ્દેશો લડવાથી સિદ્ધ થતા હોતા નથી. મોટે ભાગે તો ઠંડે કલેજે કામ લેવાની તાકાત રાખવી પડે છે. વાતેવાતે ઝઘડનારા સિંહ નહીં, શ્વાન હોય છે. મોટો અવાજ કરતા આવડે એટલે આપણે વિજેતા બની જતા નથી. લાંબી રેસનો ઘોડો દોડે છે પણ ઉછળતો નથી. હરણ ઉછળે છે, ઘોડો ભાગે છે. તમે કામ કરવાની બાબતમાં હાર-જીતને જ નજર સમક્ષ રાખો છો. તમને એમ લાગે છે કે કામ થયું તો જીત્યા, થયું તો હાર્યા. કામ અને હારજીત અલગ અલગ બાબતો છે. બીજાની આગળ શૂરા પૂરવાર થવું એ શક્તિનો ઉદ્દેશ નથી. બીજા તમારાથી પ્રભાવિત થઈ જાય એ તમારી તાકાતનો સાર નથી. તમે બીજાને નજર સામે રાખીને ચાલો છો એ બાબતે જ ખોટી છે. તમારે તમારી સફળતા માટે કામ કરવાનું છે. બીજા નિષ્ફળ થાય તેની પર આધાર ન રખાય. મુખ્ય વાત એ કે બીજાને નિષ્ફળ બનાવવાથી તમારી જીત સિદ્ધ થઈ શકતી નથી. તમારી સફળતા તમારે તમારા પગ પર ઘડવી પડે છે. બીજા જે કરતા હોય તે એમનો વિષય છે, તમારે તમારું લક્ષ્ય જ જોવાનું હોય. માણસો સાથે પનારો પડશે. દુશ્મન સાથે વાત પણ કરવી પડશે. દરવખતે તડ અને ફડનો હિસાબ કામ લાગી શકવાનો નથી. સિંહ હંમેશા મોટા શિકારો નથી કરતો. સિહ નાની આખેટ પણ કરી લે છે. તમે સ્વયં એક શક્તિ છો. તમારે બીજાની પર આક્રમણ કરવાનું ન હોય. ખૂબ સહેલું છે, બીજાને તોડી પાડવાનું. આઠ-દસ આક્ષેપો કરીને સામી વ્યક્તિને હીન પૂરવાર કરી દેવામાં ઝાઝી તાકાતની જરૂર પડતી નથી. શાંતિ અને ધીરજ રાખવી જોઈએ. એકલી શક્તિનાં જોરે જંગમાં જીત મળતી નથી. તમારું લડાયક ખમીર જ તમને પ્રગતિનો રસ્તો બતાવે છે તેવું નથી. લડવૈયાઓ આવેશમાં જીવતા હોય છે. તત્કાળ ફુરી આવતા વિચારોને આધીન થઈને ઝપાઝપી કરી બેસનારા લાંબાગાળે ઘણુંબધું ગુમાવતા હોય છે. સિંહ

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52