Page #1
--------------------------------------------------------------------------
________________
તું તારો તારણહાર
પુસ્તક : તું તારો તારણહાર લેખક : મુનિશ્રી પ્રશમરતિવિજયજી વિષય : શ્રીનીતિવાક્યામૃત ગ્રંથનાં ચુનંદા સૂત્રોનો આસ્વાદ આવૃત્તિ : પ્રથમ મૂલ્ય : ૨૦-00 6 : PRAVACHAN PRAKASHAN, 2007
(પ્રાપ્તિસ્થાન પૂના
: પ્રવચન પ્રકાશન
૪૮૮, રવિવાર પેઠ, પૂના-૪૧૧૦૦૨ ફોન : ૦૨૦-૩૨૯૨૨૦૯ મો. ૯૮૯૮૦૫૫૩૧૦
Email : Pravachan Prakashan@vsnl.net મુંબઈ : ચંદ્રકાંતભાઈ વી. શાહ
૩, પુષ્પાંજલી, ગૌશાળા લેન મલાડ (ઇસ્ટ), મુંબઈ-
૪૦૯૭. ફોન : ૨૮૮૩૪૯૧૭, મો. ૯૮૧૯૮૧૦૫૦૩ અમદાવાદ : અશોકભાઈ ઘેલાભાઈ શાહ
૨૦૧, ઓએસીસ, અંકુર સ્કૂલની સામે, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭
ફોન : ૦૭૯-૨૬૬૩૩૦૮૫, મો. ૯૩૨૭૦૦૩૫૭૯ અઢારાંકન : વિરતિ ગ્રાફિકસ, અમદાવાદ-૩૮૦૧૬
ફોન : ૦૭૯-૨૨૬૮૪૦૩૨.
મુનિશ્રી પ્રશમરતિવિજયજી
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રાશકીય
- શ્રુતપ્રેમી -
શ્રીમોતીચંદ વેચંદ ઝવેરી
સમસ્ત પરિવાર શ્રીપાલનગર મુંબઈ
શાંતિસૌરભ માસિકમાં તું તારો તારણહાર-નાં નામે છપાયેલી લેખમાળા આજે પુસ્તકાકારે પ્રકાશિત થઈ રહી છે.
તપાગચ્છાધિરાજ પૂજયપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્નો પ્રવચનકાર બંધુબેલડી પૂ. મુનિરાજશ્રી વૈરાગ્યરતિવિજયજી મ., પૂ. મુનિરાજ શ્રી પ્રશમરતિવિજયજી મ. દ્વારા લિખિત-સંપાદિત ગ્રંથોને પ્રવચન પ્રકાશન નિયમિત રીતે પ્રકટ કરે છે.
આ ગ્રંથ નવી જ ભાત પાડે છે, આપને ગમશે તેવો વિશ્વાસ છે.
- પ્રવચન પ્રકાશન
Page #3
--------------------------------------------------------------------------
________________
પગથિયાં
૧. નાની બારીનું અજવાળું
૨. બોલવાનું સમીણ
3. સ્વભાવની પારાયણ
૪. કર્યઃ શક્તિ અને ક્લા
૫. ધર્મસ્ય ક્યા રમ્યા
૬. ક્યજોરીઓની ક્યા ૭. સાચવવા જેવું ઘણુંબધું
૮. નક્ર વાસ્તવિક્તાઓ
૯. તમે કોણ છો ? તમે ક્વા છો ?
૧૦. વહેવારુ વાતો
Page #4
--------------------------------------------------------------------------
________________
૧. નાની બારીનું અજવાળું
આપણે નામ ઘણાં જાણીએ છીએ. એ નામ જે લોકોનાં છે તે બધાં આપણા સારા માટે કશુંક કરે છે કે નહીં તે આપણે વિચારતા નથી. આપણને પરિવારનાં દૂરદૂરનાં સગાંઓનાં નામ યાદ છે. કામકાજના સાથીદારો અને ભાગીદારોનાં નામો થોકબંધ મોઢે છે. પરંતુ આપણાં જીવનમાં પ્રસન્નતા જીવંત રાખનારા ધર્મને ખોળે સમર્પિત થઈ ગયેલા મહાપુરુષોનાં નામ કેટલાં યાદ છે તે સવાલ પૂછવા જેવો નથી. આ મુદ્દે
આપણે દેવાળાનો હિસાબ રાખ્યો છે.
નીતિવાક્યામૃત નામનો ગ્રંથ છે તેવી આપણને ખબર નથી. શ્રી સોમદેવસૂરિજી મહારાજાએ તેની રચના કરી છે. આપણને તેમનું નામેય ખબર નથી. આપણે તો પ્રસિદ્ધિના માણસ. આખું ગામ જેનું નામ લે તેનું નામ આવડે. આપણો પોતાનો રસ ધર્મમાં કેળવતા હોત તો ઘણાં પુસ્તકો વાંચતા હોત આપણે. પુસ્તકોથી વિશેષ ગ્રંથોનું વાંચન થતું હોત. એ ગ્રંથના સર્જનહાર સાથે સંબંધ બંધાઈ જતો હોત. આપણને કેટલા ગ્રંથોનાં નામ આવડે ? કેટલા ગ્રંથકારોનાં નામ મોઢે છે? જવાબ પાંખો, ઢીલો રહેવાનો છે.
ખેર. આ આચાર્ય ભગવંતે ચાણક્યના નીતિ-સૂત્રોને, પોતાની ભાષા અને વિચારણા દ્વારા ટક્કર મારી છે તેમ સંશોધકો કહે છે. ચાણક્યને મંત્રીશ્વર હોવાનો લાભ મળ્યો તેથી તે વિશ્વપ્રસિદ્ધ છે તો નીતિવાકચામૃતની નોંધ અમેરિકા, જાપાનના અર્થશાસ્ત્રીઓએ લીધી છે.
~૨~
Page #5
--------------------------------------------------------------------------
________________
કારણ એ છે કે આ ગ્રંથમાં માનવીય સંબંધના સંદર્ભથી નીતિનું મૂલ્યાંકન થયું છે.
નીતિ, જીવનના દરેક પ્રસંગો માટેનું માળખું બાંધી આપતી વિચારશૈલી છે. ચાણક્યએ માણસને બાહોશ અને કાર્યદક્ષ બનાવનારા સૂત્રો લખ્યાં. આપણા આચાર્ય ભગવંતે માણસને લાગણીશીલ અને વિચારશીલ કેળવણી આપતાં સૂત્રો રચ્યાં. માણસ બુદ્ધિથી સફળ બની શકે છે. બુદ્ધિ સફળતાનો ગર્વ લઈ શકે. સફળતાનો આનંદ અને સફળતાનો સહભાગ તો લાગણી દ્વારા જ શકય બને.
જિંદગી મળી છે, સુખી અને પ્રસન્ન થવા માટે, બીજાના ભોગે રાજી બની ન શકાય. વગર કારણે બીજા આપણો ભોગ લે તેય ન ચાલે. એક સર્વાગી વ્યવસ્થા મનોમન ઘડવી જોઈએ. નીતિવાક્યામૃત દ્વારા આપણે એ કામ કરીશું. અહીં પ્રેરણા છે, આગ્રહ નથી. અહીં ઉપદેશ છે, ભાર નથી. અહીં ચાવી છે, હથોડો નથી. કહેવત જેવી હળવીફૂલ ભાષામાં સૂરિજીનાં સૂત્રો આપણી ગોઠડી માંડે છે. આપણે એની રસયાત્રા કરીએ. આ સૂત્રો જીવનસાતું થાય તો સૂરિજી કહે છે : તું તારો તારણહાર છે.
કાયમ નાની જ રહેવાની છે તેમ આપણે માની લીધું છે. દરેક વખતે મોટી વસ્તુ કે મોટી સફળતા મળતી નથી. નાની વસ્તુ કે નાની સફળતાનો નશો નથી ચડતો. આપણે બન્ને બાજુથી હેરાન થઈએ છીએ.
વિચારોની ઘરેડમાંથી બહાર આવવાની જરૂર છે.
નાની નાની વાતો તો ઘણી કામની હોય છે. લખવા માટેનો કાગળ મોટો હોય છે, પેન નાની હોય છે. લખાયેલા અક્ષર નાના હોય છે, પેન મોટી હોય છે. નાના નાના અક્ષરોમાંથી ગ્રંથ સર્જાય છે, પેન ભુલાઈ જાય છે. ગ્રંથની કડીઓ હજારોને યાદ રહી જાય છે, કાગળ પીળા પડી જાય. છે. મોટી વસ્તુ જ સારી તેમ ન મનાય. નાની વસ્તુની મજા લેવાની ચૂકાય નહીં.
સૂત્ર સરસ વાત કરે છે : નાની બારી પણ ઘણી હવા અને ઘણું અજવાળું આપી શકે છે. ચાર ઊંચી ભીંતોથી ઘર ન બને, ભીંતોમાં નાની બારી બનાવીએ તો ઘર બને. બારીમાંથી હવા આવે, ઉજાસ આવે. બારી વાટે દુનિયા સાથેનો નાતો જળવાઈ રહે. જૂના જમાનામાં બારીઓના ઝરૂખા બનતા અને જાળીઓથી બારીઓને સજાવાતી. નાની વસ્તુનો આ મહિમા હતો.
મોટી ગુફાઓમાં બારીઓ નથી હોતી, બાકોરાં હોય છે. એમાંથી જ હવા-ઉજાસ મળે. નાની વાતોની ઉપેક્ષા કરવી હોય તો ઘરમાં બારી રાખવાની જ નહીં. પછી જુઓ મજા.
સૂત્રનો નાતો આપણી જિંદગી સાથે છે. મોટી સફળતા આજ સુધી દૂર રહી છે. નાનાં કામોથી ગુજારો ચાલે
अल्पमपि वातायनविवरं बहूनुपलम्भयति । (१) ‘નાની બારીમાંથી ઘણું જોઈ શકાય છે.”
મોટું હોય તે મહત્ત્વનું. નાનું હોય તે નકામું. આપણી આ માન્યતા. કામ કરવું તો મોટું જ કરવું. નાનાં કામમાં કોણ હાથ નાંખે ? મોટી વસ્તુ હંમેશા મોટી જ રહે છે તેમ માનીને આપણે ચાલીએ છીએ. નાની વસ્તુ
Page #6
--------------------------------------------------------------------------
________________
છે. કામ વધે એવી શક્યતા પણ નથી. કોઈ વાંધો નહીં. ખાધેપીધે સુખી તો છીએ જ. મોટાઈના આડંબરથી અંજાઈને આંખો આંધળી થઈ જાય છે. એવું નથી થવા દેવું. થોડું અજવાળું છે તે ઘણું છે. ધર્મ તો ઘણો કરવો છે, થતો નથી. કહેવા પૂરતી થોડી આરાધના થાય છે. મનમાં તાપ રહે છે. આટલા ધર્મથી શું થવાનું ? આ બળતરા ખોટી છે. જે ધર્મ નથી થતો તેનો વ્યાપ ખરેખર મોટો છે. આપણે એ બધો જ ધર્મ ચૂકી રહ્યા છીએ. વાત સાચી પણ છે. સાથોસાથ બીજી વાત એ પણ સાચી છે કે થોડી ધર્મસાધનાનું બળ આપણી પાસે છે. થોડાં અજવાળાની કમાણી ચાલુ છે. નાની બારી કામની છે. બહાર રહેલાં અજવાળાની રાહ જોવામાં, અંદર આવેલાં અજવાળાને ઠેબે ન ચડાવાય.
મોટું તપ ન થતું હોય તો નાનું તપ કરવાનું. કરવું તો મોટું તપ જ કરવું. નાના તપમાં મજા ન આવે. ભાવના સારી. સમીકરણ ખોટું. નાની બારીને સજા ન કરાય. નાની આરાધનાને મામૂલી ન ગણાય. નાની પણ આરાધના છે. થોડું પણ અજવાળું છે. નાનું તપ પૂરી લાગણીથી કરવાનું. સ્વકૃત સુકૃતની અનુમોદના દિલથી થવી જોઈએ.
એક કલાક વાંચવાનો સમય નથી મળતો. સળંગ ત્રીસ-ચાળીસ પાનાં વાંચીએ તો રસ પડે. બેત્રણ પાનાંમાં શું વાંચવાનું ? કલાકનો સમય મળે તો જ વાંચીએ, નહીં તો જવા દઈએ. આ ભૂલ છે. એક કલાકમાં ઘણાં પાનાં વંચાતા હશે. સવાલ વાંચવાના રસનો છે. જો તમને વાંચવામાં આનંદ આવતો હોય તો એક પાનું વંચાય તોય રાજીપો રાખી શકાય છે. થોડુંક જ વાંચ્યું. યાદ રહી ગયું. દિવસભર એની વિચારણા ચાલી. કરવા જેવું કામ છે.
મોટી આરાધના કરવાના મનોભાવમાં નાની આરાધનાને ધક્કો ન લાગવો જોઈએ. અષ્ટપ્રકારી પૂજા ન થાય ત્યારે ધૂપદીપ તો અવશ્ય કરી લેવા. મોટી પૂજાના વિચારોમાં નાની પૂજા બંધ રહે તેવું ન ચાલે. થાળી ગમે તેટલી ભરી હોય, કોળિયો તો એક જ લેવાય છે. એક સાથે દસ કોળિયા ખવાતા નથી. એક એક જ કોળિયે ખાવાનું હોય છે. ખાવું તો બધું એક ઝાટકે ખાવું, ટુકડે ટુકડે કોણ ખાય ? આવી વાતો કોઈ કરતું નથી.
નાની આરાધના પણ કામની છે. નાનું તપ લાભકારી છે. થોડું વાંચન પણ ઉપયોગી છે. મોટી આરાધના, મોટું તપ કે વધુ વાંચન ન થાય. તેનો સાચો અફસોસ જરૂર રાખવો. નાની આરાધનાની ઉપેક્ષા થાય તેવી ભૂલ ન કરશો.
નીતિવાક્યામૃતનો આ પહેલો સંદેશ છે : નાની બારીનું અજવાળું વધાવી લેજો .
खेरविषयं किं न प्रकाशयति दीप: ? (२) ‘સૂર્ય ન પહોચે ત્યાં દીવો પહોચે છે.”
રવિ જયાં ન પહોંચે ત્યાં કવિ પહોંચતા હશે. પણ અંધારું દૂર કરવામાં કવિતા કામ નથી લાગતી. સૂરજની પહોંચ ન હોય ત્યાં નાનો દીવો કામ લાગે છે. લાખ રૂપિયાનું બંડલ શાકભાજીની ખરીદી માટે કામનું નથી. ત્યાં તો થોડા છૂટા પૈસા જ કામ લાગે છે. પષ્મી પ્રતિક્રમણ રોજ ન હોય. એ તો પંદર દિવસે એક જ વાર થાય.
જબરદસ્ત આરાધના કરવી છે. શક્તિ નથી. ભરપૂર શાસન
- પર
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રભાવના કરવી છે. પુણ્ય નથી. હજારોને ધર્મ સમજાવવો છે. વચનનું બળ નથી. ચિંતા થાય તેવી હાલત છે. કામ મોટાં છે. કરવા જેવા છે. કરીએ તો લાભ પણ ગંજાવર મળે તેમ છે. તકલીફ એ છે કે કામ થઈ નથી શકતાં. સૂત્ર આશ્વાસન આપે છે.
સૂરજ ન થઈ શકો તો દીપક બનો. આપણે સૂરજ થવાનાં સપનાં જોઈએ છીએ. દીવો બનવાનું કૌવત દાખવતા નથી. સૂરજનું રાત સામે કાંઈ ચાલતું નથી. રાતનું દીવા સામે કાંઈ ચાલતું નથી. દીવાનું દિવસ સામે ચાલતું નથી તો દિવસે દીવાનું કામ હોતું પણ નથી. દીવો ભોંયરાને અજવાળે છે. બંધ બારણે પ્રકાશ ફેલાવતો દીવો સૂરજને બરોબર ભારે પડે છે.
ધર્મની ભાવનાને અનુરૂપ સામર્થ્ય ન હોય તો રડવાની જરૂર નથી. સામર્થ્ય ઓછું હોય એટલે ભાવના ઓછી જ હોવી જોઈએ એવો કોઈ ધારો નથી. સામર્થ્ય ન હોય તો પણ ભાવના ઊંચી રાખવાની છે. આપણી ધર્મભાવનાને થોડાં સામર્થ્યનો ટેકો તો મળ્યો જ છે. કરોડોનાં દાન આપણા હાથે ભલે નથી થતાં, સો-સવાસો તો આપી શકીએ છીએ. સેંકડો લોકોને ધર્મ નથી સમજાવી શકતા આપણે. તદન સાચું. બે-ચાર મિત્રોને તો ધર્મ પમાડી શકીએ છીએ.
સારું કામ કર્યા પછી એનો આનંદ જન્મે છે. આ આનંદ જ મહત્ત્વનો છે. સારું કામ નાનું હોય કે મોટું, એનો આનંદ મોટેભાગે એકસરખો હોય છે. જે બોધ સૂરજનાં અજવાળે પુસ્તક વાંચવાથી મળે છે એ જ બોધ દીવાનાં અજવાળે પુસ્તક વાંચવાથી મળી શકે છે. નાનાં કામ લખલૂટ આનંદ આપી શકે છે. સારું કામ નાનું છે કે મોટું તે જોઈને
આનંદ માણવા ન બેસાય. દરેકેદરેક સારું કામ એકસરખો આનંદ આપે છે. સારું કામ કેટલું કર્યું તે જોવાનું છોડી દો. સારું કામ કેવા આનંદથી કર્યું તે જોવા માંડો. સારું કામ દિલથી કરો, બસ.
સૂત્ર બીજો સંદેશ પણ આપે છે : નાનો દીવો, સૂરજની ગરજ સારી શકે છે.
युक्तमुक्तं वचो बालादपि गृह्णीयात् । (३) ‘સારી વાત બાળમુખેથી પણ સ્વીકારવી.’
નાનાં મોઢે મોટી વાત ન કરવાની કહેવત સાચી છે. એ કહેવત નાનાં મોઢે મોટી વાત સાંભળવાની ના નથી પાડી. આપણે જાતને નાના માનીએ. બોલીએ તે સંભાળીને બોલીએ. બીજાને નાના માનવાની જરૂર નથી. સારી વાત કરે તે મોટો માણસ છે. વાત કરનારો મોટો માણસ હોય તો પછી તેની સારી વાત સાંભળીએ એ આપણો અભિગમ છે. નાના પાસેથી ઘણું સમજવાનું મળે છે. સૂત્ર કહે છે : વ્યાજબી વાત તો નાના-ની પણ માનવી. નાના એટલે મા-ના બાપા નહીં. નાના એટલે ઉંમરમાં નાના હોય તે.
આપણા વાળ ધોળા હોય એટલે કાળા વાળવાળા આપણી માટે નાના થઈ જાય છે. આપણે એમને સલાહ આપીએ છીએ. એમની સલાહ માનવાનું આપણે વિચારી પણ શકતા નથી. જેમને સાવ નાના જોયા હોય તે થોડા મોટા થઈ જાય ત્યારે આપણે એમનું નાનપણ યાદ રાખીને જ ચાલીએ છીએ. એને લીધે એની સારી વાત સ્વીકારવી ગમતી નથી. આપણને એની વાત પડકારજનક લાગે છે. ‘તો સાવ અબુધ હતો. તું
Page #8
--------------------------------------------------------------------------
________________
વળી મને શાનો ઉપદેશ આપે ?” આપણે વગર કારણે છંછેડાતા રહીએ છીએ. સારી વાત કહેનાર તો પોતાને મોટો માનીને બોલતો જ નથી. એ વાતની સચ્ચાઈને મહત્ત્વ આપવા બોલે છે. આપણો અહં વગર કારણે સ્પર્ધા બાંધી લે છે. જાણી જોઈને એની વાત ઉવેખવામાં આવે છે.
ઈર્ષા થાય છે. અપમાન થાય છે. ઝઘડા થાય છે. સંબંધ તૂટી જાય છે. મોટાઈના મોહમાં સાચી વાત સમજાવનારો દોસ્ત હાથમાંથી ચાલ્યો જાય છે. સુત્ર સમજવા જેવું છે. વાત સાચી હોય તો માનતા શીખો. વાત સારી હોય તો કબૂલતા શીખો. એ વાત તમારી ભૂલને લગતી હોય તો ભૂલ સુધારી લો. હું મોટો છું, એવી જક પકડવાનું રહેવા દો.
તમને નાનાં મોઢે મોટી વાત સાંભળવી નથી ગમતી તે તમારી લઘુતા છે. સૂરિજી ફરમાવે છે : જે દિશામાં આપણી બુદ્ધિ નથી ચાલતી તે દિશામાં એ નાનકડા ભાઈની બુદ્ધિ ચાલતી હોય તો એનો લાભ લેવામાં નુકશાન શું છે ?
આપણાથી સારું અને ઉત્તમ માર્ગદર્શન બીજો કોઈ આપી શકે છે તે માનવા આપણે તૈયાર જ નથી. એ પાછો નાનો હોય તો તો થઈ રહ્યું. માનને કોરાણે મૂકી દો. સારી વાત સાંભળવા મળી તેઓ આનંદ લો. એક નવી જ સમજ ઊઘડી આવી તેનો આભાર માનો. એ કહેનાર તમને મોટા માનીને જ કહી રહ્યો છે. એ સાંભળવાથી તમને ફાયદો તો છે જ. સાથોસાથ એ મોટી વાત તમે પણ બીજાને કહી શકવાના છો. તમે નાનાનું સાંભળશો તો મોટા તમને પણ સાંભળશે. સંબંધની આ વિશેષ દૃષ્ટિ છે.
૨. બોલવાનું સમીક્રણ
Page #9
--------------------------------------------------------------------------
________________
બોલ્યા વગર તો ચાલવાનું જ નથી. બોલવાની સાથે સંકળાયેલી વ્યક્તિમત્તા પારખતા આવડવી જોઈએ.
જિદગીનાં મોટાભાગનાં કામોમાં બોલવાની જરૂર પડે છે. તમે શું બોલો છો તે તમારી ઓળખ છે. તમે શું નથી બોલતા તેય તમારી ઓળખ છે. સારા માણસ હશે તે સારી વાતો કરશે, ખરાબ વાત નહીં કરે. એ પ્રશંસા કરશે, નિંદા નહીં કરે. એ સારા માણસની જ પ્રશંસા કરશે, હીન માણસોની પ્રશંસા એ કદી નહીં કરે. હીન માણસોની નિંદા કરાય પણ નહીં. એ હીન માણસો આપણને ફાડી ખાય. બીજી વાત, હીન માણસો એટલા નિર્લજજ હોય છે કે નિંદા થાય તેમ હીનતા વધારે.. ત્રીજી વાત, નિંદા તો કોઈની ન થાય. સજજનની નિંદા અન્યાયકારી છે. દુર્જનની નિંદા નુકસાનકારી છે. સારા માણસોની ઓળખ એ છે કે તે હીન માણસોની પ્રશંસા કદી નહીં કરે. સારા માણસો કામ વગરની વાતો પણ નથી કરતા.
ટૂંકમાં અર્થહીન વાતો અને હીન અર્થવાળી વાતો સારા માણસ ન કરે. વાતો કરતી વખતે તે આટલી જાગૃતિ રાખે જ.
ખરાબ માણસો વિચિત્ર વાતો કરશે. ગમે તેમ બોલશે, પ્રશંસા અને નિંદામાંથી તે નિંદાની પસંદગી જ કરશે. તે આખા ગામની ભૂલ કાઢશે. તે ડગલે ને પગલે ઝઘડશે. તેમને વાતે વાતે વાંધા પડશે. તેમના શબ્દો શાલીન નહીં હોય. તેમની પાસેથી ઉમદા પ્રેરણા લગભગ નહીં મળે. તે બીજાને બગાડશે. તે બીજાનું બગાડશે. બોલીને તે ઘોર ખોદી નાંખશે.
પ્રશંસા તે કરશે, પણ પોતાની. પોતાનાં ડંકો વાગે એમાં એ રસ
सतामसतां च वचनायत्ताः खलु व्यवहाराः (४) માણસ ખરાબ હોય કે સારો, વહેવાર તો બોલીને જ કરશે.”
સારો માણસ બોલે જ નહીં, ખરાબ માણસ જ બોલે. આવા નિયમ તો છે નહીં. કામ કરવા હોય કે કરાવવા હોય–બોલવાનું તો થાય જ.
ન્ટર
Page #10
--------------------------------------------------------------------------
________________
લેશે. પોતાની વાહવાહ થાય તેમાં એને મજા આવશે. પ્રશંસા સાંભળીને એ ફુલાશે. સારા માણસ પ્રશંસા સાંભળીને સંકોચ પામે. આ લોકો તો પ્રશંસા સાંભળીને ઘેલા કાઢશે.
સૂત્રે સમજાવે છે કે તમારી આસપાસના લોકોનો વહેવાર જુઓ. એમની બોલચાલનું ધ્યાનથી અવલોકન કરો. એમની વાતચીતને પારખતા જાઓ. તમને આપોઆપ સમજાશે કે સારા કોણ છે અને ખરાબ કોણ છે.
યોગીઓ શબ્દોમાં બંધાય તેવા વહેવારમાં પડતા જ નથી. તેમની વાતોને વહેવારના ત્રાજવે તોલાય નહીં. દુનિયાના દરબારમાં જીવતા માણસોની આ વાત છે.
બોલવામાં શાલીનતા ન જાળવે તે સારા નથી. બોલવામાં શાલીનતા જાળવે તે સારા છે.
શાલીનતાનો સંબંધ માત્ર શબ્દો સાથે નથી. શબ્દો સાથેના ભાવ પણ જોવાના. આ એક ચાવી છે. એનાથી ઘણાં તાળાં ખૂલે છે.
સ: 7 મહાન, य आर्तोऽपि दुर्वचनं न ब्रूयात् । (५) દુ:ખમાં પણ ઢીલું ન બોલે તે મહાનું.”
તકલીફ આવે ત્યારે આપણે પોત પ્રકાશીએ છીએ. રડવાની અને ઝઘડવાની કળા જન્મસિદ્ધ હોય તે રીતે રંગ જમાવે છે. બીજાને દોષ દીધા વગર ચાલતું નથી. બીજાને તકલીફ બતાવ્યા વગર રહી શકાતું નથી.
આપણાં દુ:ખની બીજાને ખબર પડે તેનાથી આપણને કોઈ અજીબ આશ્વાસન સાંપડે છે. દુઃખનાં ગાણાં ગાવામાં આપણે ઉસ્તાદ છીએ. સાચેસાચું કહીએ છીએ તેમ માનીને આપણે બધું જ બોલી નાંખીએ છીએ. તકલીફની શરૂઆત ક્યાંથી થઈ ? કેવી રીતે સંયોગોએ પલટો લીધો ? વિશ્વાસઘાતીનું વર્ણન તો મહાકવિની જેમ કરી લઈએ છીએ. અત્યારે આપણા માથે કેટલું બધું વીતી રહ્યું છે તેનું વિગતવાર બયાન આપીએ છીએ. સૂત્રના શબ્દો મજાના છે ; તકલીફ આવે ત્યારે ખરાબ શબ્દો ન બોલે તે મહાનું છે. મતલબ શું થયો ખબર છે? મતલબ એ થયો કે તકલીફ આવે તે તેમને મહાનું બનાવવાની તક લઈને આવે છે.
આપણે તકલીફને નાનપ સમજીએ છીએ. તકલીફ આવી એટલે જિંદગી બગડી ગઈ. મુશ્કેલી આવી એટલે જીવન ધૂળધાણી થઈ ગયું. આપત્તિ આવી એટલે આપણે નકામા થઈ ગયા. વિપદાને લીધે આપણાં ગૌરવનું પતન થઈ ગયું એવું માનીને આપણે રોવા બેસી જઈએ છીએ. યાદ રાખજો , વિપદા એક નાની સમસ્યા છે. વિપદાને લીધે લાગણીમાં જે તોફાન ઊઠે છે તે મોટી સમસ્યા છે. વિપદા ભૂંસાઈ જાય છે. લાગણીના જખમ નથી ભૂંસાતાં. એ વિચારોને પાંગળા બનાવી દે છે.
નીતિવાક્યામૃત આપણા આત્માને ઢંઢોળે છે. નાની તકલીફમાં પણ તમે ફરિયાદ કરો છો તો તમે મહાનું શી રીતે થવાના ? તકલીફો સાથે ચૂપચાપ લડી લો. તકલીફો એ તમારો અંગત મામલો છે. બહારના માણસો આગળ એની રજૂઆત કરવાથી ફરક નથી પડવાનો.
અલબત્ત, સથવારો લેવાની ના નથી. સાચા સહાયકને બધું જણાવી
- ૧૩ -
- ૧૪ -
Page #11
--------------------------------------------------------------------------
________________
શકાય. પણ, તકલીફનાં નામે બીજાની સહાનુભૂતિ ખરીદવાની આદત ખોટી છે. આપણો મોભો આમાં ખતમ થઈ જાય છે. શૂન્ય પાલનપુરીએ સરસ વાત કરી છે.
શાંત હો આકાશ તો ઊડે પતંગો બેસુમાર શૂન્ય’ કિંતુ આંધીઓમાં પણ ચગે એ જિંદગી.
આકાશમાં આંધી ઊઠે ત્યારે પતંગોની ડોક ઢળી જાય છે. હવા અનુકૂળ હોય તો જ પતંગ ચગે છે. જિંદગીને પતંગ જેવી બનાવવાની નથી. તકલીફને ખમી ખાવાનું વ્રત લો. હું તકલીફમાં છું, એની દીનતા બીજાને બતાવતા નહીં.
જૂના કર્મો હેરાન કરે છે ત્યારે કોઈનો સાથ કામ નથી લાગતો. બોલીને તકલીફને ગાળો દઈએ તેનાથી જૂનાં કર્મો વધતાં જાય છે. તકલીફ સહન ન થાય તો સદ્ગુરુ પાસે જઈને આશ્વાસન મેળવી લો. સ્વાર્થના સંબંધો પર ચાલતી દુનિયાના કોઈ માણસ આગળ તકલીફની ફરિયાદ કરશો નહીં. તકલીફના કારણરૂપે કોઈ વ્યક્તિને દોષ પણ દેતા નહીં. એ દુશ્મનીનો રસ્તો છે. એ વ્યક્તિએ તમને ખરેખર તકલીફમાં મૂક્યા જ હોય તો શાંતિથી એની સાથેનો સંબંધ સમાપ્ત કરી દો.
સૂત્રનો સંદેશ અભુત છે : તકલીફ વખતે જે ખરાબ શબ્દો ન બોલે તે મહાન છે. પરાપવાન ઉર્ષ મતે ની: (૬) બીજાની નિંદા કરીને પોતાને સારા ઠેરવે તે નીચ.
બીજાની બૂરાઈ ગાવાનું શું કામ ન ગમે ? બીજાની ખરાબી જાહેર કરવામાં આપણને સંતોષ મળે છે કેમકે આપણે એ ખરાબીમાં ફસાયા નથી હોતા. આપણી મોટાઈ પૂરવાર થાય છે. એ ખરાબી આપણાં જીવનમાં હોય જ, તો પછી આશ્વાસન મળે છે. એકલો હું ખરાબ નથી, એ પણ ખરાબ છે. આ નિંદાની શરૂઆત કર્યા પછીનો તબક્કો છે.
ઘણી વાર એવું બને છે કે આપણી સલામતી માટે બીજાની બદનામી જરૂરી બની જાય છે. આપણે પ્રગતિ નથી કરી શકતા, વાતે પ્રગતિ કરી રહેલાને ભૂંડા ચીતરો. આપણે પ્રગતિ કરીએ છીએ તો આપણી જેમ જ પ્રગતિ કરી રહેલાને નબળા ચીતરો. આપણાથી પ્રગતિમાં જે આગળ હોય તેમને બદનામ કરી નાંખો. આપણા માણસોમાં એમની નબળાઈઓની વાતો એ રીતે ફેલાવી દો કે પેલાની વિશેષતા, પ્રગતિ, શ્રેષ્ઠતા નકામી દેખાય. આમ બને તો આપણી પ્રગતિ સોળે કળાએ દીપવા લાગે. બીજાને ઝાંખા પાડીને પોતાનો ચમકારો બતાવનારાનો આજે રાફડો ફાટ્યો છે. સૂત્ર કહે છે, બીજાની ખરાબી ગાઈને પોતાની મહત્તા સાબિત કરે તે નીચ છે.
આપણને આવું કરવાની આદત છે. આપણને લખતા નથી આવડતું એટલે જે લખી શકે છે એની ભૂલ કાઢવાની. આપણને બોલવા નથી મળતું એટલે જે બોલે છે તેની ખામી શોધવાની. આપણને ચાલવાનું ગમતું નથી એટલે જે ચાલે છે તેની મશ્કરી કરવાની. આપણને જે કરવા નથી મળતું તે બીજાને કરવા ન મળે, આવી દાનત છે આપણી. આપણે
જ્યાં જીતી ન શકયા ત્યાં બીજાએ હારવું જ જોઈએ. આપણી મોટાઈ જીવંત રહે તે માટે આ જરૂરી લાગી રહ્યું છે.
- ૧૫ -
Page #12
--------------------------------------------------------------------------
________________
સબૂર, પરાપવાદ કહેતાં નિંદા પરોપજીવી જંતુઓનો રોગ છે.
બીજાને મૂરખ કહીએ તો જ આપણે ડાહ્યા છીએ તે દેખાય, આ. ગલત માન્યતા છે. તમે તમારી રીતે પ્રામાણિક હશો તો બીજાનું ભૂંડું બોલ્યા વિના ડાહ્યા દેખાવાના છો. ઊંચાઈ સર કરવા માટે જાતે ચડવું પડે છે. બીજાને ધક્કો મારવાથી ઊંચાઈ સર નથી થતી. ઊંચાઈ સર કરવા માટે નજરને આગળ રાખવી પડે છે. પાછળ જોતા રહીએ તો નીચે જ પડીએ.
આપણી ઉત્તમતાની પરીક્ષા આ સૂત્ર દ્વારા કરવાની છે.
બીજા ભૂલ કરે છે ત્યારે આપણે મચી પડતા હોઈએ એની પાછળ, બીજા ચૂકે તો પસ્તાળ પાડી દેતા હોઈએ આપણે, તો ઉત્તમતા દૂર છે.
અલબત્ત, સાચું બોલવું, ખોટું ન બોલવું આ સનાતન સૂત્ર સાથે બાંધછોડ કરવાની એ વાત નથી. આ વ્યક્તિગત મૂલ્યોનો સવાલ છે. નિજી અહંને સંતોષવા માટે બીજાને હલકા પાડવાની વૃત્તિ માત્ર સાસુવહુમાં જ હોય છે તેવું નથી. એ દરેકમાં હોય છે. નીચ માણસોને બીજાની બદનામી કરવાનું ગમે તે ભલે. આપણે તો ઉચ્ચ છીએ. આપણે મોભો ચૂકવો નથી. આપણો ઉત્કર્ષ આપણા પગ પર થવો જોઈએ. બીજાના પગ માટીના હોય તે એમની સમસ્યા છે. આપણે આપણા પગનું ધ્યાન રાખીએ તો ઘણું છે.
न खलु अन्यपरमाणूनामल्पत्वेन મેરા: મહી, પ સ્વમુળદેવ 1 (૭). બીજી વસ્તુઓ નાની છે માટે મેરુ મહાનું નથી. મેરુ પોતાની
મોટાઈથી મહાન છે.
મેરુ પર્વત અતિશય મહાન છે. એની તોલે બીજા પહાડ ન આવી શકે. મેરુ પર્વતની મોટાઈ એની પોતાની ઊંચાઈથી જ જાણવા મળે છે. બીજા પહાડો નાના છે માટે મેરુ મોટો દેખાય છે તેવું નથી.
સુત્ર માત્ર દાખલો આપે છે. સમજવાનું આપણે છે. આસપાસમાં સારા માણસો હોય જ નહીં એટલે આપણે સારા દેખાઈએ તે અલગ વાત છે અને ઘણા સારા માણસોની વચ્ચે આપણે સારા નીવડીએ તે વળી સાવ અલગ વાત છે. સારા થવા માટે બીજાનું ખરાબ હોવું જરૂરી નથી. આપણને આ વાત નથી સમજાતી.
થોડાં સારાં કામ કરી લઈએ તે પછી આપણી નજર આજુબાજુ ફરવા લાગે છે. આપણે કર્યા હોય તેવાં સારાં કામ બીજા કોઈ કરતા નથી એવું દેખાય એટલે આપણને ગર્વ ચડે છે. મોટાભાગના ધર્મો સજ્જનોનો આ અંગત અનુભવ છે. બીજા પાછળ રહી ગયા તે આપણી સફળતા નથી. આપણે આગળ વધતા રહીએ એ આપણી સફળતા છે. બીજા એક ઉપવાસ નથી કરતા, આપણે ત્રણ ઉપવાસ કરી લીધા. સરખામણી કરીને હરખાયા. પરિણામ એ આવ્યું કે ચોથો ઉપવાસ કરવાનું યાદ ન આવ્યું. મોટો તપ ચુકાઈ ગયો. બીજા બધા દર્શન કરવા નથી જતા. હું રોજ પૂજા કરું છું. સરખામણી કરી. નુકસાન એ થયું કે સ્નાત્રપૂજા સુધી પહોંચવાનું ભૂલી ગયા.
બીજાની સાથે તુલના કરતા રહેવાથી થોડીક પ્રગતિ થતી હશે. પણ એ રસ્તે વધારે પ્રગતિ કરી શકાતી નથી. આ છેતરામણી રમત છે. તમે
- ૧૮
Page #13
--------------------------------------------------------------------------
________________
બીજાથી આગળ નીકળવા માટે થોડી મહેનત કરીને રાજી થયા કરો છો. તમારી ખૂબ ખૂબ આગળ વધવાની મૂળભૂત તાકાતને સરાસર અન્યાય થાય છે.
હજાર રૂપિયાની કમાણી કરનારો, સો રૂપિયાની કમાણી કરનારની સરખામણી કરીને પોતાને શ્રીમંત માને તો હજારો રૂપિયા રળી શકતો નથી. બીજાની નબળાઈનાં જોરે પોતાની સબળાઈને પોરસાવે તે મૂરખ છે.
સાવ સાદો દાખલો લો. જ્યાં કોઈ ભણતું જ ન હોય ત્યાં જઈને બારાખડીનો જાણકાર પોતાને વિદ્વાન ગણાવે તેમાં કશી ભલીવાર નથી. તમારે તમારું ઘડતર, તમારું ભણતર એકમાત્ર તમારી માટે વધારવાનું છે. તમારા ગુણો જ તમને આગળ લાવશે. તમારી વિશેષતા જ તમને ઊંચે લઈ જશે.
મેરુપર્વતે પોતાનાં ગૌરવને જાળવ્યું છે. તમારે તમારો પ્રભાવ જીવંત રાખવાનો છે. બીજાની અધોગતિનો વિચાર તમારે નથી કરવાનો. તમારે તમારી પ્રગતિનો વિચાર કરવાનો છે. શ્વાસ તમે લો છો, જીવન તમે જીવો છો તો ગુણો તમારા પોતાના હોવા જોઈએ. બીજા નગુણા હોય તે જોઈને તમે તમારી જાતને ગુણિયલ ન માની શકો. બીજાના થોકબંધ દોષ જોઈને તમે તમારા એકાદ-બે સદ્ગુણ પર અટકી ન શકો.
હજી ઘણું બધું પામવાનું બાકી છે. હજી ઘણું મેળવી શકાય છે. આપણામાં ઘણા ગુણો સિદ્ધ કરવાની શક્તિ છે. એને કામે લગાડીએ. બીજાના દોષો એમને જ મુબારક.
૩. સ્વભાવની પારાયણ
- ૧૯ -
Page #14
--------------------------------------------------------------------------
________________
સાદી સરળ વાત છે. બધા આવું જ કરે છે અને આવું કરીને બધા વધારે ને વધારે હેરાન થયા કરે છે. હેરાન કરનારને હેરાન કરતા રહેવાથી પ્રશ્ન ઉકેલાવાનો નથી. અશાંતિનું વર્તુળ રચાય છે, બસ. આમને સામને મોરચાબંદી સાથે દિવસો અને વરસો બગડે છે. શાંતિ ખાખ થઈ જાય છે. રાહત ખતમ થઈ જાય છે. સંતોષાય છે માત્ર મિથ્યાભિમાન. આપણને વહેવાર ન લાગે તેવું સૂચન સુત્ર આપે છે ; અપ્રિય કરે છે તે માણસનું મારણ એક જ રસ્તે થઈ શકે છે, તેનું પ્રિય કરો.
ધર્મ અને નીતિ અહીં એક થઈ જાય છે. અપ્રિયકારીને મૂળસોતો ઉખેડી નાખવાની ચાણક્યનીતિ આ નથી. આ સોમદેવનીતિ છે. તમને જેની સાથે વાંધો છે તેને તમે ગમે તેટલો પરેશાન કરશો તોય એ મચક આપવાનો નથી. એની વૈરગાંઠ મજબૂત જ થવાની છે. એ માણસ બીજા ઘણાને સાચવે છે. એની સાથે સારાસારી હોય એવા માણસો માટે એ ઘણું કરે છે. તમારી સાથે નથી પટતું એટલે તમને નડ્યા કરે છે.
એક વાત નક્કી છે : વૈરભાવ મોટે ભાગે સહજ નથી હોતો. એને મનમાં જગાડવો પડે છે. બીજી વાત એ છે કે પોતાના વૈરભાવને કોઈ માણસ જાતે થઈને ઠારી શકતો નથી. વરની બાબતમાં દરેક માણસ વળતી લડત આપતો રહે છે. સામા માણસને બતાવી દેવાની વૃત્તિ સતત ભડક્યા કરે છે. જે થઈ રહ્યું છે તેમાંથી બહાર નીકળવાનું યાદ જ રહેતું નથી.
પામર ઝઘડાઓ માટે જિંદગી નથી. જીવવાનો રસ કરમાય તેવા પરાક્રમો કરવામાં કશી મોટાઈ નથી. દરેક સંઘર્ષ આપણી શાંતિની કરુણાંતિકા લાવે છે. સંઘર્ષમાં જીત અને હાર એક એક પક્ષને મળતા હશે
अप्रियकर्तुः न प्रियकरणाद् अन्यद् मारणमस्ति । (८)
હેરાન કરનારને પ્રિયવચનથી હરાવજો.
તમારો કોઈ સાથે ઝઘડો થઈ જાય છે. તમે હેરાન થાઓ તેવા કારનામાં સામો પક્ષ કરે છે. તમને ન ગમે તેવી અડચણો ઊભી કરવામાં આવે છે. તમે શું કરો ? વેર લેવાનું નક્કી કરીને વળતી લડત આપો.
- ૨૧ -
Page #15
--------------------------------------------------------------------------
________________
પરંતુ ખુવારી તો બન્ને પક્ષને મળે છે. શરૂઆતથી જ જાગવાનું છે.
નાના અપમાનથી ઘવાઈએ છીએ તેને બદલે હસતા શીખીએ. અપમાન કરનારને થોડું વધારે માન આપીએ. ગુસ્સો કરનારને આક્રોશ કરીને તોડી પાડીએ છીએ તેને બદલે ચૂપ રહેતા શીખીએ. એવી શાંતિ રાખીએ કે સામા માણસને જ પોતાના ગુસ્સાનો પસ્તાવો થઈ આવે. નિંદા કરનારી વ્યક્તિને પ્રશંસાથી વધાવીએ. પથ્થરનો જવાબ ફૂલથી આપીએ. આ નીતિ અઘરી જરૂર છે પરંતુ આ નીતિ જિંદગીને સરળ બનાવી દે છે. શું નથી કરવું—તેનો પાક્કો નિર્ણય લઈ જવો જોઈએ. ગુસ્સો નહીં. ઝઘડો નહીં. ફરિયાદ અને નિંદા નહીં. રાજકારણ નહીં. આપણે સરળ અને સારા બની રહીએ. તેની સામે બધી જ તકલીફો નગણ્ય છે. સારા બનવાની કિંમત તો ચૂકવવી જ પડશે.
સામો માણસ જડ નથી, સમજદાર છે. એક દિવસ એ જરૂર થાકશે. એક સમય તો એવો આવશે જ્યારે એ પથ્થરદિલને પીગળવું પડશે. રાહ જોવાની છે. વૈરની પરંપરા વરસો સુધી ચાલે જ છે, પ્રેમની પરંપરાને લાંબી ચલાવીએ. વૈરના સંબંધમાં એકપક્ષી પ્રેમ મહાન્ આશા આપે છે. સામા માણસનું વૈર એકપક્ષી થઈ જાય એ જ આપણી સૌથી મોટી જીત છે. મહાપુરુષો આ નીતિથી જીવ્યા અને જીત્યા. આપણે એ રસ્તે ચાલવું
જ છે.
कलहजननमप्रीत्युत्पादनं च दुर्जनानां धर्मः । (९)
ઝઘડો કરવો અને નારાજગી આણવી આ બે દુર્જનનાં કામ છે. બીજાને ચૂપ કરી દેવામાં, બીજાને નારાજ કરવામાં, બીજાને હરાવી ૨૩~
નાંખવામાં તમે ઉસ્તાદ હશો. તમને આનું અભિમાન પણ હશે. તમને કોઈ વતાવતું નથી. તમારા મિજાજને સૌ સંભાળી લે છે. તમારી જિંદગીની આ મોટી સફળતા છે. હશે. આ સફળતાએ જ તમારી સજ્જનતાને ખતમ કરી નાંખી છે. સફળતા કરતા સજ્જનતા વધુ કિંમતી છે. તમને શું પસંદ છે ?
જવાબ આપવા પૂરતી તમે સજ્જનતા પસંદ કરશો. હકીકતમાં સજ્જનતાના ભોગેય સફળતા મેળવી લેવા તમે તૈયાર છો. તમે કોઈ સાથે ઝઘડો છો, તમે કોઈને પરેશાન કરી મૂકો છો ત્યારે દુર્જન પૂરવાર થાઓ છો તે યાદ રાખજો. સજ્જનો ઝઘડતા નથી. સજ્જનો બીજાને અપમાનિત કરતા નથી. સજ્જનો કાયમ ઝઘડો ટાળે છે. સજ્જનોને બીજાની
નારાજગી ગમતી નથી. ઝઘડવું અને બોલીને બગાડવું આ બે માર્ગ પર દુર્જન ચાલે છે. સજ્જનનો આ રસ્તો નથી.
સજ્જનની ફોરમ એના સ્વભાવમાંથી મહોરે છે. એ જ્યાં હોય ત્યાં પ્રસન્નતા ખીલે. એની હાજરીમાં તનાવ ઘટે. એ બોલે એનાથી મનને આનંદ સાંપડે. આપણી લાગણીને સજ્જન તોડતા નથી. સજ્જન હો જ પાડે તેવું નથી. તે ના પણ પાડે. એની શાલીનતા એવી હોય છે કે એ ના વાગતી નથી. દુર્જન હા પાડે તોય એ ફટકાની જેમ લમણે ઝીંકાય છે.
નાની નાની વાતોમાંથી સજ્જનતા ટપકતી હોય છે. તમે વાતચીત કરો તો ત્યારે બીજાની વાતને ઉડાડી દો છો, બીજાને બોલવાની તક ઓછી આપો છો, વધારે અવાજ એકમાત્ર તમારો જ હોય તેવા પ્રયત્ન કરો છો. આ સજ્જનતા નથી. દુર્જનતા પણ આવી નાની વાતોમાંથી નીતરી આવે છે.
-૨૪
Page #16
--------------------------------------------------------------------------
________________
તમારી સાથે વાત કરનારને ઝાટકો લાગે તેવું કડવું બોલવાની આદત દુર્જનતાની નીપજ છે. બીજાને ઠમઠોરી દેવાથી તમારી મોટાઈ સિદ્ધ થતી નથી. બીજાને પરાજીત કરવાથી તમારો જયજયકાર થઈ જતો નથી. બીજાની લાગણી જીતવાથી જ સજજનતાને અવકાશ મળે છે. સૂત્રનો સંદર્ભ સમજવા જેવો છે. ઝઘડો કરવો અને નારાજગી આપવી આ બે દુર્જનના સ્વભાવમાં છે.
તપાસવા જેવું છે. આજ સુધી લગભગ દરેક સાથે કલહ થયો છે. દરેકને નારાજગી આપી છે. સફળતાના નશામાં સજજનતાનો બ્રાસ થઈ ગયો છે. તમારી વાણી પરથી તમારી સાચી પહેચાન મળે છે. વાતે વાતે વાંધો પડે તેવા માણસોને કોઈ પસંદ કરતું નથી. વગર લેવેદેવે મનને તોડે તેવા આદમીને કોઈ આવકાર નથી આપતું.
દુર્જન સાથે વાત કરનારા ડરતા જ હોય છે. સજજન સાથે વાત કરનારા ખુશમિજાજ હોય છે. સારા માણસ બનવા માટે વાતચીતને સારી બનાવવી જોઈએ. અલબતુ, જૂઠું બોલીને, દંભ આચરીને, નીતિ સાથે બાંધછોડ કરીને મીઠાં વચનો બોલવાના ન હોય. સચ્ચાઈને ઠેબે ચડતી જોઈનેય તમે મીઠાં મીઠાં ગીતો ગાતા રહેશો તો કાપુરુષ લેખાશો. એવે વખતે તો વાણીમાં તલવારની ચમક હોવી જોઈએ. ભૂરા માણસો સાથે નારાજગી બંધાઈ જાય તેની પરવા પણ કરવાની ન હોય.
સરેરાશ જીવનયાત્રામાં કલહ અને અપ્રીતિથી દુર રહેવાનું છે. તમારો પરિવાર, તમારા મિત્રો અને તમારું મન–કલહ અને અપ્રીતિનું વજન ઝીલી શકતા નથી. એમને રાહતનો શ્વાસ મળે તે માટે સજ્જનતાને સમજવાની છે. દુર્જનનો ધર્મ દુર્જન પાસે રહેવા દો. તમે સજ્જન છો.
- ૨૫ -
તમારી માટે કલહ અને અપ્રીતિ કામનાં નથી.
तत् सौजन्यं वाग्मिता च यत्र नास्ति परोद्वेगः । (१०) બીજો કંટાળે નહી તે જ સજ્જનતા.
તમારી સજ્જનતાનું પ્રમાણપત્ર તમારા જ હાથે લખીને તમે રાજી થતા હશો. કોઈપણ માણસ પોતાને ખરાબ માને જ નહીં. દરેકને પોતાનો સ્વભાવ સારો જ લાગે. પોતાની વાતો પણ દરેક માણસ સારી જ માનતો હોય છે. પોતાના માનવાથી આપણે સારા બની જવાના નથી. તમારી સજજનતા અને વાચાળતા સારી છે કે નહીં તે નક્કી કરવાનું કામ બીજાને સોંપી દો, સૂત્ર કહે છે. બીજાને તમારાથી દૂર ભાગવાનું મન થાય છે તો તમારી સજજનતા જોખમમાં છે. બીજાને તમારી વાતો સાંભળવામાં ત્રાસ થાય છે તો તમે તમારી વાતોની બાબતમાં ફેરવિચારણા કરો. તમે સાચા હશો અને તેનાથી જૂઠા માણસો દૂર ભાગતા હશે તો એ તમારી જીતે જ છે. તમારો સ્વભાવ બીજાને નડે તે તમારી હાર છે.
તમે બીજાની વાત સાંભળી શકો તે સજજનતા. તમે બીજાને હિંમત આપો તે સૌજન્ય. તમે બીજાને નારાજ કર્યા વિના સાચું સમજાવી શકો તે સ્વભાવની સુંદરતા.
તમે પોતાની જ વાત રગડ્યા કરો તે ક્રૂરતા છે. તમે બીજાને સાવ તોડી પાડો તે દુષ્ટતા છે. તમે સાચું ખોટું સમજાવ્યા વિના બીજાને નારાજ કરી મૂકો તે દુર્જનતા છે.
માણસને એમ જ લાગે છે કે હું કરું તે ગમવું જોઈએ અને હું કહું તે માનવું જોઈએ. તમે કરો તે બીજાને ન ગમે તો તમે પરાણે ગમાડવા
Page #17
--------------------------------------------------------------------------
________________
સલાહ આપવી, વગર કારણે સલાહો માંગીને સમીપતાને નીચોવવી, પોતાની મંજૂરી આપતા હોઈએ તે રીતે પ્રશંસા કરવી, ઉપકાર કર્યો હોય તેવા સૂરમાં પ્રસંગનું સાહચર્ય વાગોળવું, બીજાના સમયને ખાઈ જવો, બે જણાની વાતમાં વચ્ચે (અહિંસક રીત) માથું મારવું, વધારે પડતી રમૂજઆ બધી પરોઢેગજનક પ્રવૃત્તિ છે. તમે ઓળખી લો. તમારા હાથે આવા પરાક્રમો થતા હશે તો તમે ધીમે ધીમે સંબંધનો સંગ્રામ હારી રહ્યા છો. સોમદેવનીતિ સંબંધને સાચવીને સમાધિના સહાયકોને અકબંધ રાખવા જણાવે છે.
આત્મપ્રશંસા કરો છો. એક તો કામ ઢીલું થયું હોય અને ઉપર આત્મશ્લાઘાનો થર ચડે એટલે પછી સામો માણસ કંટાળે જ. તમને બોલતા આવડતું નથી, સમજાવવાની ફાવટ નથી. ચૂપ રહેવા તમે તૈયાર નથી. ગમે તે ગોળા ગબડાવો છો. સામો માણસ ત્રાસીને ઊભો થઈ જાય છે. તમે પીછો પકડીને તેને પાડી દેવા મથો છો. બીચારો એ માણસ હતપ્રભ થઈ જાય છે.
તમારું કામ, તમારો વહેવાર, તમારી વાતોને સારા બનાવી રાખવા માટે જાગૃત રહો, કામ, વહેવાર અને વાતો સારા હોવા છતાં આત્મપ્રશંસાને લીધે પણ બીજા માણસનો પ્રેમ તૂટી શકે છે. સારું હશે તે જાતે દેખાશે. ફૂલ પોતાની સુવાસની પ્રશંસા કરતું હોત તો કદાચ, બદનામ હોત. ફૂલ ચૂપચાપ સારું પૂરવાર થાય છે તો છેક ભગવાનના ખોળે પહોંચે છે. સારા થવાની આદત પાડો, સારા દેખાવાની નહીં. સારા થનારને સારા તરીકે માન આપનારા હોય જ છે, સારા દેખાઈને મળે છે શું ? જે મળે છે તે સારા થવાથી મળે છે.
બીજા તમારી નોંધ તો લે જ છે. તમે સારા હશો તો તમારું સારું જોશે. તમે સારા દેખાતા હશો તો એ દેખાવના આધારે તમને મૂલવશે. દેખાવ અને વર્તાવ જુદા હશે તો એક દિવસ સચ્ચાઈ જાહેર થશે જ. ત્યારે બીજાનો આદર ખતમ થઈ જશે. તમે બદનામ થઈને રહેશો.
સૂત્ર સમજવા જેવું છે.
બીજાને તમારાથી કંટાળો ન આવવો જોઈએ. ઝઘડો કરનારાથી કંટાળો આવે તેમ ચીબાવલા લોકોથી પણ કંટાળો જ આવે છે. વારંવાર
धिक् तं पुरुषं यस्य आत्मशक्त्या न स्तः कोपप्रसादौ । (११)
પોતાના ક્રોધને પોતાના વશમાં ન રાખે તેવા પુરુષને ધિક્કાર હોજો.
પોતાની મરજી મુજબ રહી શકે તેને સુખી ગણવામાં આવે છે. ખાવાનું મન થાય ત્યારે ખાઈ શકે. ફરવાનું મન થાય ત્યારે ફરી શકે. સૂવાનું મન થાય ત્યારે ઊંઘી શકે. મરજીના રાજાને મજા હોય છે. આ મરજી બહારની દુનિયામાં ચાલે છે તેમ અંદરની દુનિયામાં ચાલતી જોઈએ. સરેરાશ દરેક માણસ ગુસ્સો કરે છે. ગુસ્સો અંદરની દુનિયામાંથી. આવે છે. ગુસ્સા ઉપર મરજી ચાલવી જોઈએ. ગુસ્સો કરવાવાળો આદમી, પાછો ખુશ હોય ત્યારે પ્રેમ પણ બતાવતો હોય છે. આ ખુશ હોવું અને પ્રેમ બતાવવો તે અંદરની દુનિયાનું સર્જન છે. ગુસ્સાની અને પ્રેમની અભિવ્યક્તિ પર પોતાની મરજી મુજબ રાજય કરી શકે તે ધન્યવાદને પાત્ર છે. સુત્ર કહે છે : આ બાબતમાં જે મરજી મુજબ ન ચાલી શકે તે ધિક્કારને
- ૨૮ -
Page #18
--------------------------------------------------------------------------
________________
પાત્ર છે.
ગુસ્સો કરી લીધા પછી આપણો ખુલાસો એવો હોય છે કે મારે ગુસ્સો કરવો નહોતો, પણ ગુસ્સો થઈ ગયો. ગુસ્સો રસોઈની જેમ, થઈ જાય તેવી ચીજ નથી. અરે, રસોઈ પણે કરીએ તો જ થાય છે, એમને એમ નહીં. ગુસ્સો કરીએ છીએ તેવું આપણે માનતા નથી. ગુસ્સો થઈ જાય છે અથવા ગુસ્સો આવે છે. બારીમાંથી હવા આવે એ રીતે ગુસ્સો આવે છે ? વિચારજો.
સૂત્ર કહે છે કે : તમારા ગુસ્સા પર તમારો કાબૂ હોવો જોઈએ. ગુસ્સો કરવો કે નહીં તે તમારી લાગણી નક્કી કરી શકે તેવી રીતે કેળવણી આપો. નિરર્થક જનારો ગુસ્સો બહાર જ ન આવે તેવો આત્મસંયમ કેળવી લો. ગુસ્સો બહાર આવે તે વખતે પણ ગુસ્સા નામના આ તોફાની ઘોડાની લગામ કસીને તમારા હાથમાં રાખો. તમારા ઈશારા વિના ગુસ્સો આગળ ન વધે તે જરૂરી અને તમારા આદેશ મુજબ ગુસ્સો પાછો વળે તે અનિવાર્ય.
ગુસ્સો આવી જાય છે તેની ખબર પડતી નથી. ઝઘડો પૂરો થયા પછી સમજાય છે કે આ બધું મારા ગુસ્સામાં બની ગયું. ગુસ્સાની સવારી આવે તે તમને દેખાવી જોઈએ. તમે હાથ ઊંચો કરીને તેને પાછો કાઢવાની તાકાત કેળવો તો જ સુખી થઈ શકો.
આપણા ગુસ્સાને તટસ્થભાવે જોવાનું શીખીએ. ગુસ્સાનું કારણ ગમે તે હોય, એ ગુસ્સાને વ્યાજબી ઠેરવતું નથી. તમે સભાનતાપૂર્વક ગુસ્સાને સંભાળી શકો તે મહત્ત્વનું છે. એવું નથી કે ગુસ્સો ન જ કરવો. સારા
કારણ અને ઉમદા ભાવથી ગુસ્સો કરીએ તો નુકશાની નથી. સારા બની રહેવા અને સચ્ચાઈને જીવંત રાખવા માટે ગુસ્સો કરી શકાય. પ્રશસ્ત કષાય પરિહાર્ય નથી. તકલીફ એ છે કે આપણે દરેક વખતે ગુસ્સાને પ્રશસ્ત કષાયમાં ખતવી દઈએ છીએ. આ દંભ છે. તો ગુસ્સા પર કાબૂ નથી એ સરાસર લાચારી છે.
સૂત્રમાં બે શબ્દ છે : કોપ અને પ્રસાદ, કોપ એટલે ગુસ્સાની શરૂઆત. પ્રસાદ એટલે ગુસ્સાનું સમાપન. દરેક બાજીની શરૂઆત અને સમાપ્તિ મહત્ત્વની હોય છે. બંને પર કાબૂ રાખે તે જીતે છે. ગુસ્સાની બાબતમાં આપણે હારતા રહ્યા છીએ. કયારે ગુસ્સે કરવો તેની સૂઝ નથી. કેટલો ગુસ્સો કરવો તેનું મર્યાદાભાન નથી. ગુસ્સો સમેટવો શી રીતે તેની કળાથી અજાણ છીએ.
આત્મશક્તિ જગાડો. ગુસ્સાની ઉપર તમારું વર્ચસ્વ જમાવો. ગુસ્સાનાં કારણો સામે આવે ત્યારે વગર ગુસ્સે લડત આપવાની જાગૃતિ રાખો. ગુસ્સો કરીને જીતવા કરતાં, ગુસ્સો ન કરીને એકાદવાર હાર ખાઈ લો. ગુસ્સો રોકવા માટે થોડો ભોગ આપવાનું વચન જાતને આપો. તમે સારા માણસ છો. ગુસ્સાને જોવા માંડશો તો સહજ રીતે ગુસ્સાને ઠેકાણે પાડી શકશો. ભૂલ થઈ છે તે નહીં જોવાની. હવે દરેક વખતે ગુસ્સાને જોવાનું રાખો. ગુસ્સાનો આરંભ, મધ્યકાળ અને છેવટની ક્ષણો. તમે એ સમયકાળમાં કેવા બૂરા લાગો છો તે ય તદ્દન તટસ્થભાવે નિરખો. ધીમે ધીમે સુધારો આવશે. સુત્ર તમને ધન્યવાદ આપશે.
- ૩
-
Page #19
--------------------------------------------------------------------------
________________
૪. કાર્ય : શક્તિ અને ક્લા
आत्मशक्तिमविज्ञायोत्साहः शिरसा पर्वतभेदनमिव । (१२) પોતાની શક્તિ જાણ્યા વિના કામ કરવા માંડવું નહીં.'
આપણે સપનાં ખૂબ જોઈએ છીએ. કામ કરવામાં ઝંપલાવી દેવા આપણે તૈયાર રહીએ છીએ. આશાવાદી દૃષ્ટિ તરીકે આ માનસિકતા સારી છે. કામ કરવાની તૈયારી હોય તો જ કામ થવાના છે. સવાલ એ છે કે માત્ર તૈયારી હોવાથી કામ બનતું નથી. તૈયારી હોય એટલે કામ કરવા માટે જે કિંમત ચૂકવવી પડશે તે ચૂકવી દેવાની આપણી હિંમત હોય. આને આપણે ઉત્સાહ કહીએ છીએ. સહન કરવાની ઊંચી તૈયારી. તકલીફ આ જ છે. આ ઉત્સાહ હોવા માત્રથી કામ બનતા નથી. કામ બને
છે આપણામાં રહેલી કામ કરવાની શક્તિથી. તમે જે કામ કરવાનું નક્કી કરો છો તે કામ તમારી રુચિ સાથે, પ્રતિભા સાથે, વિચારણા સાથે સુસંગત હોવું જોઈએ. તમને બોલબોલ કરવાની રુચિ હોય તો તમે એકલા બેસીને કરવા પડે તેવા કાર્યો નથી કરી શકવાના. તમારું દિમાગ બગડશે અને કામ બગડશે. તમારામાં લખવાની પ્રતિભા હોય તેટલા માત્રથી તમે ઉત્તમ સંગીતકાર નથી બની શકતા. તમને ડૉક્ટર બનવાના વિચાર જ આવતા હોય તો તમે સેનાપતિ બની નહીં શકો. કામ કરવાની તૈયારી હોય પણ કામ કરવાની તાકાત ન હોય તો મામલો બગડવાનો છે. પથ્થર તોડવા
~૩૨ ~
Page #20
--------------------------------------------------------------------------
________________
માટે સુરંગ જ જોઈએ, માથું અફાળવાથી પથ્થર ના તૂટે. હા, ખોપડીના ટુકડા થઈ શકે.
સૂત્ર કહે છે : તમારી શક્તિ ઓળખીને પછી કામે લાગો. નહીં તો માથું અફાળીને પથ્થર ફોડવા જેવી વાત થશે.
તમારે માસક્ષમણ જ કરવું છે અને એકાસણું હજી થતું નથી. શક્તિ ચકાસી લો. માસક્ષમણ કરવાની ધૂનમાં રોજના બેસણાં છૂટી ન જાય, તેની સાવચેતી લો.
તમારે દેરાસર બંધાવવું છે અને ઘરખરીદીની લોનના હપ્તા ચુકવવાના બાકી છે. ગજું જોઈને કામ લેજો . દેરાસર બંધાવવાની ભાવના સારી છે. પણ ઘરનું દેવું ચૂકવ્યા વિના એ કામ ઉપાડશો તો ગામમાં હાંસી થશે ને ન જાણે કેટલી મુશ્કેલી વેઠવી પડશે.
તમારે સંઘ કાઢવો છે. છરીપાલક અને દમામદાર, આજની તારીખે, અલબતું તમે તમારું રસોડું પણ માંડમાંડ ચલાવો છો. સાચવી લો સમયને. આવતીકાલના દિવસોમાં સંઘ જરૂર કાઢીશું. આજે ઘર સંભાળવું છે. સંઘપૂજન કરી શકીએ તોય ઘણું છે આજે.
ધર્મનો ઉત્સાહ તોડવાનો સવાલ જ નથી, આંધળુકિયા કરીને પછી પટકાઈ ન પડીએ તેની ફિકર છે. કામ કરવાનો જુસ્સો હોય ને કામ કરતા આવડતું ન હોય તો તોડફોડ થવાની. રસોઈ બનાવતા ન આવડતી હોય તેને ખાવાનું બનાવવાના અભરખા જાગે ત્યારે રસોડાના ઓટલે જે કરુણાંતિકા સર્જાતી હોય છે તે ભારે હાસ્યાસ્પદ બને છે.
સારું કામ અવશ્ય કરવાનું છે. સારું કામ કરવાની શક્તિ કેળવવાથી
પ્રારંભ કરવો જોઈએ. કાર્ય વિચાર કરવાથી શરૂ થાય છે અને શક્તિ કામે લગાડવાથી પૂરું થાય છે.
સંસ્કૃત ભાષામાં એક કહેવત છે વિનાયકં પ્રવનો વાસ વાનર એક ભાઈને ગણપતિની મૂર્તિ બનાવવાની ઇચ્છા થઈ. સામગ્રી લઈને બેઠા. દિવસો સુધી કામ ચાલ્યું. આખરે મૂર્તિ પૂરી થઈ. ભાઈના મિત્ર મૂર્તિ જોઈને એમને પૂછવા લાગ્યા. આ શું બનાવ્યું છે ? સવાલ પૂછવાનું કારણ એ હતું કે મૂર્તિ અસલ વાંદરા જેવી બની હતી. પોતાની શક્તિ વિના કામ ઉપાડીએ તો આવું જ થાય.
સર્વત્ર સંશયનેષુ નાસ્તિ સિદ્ધિઃ | (૨૩) બધે જ શંકા કરનારને સફળતા ન મળે.
કામ જાતે કરવાનું હોય છે, બીજાનો સાથ લઈને પણ કરવાનું હોય છે. એકલે હાથે કામ કરનાર પોતાનો સાથ તો લે જ છે. પોતાનાં કામને મહત્ત્વનું માનીને, તે કામ માટે પોતાને સમર્થ સમજવાથી સફળતા મળે છે. સૂત્રો અહીં માર્ગદર્શન આપે છે : દરેક વખતે સંશય રાખીશું તો કાર્ય સિદ્ધ થશે નહીં.
સંશય કામના મહત્ત્વ અંગે પણ હોઈ શકે, પોતાની શક્તિ વિશે પણ હોઈ શકે. અવિશ્વાસ એ સંશયનું ઉપનામ જ છે. મને મળેલું કામ અગત્યનું છે તેમ નહીં લાગે તો કામમાં રસ જાગશે નહીં. મને સોંપાયેલું કામ મારી તાકાત કરતાં વધારે મોટું છે તેમ વિચારવાથી આગળ વધી શકાતું નથી. કામ નક્કી કરતી વખતે વિચારવાની છૂટ છે. કામ શરૂ થઈ ગયા પછી ગડમથલ કરવાની સખત મનાઈ છે. સીધી વાત છે. કામ લેતી
- ૩૪ -
Page #21
--------------------------------------------------------------------------
________________
વખતે બહુ હોંશ હતી અને હવે જરાક તકલીફ આવી તો મન ડગી ગયું ?
ઘણી વખત તો એવું બની જાય છે કે આ અવિશ્વાસ કામને શરૂ કરવા દેતો નથી. કામ કરતા પહેલા જ ડર લાગે છે. શું થશે ? કેવી રીતે થશે ? આટલું બધું કામ ? મને તો કંઈ આવડતું નથી ? કામ કરવું હોય તો આ સવાલોને મારી હટાવવા જોઈએ. કામ સારું થવાનું છે. સારી રીતે પાર પડવાનું છે. કામ ખાસ મોટું પણ નથી. કામ કરવાથી જ આવડત ખીલે.
નવાં નવાં કામ ઉપાડતી વખતે હિંમત રાખવી જ પડશે. ધર્મ કરવો છે, તપ પહેલી વાર ઉપાડવો છે. ડર લાગે છે. આખો દિવસ ભૂખ્યા રહેવાનું ? મને તો ત્રણ ટાઈમ ખાવા જોઈએ છે, હવે ? એકાસણું કરીએ તો ન ચાલે ? મેં તો કોઈ દિવસ તપ કર્યો નથી. સંશયનું કામ જ આ છે. એ તમારા ઉત્સાહને તોડી નાંખે છે. જાત પરનો અવિશ્વાસ પોતાની શક્તિને બહાર આવવા દેતો નથી.
ધર્મનું ભણવાનું હોય છે તો ફિકર થવા લાગે છે. મને કશું યાદ રહેતું નથી, સૂત્રો તો ભારે અઘરા હોય છે ? આ અશક્તિ નથી. આ અવિશ્વાસ છે. રોજ દેરાસરે આવનારને પૂજા કરવાનું કહીએ તો જવાબ મળે છે : નથી ફાવતું. રોજ બજારમાં ઘૂમનારને દેરાસર આવવાનું કહીએ તો જવાબ મળે છે : મેળ નથી પડતો. રોજ ત્રણ કલાક ટીવી જોનારને વ્યાખ્યાનમાં આવવાનું કહીએ તો જવાબ મળે છે : ટાઈમ નથી મળતો.
પૂજા કરવાનો વાંધો નથી, પૂજા શરૂ કરવાનો વાંધો છે. પ્રજાના કપડાં પહેરવા નથી ફાવતા, વિધિ આવડતી નથી, આવા બહાનાઓ
અવિશ્વાસમાંથી બહાર આવે છે.
દેરાસરે આવવાની તૈયારી છે, શરૂઆત કરવાની તૈયારી નથી. સ્તુતિ નથી આવડતી, વિધિની ગતાગમ નથી, અવિશ્વાસ ભ્રમણા ઊભી કરી દે છે.
વ્યાખ્યાનમાં આવવાની તકલીફ એ છે કે ઘરમાં કામ ઘણાં છે અને દુકાન પણે ખોલવાની હોય છે. આ અશક્તિ નથી, અવિશ્વાસ છે.
હું ધર્મને સમય આપી શકું છું એવો આત્મવિશ્વાસ રાખવો જોઈએ. હું ધર્મ શીખી શકું છું અને કરી શકું છું તેવી દેઢ માનસિકતા બનાવવી જોઈએ.
રોયા કરે તેને મૂઆ-ના જ ખબર મળે. ધર્મ કરવાની બાબતમાં કોઈ ડર, કોઈ અવિશ્વાસ રાખવાનો નહીં. ધર્મ તો આપણી શક્તિ ખીલવશે. થોડી ભૂલ હશે તે તરત સુધરી જશે. ધર્મ વિના જીવનમાં શાંતિ નથી આવવાની. આપણે ધર્મ કરવાની વાત આવે છે તો અશાંત બની જઈએ છીએ. અવિશ્વાસના પાપે આ થાય છે.
ધર્મ કરવા માટે વિધેયાત્મક બનીએ. ગોરખ આગે આગે જાગશે જ. સહીયાનુરુપ માં સમાવ્યવ્યમ્ I (૨૪) ‘સહાય મળે તે મુજબ કામ કરવું.'
કામ શરૂ કરવું છે. કામ કરતી વખતે વ્યક્તિઓ અને વસ્તુઓની સહાય લેવી જ પડશે. તમારી પાસે કામ કરવામાં સહાયક બને તેવી વ્યક્તિ અને વસ્તુ કેટલી છે એ તપાસવાનું ફરમાન આ સૂત્ર આપે છે.
- ૩૫ -
-
૩
-
Page #22
--------------------------------------------------------------------------
________________
કામ દસ માણસનું હોય અને તમે એકલે હાથે મચી પડો તે સફળતાની નિશાની નથી. એકલો જાને રે–આ આદર્શ સાધના માટે બરોબર છે. કામની સફળતા માટે સહાયક તત્ત્વોનો ખ્યાલ રાખવો જરૂરી છે.
દેરાસરમાં મહાપુજા કરવી હોય તો એકલે હાથે નથી થતી. તપસ્વીઓને સામૂહિક પારણાં કરાવવા હોય તો એકલે હાથે નથી કરાવી શકાતા. મોટા દેરાસર અને ઉપાશ્રય બાંધવા હોય તો એકલે હાથે નથી બંધાવી શકાતા. પૈસા વાપરવાથી કામ પૂરા નથી થતા. માણસો પણ જોઈએ. માણસો ભેગા કરવાથી કામ નથી થતા. પૈસા પણ જોઈએ. સહાયનો અર્થ છે પૈસા. સહાયનો અર્થ છે માણસો.
કામ કરવાનું મન થયું, સારી વાત છે. કામ કરવાના સંયોગો નથી, ખરાબ વાત છે. સંયોગો નથી અને કામ કરવાની જક છોડવી નથી તે તદ્દન બૂરી વાત છે. ઘણી વખત આવું બને છે. ઘરમાં બધા જ માંદા છે. સેવા તમારે કરવાની છે. તમને તપ કરવાનું મન થાય છે. ઉપવાસ તો તપમાં આવે જ છે. ઉપવાસની સાંજે તમે પોતે જ સેવાપાત્ર બની જવાના છો તે નક્કી છે. તપ કરવો કે નહીં ? બહારના માણસોને સેવા કરવા બોલાવીએ તે વહેવારુ રસ્તો છે? તપના થાકમાં માંદા માણસની સેવા ઠેબે ચડી જશે તો ? તમારે તપ કરવાની એવી શક્તિ કેળવવી જોઈએ કે તપના દિવસે સાંજે સેવા કરવામાં તમે થાકનો અનુભવ જ ન કરો. એ ન બને તો તમારું કર્તવ્ય સેવા કરવાનું છે. સેવાનો ધર્મ બજાવતી વખતે તમે તદ્દન સ્વસ્થ રીતે સૌને સાચવી શકો છો. તપ કરો તો તમે તમારી જાતનેય નથી સાચવી શકતા. નિર્ણય જાતે લેવાનો છે. તપ કરવામાં તમને સહાયક
વ્યક્તિની જરૂર પડે છે. તે સહાયક વ્યક્તિ પોતે જ માંદગીમાં નિઃસહાય છે. તમે એકલા સેવા કરી શકો તેમ છો, એકલા તપ કરી શકો તેમ નથી.
કર્મ કરતી વખતે તમારે સહાય કરનારની બાબતમાં સ્પષ્ટ થઈ જવાનું છે. કર્મ કરવાના વિચારો કરીએ અને કર્મ થઈ ન શકે તેનો દોષ કોઈકને આપ્યા કરીએ તે ગલત નીતિ છે. માંદા માણસોને લીધે મારો તપ થઈ ન શક્યો, આ ભાવનામાં વિવેક નથી. વિવેક હોય તો તમે એમ વિચાર કરતા કે “માંદા માણસોને તો હમણાં સાચવવાના જ છે. એ સેવા પછી નથી થઈ શકતી. તપ તો પછી કરી શકાશે.’
સવાલ માંદા માણસ અને તપનો નથી. તમે કામ કરતી વખતે સંયોગોને પારખી શકો તે મહત્ત્વનું છે. ખિસ્સા ખાલી હોય ત્યારે દેરાસર બંધાવી શકાતું નથી. ખાલી ખિસ્સે ભગવાનનાં દર્શન અવશ્ય થઈ શકે. તમારું કર્મ તમારા સંયોગને અનુરૂપ હોવું જોઈએ. ગરીબ માણસને બહારગામ જવાનું મન થાય તો એ રેલ્વેની થર્ડક્લાસવાળી ટિકિટ જ લેશે. ફર્સ્ટક્લાસની ટિકિટ ન લેવાથી તેનું કામ અટકી જતું નથી.
ખરાબ સંયોગો વખતે મન સાથે સમાધાન કરવાનું હોય છે. જાતને ઠપકારતાં રહેવાથી સંયોગો બદલાતા નથી. જાતને સમજાવીએ તો સંયોગની કઠણાઈ પીડા નથી આપી શકતી.
कार्याय नक्तमहश्च विभजेत् । (१५) કામ માટે, દિવસ અને રાતના વિભાગ પાડો. કામ કરવા માટે શક્તિ હોય તે જરૂરી છે તેમ વ્યવસ્થા હોય તેમ
- ૩૮ -
Page #23
--------------------------------------------------------------------------
________________
જરૂરી છે. કામ કરવાની પદ્ધતિ નક્કી નહીં કરીએ તો કામ બગડવાની આગાહી સાચી પડતી રહેશે. દિવસભરની તમામ પ્રવૃત્તિનો અનુક્રમ બનાવવો જોઈએ. સવારે ઉઠીને તમે શું શું કરો છો તેનું સાંકળિયું તૈયાર જો ઈએ. બપોરના સમયમાં કેટલાં કામો કરીએ છીએ. સાંજથી રાત સુધીમાં થનારાં કાર્યો અને રાતે સૂતાં પહેલાં શું શું પ્રવૃત્તિ કરીએ છીએ તેનો હિસાબ રાખવો જોઈએ. ટાઈમ મેનેજમેન્ટ, આ શબ્દ આજકાલ બહુ ઉપડ્યો છે. સેંકડો વરસો પૂર્વ આ મેનેજમેન્ટ થતું જ હતું. સમયનો મોભો જાળવવાની પરંપરાને સફળતા મેળવનારા માણસોએ જ જાળવી છે. આડેધડ કલાકો વીતાવી દેનારા સમય વેડફી મારે છે, જીંદગી પણ.
સૂત્ર કહે છે : કામ કરવા માટે દિવસ અને રાતના વિભાગ પાડી દો. દિવસે કરવાના કામ દિવસે થઈ જવા જોઈએ. રાતે થનારાં કામ ઓછાં હોય તોય તે બીજા દિવસને માથે ન ચડવા જોઈએ. આવું ક્યારે બને ? કામને કામના સમયે પૂરું કરવાની આદત રાખીએ તો. કામ મોડું શરૂ કરીએ તો મોડું પૂરું થશે. આગળનાં કામને ધક્કો લાગી જશે. કામ સમયસર શરૂ કરીનેય જો પૂરું કરવામાં મોડું કરી નાંખીએ તો બીજા કામ બગડશે.
કામ પોતાના સમયે શરૂ થાય. પોતાના સમયે પૂરું થાય. આપણને આ નથી ફાવતું. વ્યાખ્યાનમાં મોડા પહોંચીએ છીએ. દેરાસરમાં રોજ મોડું પહોંચાય છે. તપનાં પારણાં સમયસર કરીએ છીએ પરંતુ પાટલેથી ઉઠવામાં તો મોડું જ થાય છે. આપણી અવ્યવસ્થા આપણને તો હેરાન કરે જ છે. બીજાને સોંસાવું પડે છે. મોડો પડનાર માણસ ઇજ્જત ગુમાવે છે. મોડા આવનારાની નોંધ લેવાય છે તેમાં તેની મોટાઈ નથી પણ ફજેતી છે. સમયની શિસ્ત જાતે જ પાળવાની છે.
ધર્મનો મારગડો આમેય દુર્ગમ છે. ધર્મને સમય પહેલેથી જ ઓછો આપીએ છીએ. હવે એમાં પણ ખાડા અને થીંગડાં રહેતા હોય તો ઉદ્ધાર થવાનો નથી.
સૌથી પહેલો નિર્ણય એ કરો કે હું મારા ધર્મને રોજ કેટલો સમય આપવા માંગું છું. એને લક્ષ્ય બનાવીને તમારા દિવસ-રાતના કાર્યક્રમો ગોઠવો. ધર્મ માટે નિશ્ચિત કરેલો સમય ઘટે નહીં તેની સંપૂર્ણ સાવધાની બનાવી રાખો. એક વાર વ્યવસ્થા ગોઠવાઈ જાય પછી ધર્મનો સમય વધારી શકો છો.
વ્યવસ્થા સ્વયં એક શક્તિ છે. આ શબ્દમાં બે વિભાગ છે. વિ અને અવસ્થા મતલબ અલગ અલગ સંયોગો. એક દિવસના દરેક સંયોગો અલગ હોય તો તેને અલગ રીતે સાચવીને ધર્મની પ્રવૃત્તિને સંભાળવી જોઈએ. જેની પાસે સમયનું આયોજન નથી તે ધર્મમાં ચૂકી જાય છે. ઘરનાં અને દુનિયાનાં કામોમાં જબરદસ્તીથી જોડાવું જ પડે છે. ધર્મ જાતે કરવાનો છે. ધર્મમાં જબરદસ્તી નથી હોતી. વ્યવસ્થાના અભાવે ધક્કો ધર્મને લાગે તે ખોટું થશે.
ધર્મ માટેનો સમય માત્ર ધર્મને જ મળવો જોઈએ, એ સમય રોજેરોજ માટે નિયત જોઈએ. દિવસે ધર્મને સમય આપવાનો. રાતે પણ ધર્મને સમય આપવાનો. રોજ ધર્મને મળેલા સમયની ગણતરી કરી લેવાની. સમય થોડો પણ ઓછો થયો હોય તો રંજ. સમય વધારે હોય તો રાજીપો.
- ૩૯ -
-- ૪
-
Page #24
--------------------------------------------------------------------------
________________
धर्मफलमनुभवतोऽपि अधर्मानुष्ठानमनात्मज्ञस्य । (१६) ધર્મનું ફળ અનુભવે પણ અધર્મ છોડે નહીં તે નાસ્તિક.’
૫. ધર્મસ્ય ક્યા રમ્યા
જીવન પર પડછાયો બની ભૂતકાળ લંબાય છે. આજે તકલીફો છે તે ભૂતકાળનો પડછાયો છે. આજે મજા છે તે ભૂતકાળની કૃપા, આજનું સુખ ભૂતકાળથી ઘડાયું છે તો આજનું દુઃખ ભૂતકાળે મોકલ્યું છે. ભૂતકાળ સાથે અધર્મ જોડાયો હતો, તેથી મુશ્કેલી આવે છે. ભૂતકાળ સાથે ધર્મ જોડાયો હતો માટે અનુકૂળતા મળે છે. ભૂતકાળમાં તમે આજની જેમ શેઠ કે શેઠાણી નહોતા. સાથે એય નક્કી કે ભૂતકાળમાં તમે હતા તો ખરા જ. ભૂતકાળમાં તમે બીજા રૂપમાં હતા. આજનું રૂપ અલગ છે. ભૂતકાળ, ગયા જનમનો ભૂતકાળ એ રૂપ સાથે પૂરો થયો. રૂપ પૂરું થયા પછી ભૂતકાળે પીછો પકડ્યો છે. આજે તમે ઊભા છો પરંતુ તમારી પાછળ ભૂતકાળ તૈનાત છે. જનમ પૂરો થાય એટલે નવો જનમ મળે. જનમ નવો એટલે રૂપ નવું. નવાં રૂપને જૂનો ભૂતકાળ છોડતો નથી. ભૂતકાળ ખરાબ હોય તો નવા જનમનું નવું રૂપ હેરાન થાય. ભૂતકાળ સારો હોય તો નવા જનમનું નવું રૂપ રાહતથી જીવે.
Page #25
--------------------------------------------------------------------------
________________
આજે તમે સારાં ઘરમાં રહો છો. રાતે ભૂખ્યા પેટે સૂવું નથી પડતું. તરસ લાગે તો પાણી અને સરબત બંને મળે છે. દૂધ, સારા ગ્લાસમાં અને ચા, સુંદર કપમાં ગરમગરમ મળે છે. ઘરમાં મારામારી જેવા ઝઘડા તો નથી જ. નાનું પણ સરસ છે, ઘર, ચાર લોકોમાં પૂછાય તેવું નામ કમાયા છો. તિજોરી તળિયાઝાટક નથી. સંગાથીઓ સાચવે તેવા છે. - સારા ભૂતકાળનો પડછાયો તમારી પર, વટવૃક્ષની ઘેઘૂર છાયાની જેમ પથરાયો છે. ઘણી બધી મુશ્કેલી અને તકલીફો નથી. થોડી ઘણી છે તેનો સામનો કરી શકાય છે. સૂત્રે કહે છે કે તમારો ભૂતકાળ તમને સાચવી રહ્યો છે. એ સારા ભૂતકાળે આજે સારા દિવસો આપ્યા છે. તમે આ સારા દિવસોને સાચવી લો.
કારણ એ છે કે આજના દિવસો આવતીકાલે ભૂતકાળ બની જવાના છે. રવિવાર માટે શનિવાર ભૂતકાળ છે. વાત સાચી. આવતીકાલે સોમવાર થશે એટલે રવિવાર પણ ભૂતકાળ બની જવાનો છે. ગઈકાલનો ભૂતકાળ આજે તમને વાગતો નથી. આજનો ભૂતકાળ આવતીકાલે તમને ન વાગે એ જોવાની જવાબદારી એકમાત્ર તમારી જ છે. તમે આજે ધર્મ કરવાનું ચૂકો છો તેને કારણે તમે ગઈકાલના ભૂતકાળને દગો દો છો. સાથે સાથે આજના ભૂતકાળને આગ પણ લગાડો છો. આવતીકાલે આજનો ભૂતકાળ તમને દઝાડશે જ. લખી રાખજો.
ધર્મ તમને આપે છે તેમ તમારે ધર્મને આપવાનું છે. ધર્મ આપે તે લેવા તૈયાર રહીએ અને ધર્મને કશું આપવાની તૈયારી ન હોય તે છલના છે. ધર્મ કરવાનું ચૂકતા જ રહીએ તેનાથી નુકશાની એ થાય છે કે તમારું ભવિષ્ય અંધકારમય બની જાય છે. ધર્મ સિવાય બીજી કોઈ તાકાત તમને
અજવાળાં આપી શકવાની નથી. તમે ધર્મનાં અજવાળામાં બેસીને અંધારાની ચાવી ખરીદો છો. ધર્મ તમને છોડી દેશે. ધર્મને અંધારાના માણસો નથી ગમતાં. ધર્મ માત્ર અજવાળાના માણસોને જ ભાવ આપે છે.
ધર્મ જોઈ લે છે, તમે શું કરો છો તે. ધર્મનો વિશ્વાસ જળવાઈ રહે તેવો તમારો વહેવાર હોય તો ધર્મ સાથ નિભાવશે. અન્યથા ધર્મ ચુપચાપ ખસી જશે. પછી ? પછીની કલ્પના અસહ્ય છે. ધર્મ ગયો એટલે જીવનનું સત્ત્વ ગયું. સત્ત્વ વિનાના જનમો માથે ઝીંકાયા કરશે. મજૂરની જેમ માલ વેઢારીને ચક્કર કાટવા પડશે.
ના. સૂત્રને આ મંજૂર નથી.
સૂત્ર કહે છે : ધર્મ તમને સુખ આપ્યું. સુખને તમે ધર્મની દિશા આપો. ધર્મે તમને સફળતા આપી. સફળતાને તમે ધર્મના નામે ઉજવો. ધર્મે તમને સારા બનાવ્યા. ધર્મને તમે સારામાં સારો બનાવો. તમારા ધર્મને તમે સાચવો. તમારો ધર્મ તમને સાચવશે.
ધર્મ સાથેનો ઋણાનુબંધ જનમોજનમ ચાલવો જોઈએ.
धर्माय नित्यमजाग्रताम् आत्मवञ्चनं भवति । (१७) ધર્મ માટે સજાગ ન રહે તે કમનસીબ છે.”
જાગતા રહેજો , આ સૂત્ર કહે છે. જે જાગે છે તે જીતે છે. જે નથી જાગતો તે હારે છે. જાગવાનું છે. ઊંઘ ન આવે તેની સાવધાની રાખવાની છે અને ઊંઘ આવતી હોય તો એને ઉડાડી મૂકવાની છે. જાગવાનું છે જાત માટે. ધર્મ જાત માટે છે, આત્મા માટે, ધર્મ ન કરે તે ભૂખ્યો રહે છે તેવું
-૪૪ -
Page #26
--------------------------------------------------------------------------
________________
જોવા મળતું નથી. ધર્મ ન કરે તેનો આત્મા ભૂખ્યો રહી જાય છે. આત્માને સારા થવાની ભૂખ રહે છે. જૂના ખરાબ સંસ્કારો ધોવાની ભૂખ, નવા સંસ્કારો સારા મળે તેની ભૂખ, આત્માની ભૂખ સારા વિચારો માંગે છે. આત્માની ભૂખ સારી ભાવનાની પ્રતીક્ષા કરે છે.
આપણા હલનચલન ઉપર આત્માનો કાબૂ છે. આત્મા નથી રહેતો તો શરીર જડ થઈ જાય છે. શરીર માટે આત્મા કામનો છે. આત્મા માટે શરીર કામનું છે ? આજની તારીખે તમે તમારી જાતને પૂછો. તમારો આત્મા તમારા શરીરને પૂરેપૂરો કામ લાગે છે. શ્વાસ લેવા મળે છે, હૃદય ધબકે છે, રક્તસંચાર બરોબર થાય છે, રોગ થતા નથી, થયા તે મટી ગયા છે, ધાર્યા કામ પાર પડે છે. તમારો આત્મા શરીરમાં છે તો આ બધું થાય છે. આ પરમ ઉપકારી આત્મા માટે તમારું શરીર શું કરે છે ? તમારું દિમાગ આ આત્મા માટે કેટલું સોચે છે ?
ભાગીદારને ઠગવાથી વિશ્વાસઘાત થાય છે તે ખબર છે. આત્મા તો ભાગીદાર પણ છે અને માલિક પણ છે. એને કામ લાગે તેવું શું આપ્યું છે એને ? આત્માની અપેક્ષા થોડી છે. એને ધર્મ જોઈએ છે. તમે સાધના કરો તેમાં આત્માને રસ છે. તમે સારાં કામમાં ગૂંથાયેલા રહો તો આત્મા રાજી. તમે ખરાબીમાં ડૂબો તો આત્મા ઝંખવાય. તમે ઉમદા આશયથી આગળ વધો તો આત્મા તૃપ્ત. તમે અવળા પાટે ગાડી ચડાવીને ભાન ભૂલો તો આત્મા હતાશ.
ધર્મને સાચવવાથી આત્મા સચવાય છે. આત્મા જનમોજનમનો સાથી છે. એને એક જનમમાં સાચવી લઈએ તો હજાર જનમ સુધી એ આપણી કદર કરતો રહેશે. માનવગતિ આત્માની ભૂખને ભાંગવા માટે
-84
છે. બીજી ગતિઓમાં આત્માને જોઈએ તે પૂરેપૂરું નથી મળી શકતું. આ અવતાર આત્માનાં કામનો છે. જનમ થયો તે જ ઘડીથી આત્મા તરસ્યો છે : ક્યારે આરાધના થાય અને હું સંતોષ અનુભવું. આપણે આત્માને સંતોષ જ નથી આપતા.
આત્મા ઠેબે ચડ્યો છે. પૈસાની પાછળ ભાગવામાં આત્માને લાત વાગી છે. પરિવારને રાજી કરવામાં આત્માનું અપમાન થઈ બેઠું છે. પ્રસિદ્ધિ કમાવવામાં આત્માને માથે દેવું ચડી ગયું છે. રોજરોજ આત્મા ટીપાય છે. છતાં વગર ફરિયાદે આત્મા સાથ આપે છે. એને આશા છે, આજે નહીં તો કાલે, આપણે ધર્મ કરીશું એની.
આત્માની આશાને સાકાર કરવી જોઈએ. ધર્મ કરવા માટે અંગત ઇચ્છા સાથે બાંધછોડ કરવાની છે. પૈસા છોડવાના છે. નખરા ઓછા કરવાના છે. ખાવાપીવાની લાલસાને વશમાં લેવાની છે. લાગણીને પવિત્રતાનો સ્પર્શ આપવાનો છે. ધર્મ માટે જાત સાથે બાંધછોડ કરે તે આત્માને સાચવી શકે. આત્માને સાચવે તે ભવોભવની સલામતી મેળવી શકે. આત્માને ન સાચવે તે એક ભવ સાચવી શકશે, કદાચ. પછીના ભવોમાં તો એ બરબાદ જ થશે.
આત્મા સાથે બનાવટ નહીં જોઈએ. આત્મા સાથે સચ્ચાઈથી રહો. આત્માને સારો હિસાબ આપવાનું રાખો. બીજાની ફિકર કરીને દિવસો બગાડો છો તે છોડી આત્માની ફિકર કરીનો દિવસનો એકાદ કલાક તો સુધારો. બીજા કોઈનો ભરોસો નથી દુનિયામાં. સંબંધ માત્ર માટીપગા છે. સંયોગોની સાચવણી દરિયામાં ગરક થઈ જવાની છે. તરવાનું આત્માના સહારે છે. આત્માને બળ મળે તેવો પરિશ્રમ કરો. આત્માને રાજીપો સાંપડે -૪૬
Page #27
--------------------------------------------------------------------------
________________
તેવી કાર્યવાહી થવી જોઈએ. જીવન છે ત્યાર સુધી આ નિયમ પાળવાનો રહે છે.
સૂત્ર સંદેશ આપે છે. જે ધર્મ માટે જાગૃત નથી તેનો આત્મા ઠગાઈનો ભોગ બને છે, સદા
માટે,
धर्मानुष्ठाने भवत्यप्रार्थितमपि प्रातिलोम्यं लोकस्य । (१८) ‘તમે ધર્મ કરશો એટલે વિરોધ થશે જ.’
ધર્મ આપણને સારો લાગે. આપણે ધર્મ કરવા લાગીએ. મનમાં વિચાર આવે, સારું કામ નવું છે. મારા માટે કોઈના બે સારા શબ્દ સાંભળવા મળે તો ઉલ્લાસ વધે. ધર્મ કરવાનો ઉમંગ વધારે તેવો પ્રેરક એ પ્રશંસક મળે તો ધર્મ કરવાનું આસાન બને છે. પ્રશંસાનો સંદર્ભ અહીં અનુમોદનાનાં રૂપમાં છે. અનુમોદના કરે છે તે દિલથી ટેકો આપે છે. આપણા ધર્મને બીજી દિલથી ટેકો આપે તેવી ઇચ્છા રહે છે.
બને છે ઊંધું. આપણા ધર્મની નોંધ લીધા વગર જ વાત આગળ ચલાવે છે, બીજા લોકો. ધર્મ કર્યો તે મહત્ત્વની બાબત છે તેવી કોઈ જ વાતચીત એ લોકો સાથે થતી નથી. ઉપરથી ભૂલ કાઢવામાં આવે છે. આમ ન થાય, આવું કેમ કર્યું, આના કરતાં તો એ કર્યું હોત સારું હતું, આ શું લગાડ્યું છે ? આપણા ધર્મની સ્વીકૃતિ થાય તેવું વાતાવરણ રહેતું નથી. એમ લાગે છે આપણને કે ધર્મ કર્યો એ ભૂલ તો નથી કરી ? અચાનક મોઢાં બગાડનારા અને સલાહ આપનારા આટલા બધા વધી ગયા
છે તો ગડબડ ઘણી લાગે છે.
સૂત્ર સમજાવે છે : આ થવાનું જ છે. તમે ધર્મ કરો એટલે અમુક લોકો નારાજ થવાના જ છે. બીજાની નારાજગી સાથે આપણા ધર્મને કોઈ લેવાદેવા નથી. આપણે ધર્મ કર્યો તે આપણા નિજાનંદ માટે. બીજાને રાજી ન થવું હોય તો એ એમનાં ઘરે. બીજાની હૂંફ આપણને મળે તે માટે ધર્મ નથી. આપણા ધર્મની હૂંફ બીજાને મળે તે માટે ધર્મ છે.
ધર્મ કરનારને જોઈને, કચકચ કરનારાને મુદા મળી જાય છે. એમને કામધંધા નથી. અરે, વાત કરવાનો વિષય પણ બચ્યો નહોતો એમની પાસે, સાવ કોરાધાકોર એ બધા, એમને આપણો ધર્મ જોઈને પેટમાં દુઃખે છે. આપણા ધર્મ કરવાથી એમનો અહં ઘવાય.
આપણે ધર્મી થઈએ તો એ વિચિત્ર મનોદશાનો ભોગ બને. આનો ઈલાજ નથી. ધર્મ કરો એટલે બોલનારા તો ગમે તે બોલે. ક્યારેક તો બધા જ વિરોધમાં આવી જાય. આપણે જે ધર્મ કરવો છે તેને છોડાવવા કે બંધ કરાવવા ધમાલ શરૂ થાય. આપણું ધાર્મિક સત્ત્વ પાંગળું બનાવવાના ઉધામા ચાલે. આવા સમયે ધર્મ તરફથી મોરચો સંભાળનાર આપણે એ કલા જ રહીએ, આપણે ધર્મને સાચવવાનો અને આત્માને સમજાવવાનો.
ધર્મ ન કરીએ તો વખાણ કરનારા મળી જશે, ધર્મ છોડીએ તો શાબાશી દેનારા મળી જશે. ઠીક છે. એ રસ્તો લેવાથી એ લોકો ખુશ થશે. પણ ખુશ થવાથી વિશેષ કાંઈ સિદ્ધ થતું નથી. ધર્મમાં ટકી રહેવાથી એ નારાજ થશે પણ એ નારાજગીથી કોઈ મોટી આસમાની સુલતાની સતી
૨૪૮
Page #28
--------------------------------------------------------------------------
________________
નથી. ધર્મનાં બળને ટકાવી રાખવા બીજાને નારાજ થવા દો એ ચાલે. બીજાને નારાજ ન થવું પડે તે માટે ધર્મનાં બળને તોડી દો એ ન ચાલે.
એ બીજા લોકોનો ધંધો જ આ છે. સારા માણસોને બગાડી મૂકવાના. સારા માણસોને હેરાન કરવાના. મોટો વર્ગ ધર્મને પસંદ કરતો નથી. ધર્મનું અજ્ઞાન અને ધર્મની આળસ એમને ભારે પરેશાન કરે છે. આપણે એમની જમાતમાં જમા થવું નથી. આપણે અજ્ઞાન અને આળસ સામે લડવું છે. એમના બોલ સાંભળીને ધર્મથી ડગ્યા તો અજ્ઞાન માથું ઊંચકશે અને આળસ ભરડો લેશે.
ધર્મ કરે તેને વાહવાહ કરવા મળે તે ખોટું સમીકરણ છે. ધર્મ કરનારને પોતાની કદર થાય તેવી અપેક્ષા જ ન હોવી જોઈએ. આપણે ધર્મ કર્યો એટલે ધર્મ આપણી કદર કરશે જ. બીજા કદર કરે તે માટે ચારે બાજુ ફાંફા મારીશું તો ધર્મ નહીં થાય. આપણા ધર્મને આપણી ધર્મભાવનાનો ટેકો આપણે આપવાનો છે. બીજા લોકો તો દૂર છે.
સૌથી નજીક ધર્મ છે. ધર્મને સાચવો, પેલા ફરતા લોકોને નહીં.
તરસ જાતે લાગે છે. સૂત્ર કહે છે : ધર્મ કરવાનું મન જાતે થવું જોઈએ. બીજા કહે, સમજાવે, આગ્રહ કરે પછી વિચારીએ અને પછી કેટલાય ‘પછી’ પસાર થાય ત્યારે છેક ધર્મ ચાલુ થાય તે ઢીલી નીતિ છે. ધર્મનો અવાજ અંદરથી ઉઠવો જોઈએ. ધર્મ કરવાની લાગણી સ્વયંભૂ હોવી જોઈએ. - બીજાના કહેવાથી ધર્મ કરવામાં ખોટું કશું નથી. ધર્મ કરવાનું તો ચાલુ થાય જ છે. છતાં બીજાના કહેવાથી ધર્મ કરનારો બીજા કહેવાનું બંધ કરે તો ધર્મ કરવાનું બંધ કરી દે છે. બીજા ધર્મને યાદ કરાવે તો ભાઈસાહેબ ધર્મને સાચવે. બીજા યાદ કરાવે નહીં તો બાપુ ધર્મને ભૂલી જાય, બીજાની ગાડીમાં પેટ્રોલ હોય તેનાથી આપણી ગાડી ચલાવાય નહીં. મુસીબતમાં ઠીક છે, એકાદવાર આવું થાય. દર વખતે પારકા પેટ્રોલ વાપરે છે ગાડીમાલિક પંગુ પૂરવાર થાય છે. આપણે ધર્મમાં પંગુ નથી બનવું.
આપણા પગ ધર્મના ધરાતલ પર મજબૂત રીતે સ્થિર જોઈએ. પારકે પૈસે દેવાળું ન થાય તો પારકા બોલે ધર્મ ટકાઉ ન બને. ધર્મ કરવાની શિસ્ત જાતે ઘડવી પડે છે. ધર્મની પ્રેરણા મેળવીએ, સાંભળીએ તે સારું જ છે. ધર્મ જાતે કરતા હોઈએ અને પ્રેરણા દ્વારા એ ધર્મમાં ઉમેરો થાય તે શ્રેષ્ઠ બીના છે.
દાન આપવાનો પ્રસંગ હોય. બીજાઓ લાભ લેવા લાખનાર સમજાવે પછી હા-ના ચાલે અને આખરે હા ભણીએ તો લાભ અવશ્ય મળે છે પણ લાભ લેવાની શાન જળવાતી નથી. લાભ શું લેવાનો છે તે
વ: સુથી: પામવાત્મહિત થઈ પરોપાનુતિકૃતિ ! (૨૧) ધર્મ સ્વયંભૂ પ્રેરણાથી કરવો જોઈએ.
ભૂખ લાગે છે તો ખાવાનું માંગી લઈએ છીએ. તરસ લાગે તો પાણી પી લઈએ છીએ. ખાવા માટે અને પીવા માટે બીજા તરફથી પ્રેરણા થાય તેની રાહ જોવામાં આવતી નથી. ખાવું જોઈએ, પાણી પીવું જોઈએ એવા ઉપદેશ સાંભળ્યા પછી જ ભૂખ અને તરસ ઉઘડતા નથી. ભૂખ અને
- ૫૦ -
Page #29
--------------------------------------------------------------------------
________________
સમજી લીધું, આપણી તાકાત ઓળખી લીધી અને તરત લાભ લઈ લીધો.
વાત ખતમ.
તપ કરવાનો છે. મહારાજ સાહેબ વ્યાખ્યાનમાં વારંવાર સમજાવે. મન લાગે નહીં. વ્યક્તિગત રીતે પ્રેરણા કરે. થોડું મન થાય. ત્રણ ચાર દિવસ મનામણાં ચાલે. આટલી વિધિ પસાર કર્યા બાદ આપણે નક્કી કરીએ, તપ કરવાનું. આમાં આપણે નક્કી કર્યું, તે પાછળ બીજાનો કેટલો બધો સમય પડાવ્યો તે જોઈ લેવું જોઈએ.
ધર્મ આપણા જ લાભ માટે છે. ધર્મથી નુકશાની નથી તે નક્કી વાત છે. ધર્મ કરવામાં આપણું મન ઢીલું છે તે સાફ હકીકત છે. ધર્મ કરવામાં ગડમથલ ન રહેવી જોઈએ. ધર્મની તક દેખાય તો એને ઝડપી લેવી જોઈએ. ધીમે ધીમે ઉઘડે તે ફૂલ હોય છે, એકેન્દ્રિય. આપણે પંચેન્દ્રિય છીએ. એક ઝાટકે નિર્ણય થવા જોઈએ.
ધર્મ કરતા પહેલા રોવાનું નહીં. ધર્મ કરવાનો છે તેનું ટેન્શન નહીં રાખવાનું. ધર્મનાં નામે ડર ન હોય. ધર્મના મુદ્દે કંટાળો ન કરાય.
ધર્મનાં નામે હોંશ હોય. ધર્મ માટે તરવરાટ હોય. ધર્મની તૈયારીમાં થનગનતો ઉત્સાહ હોય. ધર્મની કલ્પનાથી જ રોમાંચ અનુભવાતો હોય.
બીજાનાં મોઢેથી નાની અમથી પ્રેરણા નીકળે તે સાથે ધર્મ માટે મચી પડીએ. ધર્મની મજા લઈએ. ધર્મનો આનંદ માણીએ. ધક્કો લાગે તે પછી ધર્મમાં જોડાઈશું તો ગમે ત્યારે ગબડી પડીશું. બીજાની સાથે નહીં ચાલવાનું. બીજાને આપણી સાથે ચલાવવાના.
- ૫૧ -
૬. ક્મજોરીઓની ક્યા
Page #30
--------------------------------------------------------------------------
________________
अलं तेनामृतेन यत्रास्ति विषसंसर्गः । ( २० )
ઝેર સાથે ભળેલું અમૃત શું કામ લાગે ?’
ઝેર અને અમૃત સામસામે છેડે રહેલી શક્તિઓ છે. ઝેર બળવાન છે કે અમૃત આ પ્રશ્નનો જવાબ સરખામણીની દૃષ્ટિએ આપી શકાય તેમ નથી. ઝેરની રીતે ઝેર બળવાન છે. અમૃતની રીતે અમૃત બળવાન છે. ઝેરનું ટીપું અમૃતમાં પડે તો અમૃત બગડી જાય ? આ સવાલની સામે બીજો સવાલ. અમૃતનું ટીપું ઝેરમાં પડે તો ઝેરની મારકતા મટી જાય ? સૂત્ર આ બાબતે સ્પષ્ટ અભિપ્રાય આપે છે કે—જેમાં ઝેર પડ્યું હોય તેવું અમૃત નકામું બની જાય છે. ઝેરનું એક ટીપું—અમૃત ભરેલાં પાત્રને વિષપાત્ર બનાવી દે છે. ઝેર પથ્થર જેવું છે. આગમાં પીગળે નહીં. અમૃત ઘી જેવું છે. આગમાં પીગળી જાય. સારાં લક્ષણો અને ખરાબ લક્ષણોની સરખામણી કરવાની ના હોય. સારાં લક્ષણો દરેક જગ્યાએ સારા જ પૂરવાર થવાના છે. ખરાબ લક્ષણો દરેક જગ્યાએ ખરાબ જ સાબિત
~ ૫૩ ~
થવાના છે. એક માણસમાં સારાં લક્ષણ પણ હોય અને ખરાબ લક્ષણ પણ હોય તો તમારે સારાં લક્ષણથી પ્રભાવિત થવા માટે એ માણસની નજીક જવું ન જોઈએ કેમ કે નજીક જવાથી તેનાં ખરાબ લક્ષણો તમને પ્રભાવિત કરી શકે છે. દૂધમાં લીંબુનું ટીપું પડે તો દૂધ ફાટી જાય છે. લીંબુના રસમાં દૂધનું ટીપું પડે તો લીંબુનો રસ જરાપણ બગડતો નથી. સારા લક્ષણની સાથે ખરાબ લક્ષણ જોડાય છે ત્યારે સારાં લક્ષણને જ લૂણો લાગે છે. ખરાબ લક્ષણ તો કચરો છે. જ્યાં પડે ત્યાં ગંદકી કરે. દૂધમાં કેસ૨ નાંખો તો દૂધનો રંગ કેસરિયો થાય છે પરંતુ કેસરને કાદવ પર છાંટો તો કાદવ કેસરિયો બનતો નથી. કેસર કાવિયું બની જાય છે. સારાં લક્ષણ અને ખરાબ લક્ષણ સમાંતર રીતે જોવા મળે તો સારાં લક્ષણ જોઈને રાજી થવાનું નહીં બલ્કે ખરાબ લક્ષણ જોઈને સાવચેત થવાનું. ખરાબ લક્ષણની હાજરી, સારાં લક્ષણની તાકાતને તોડી શકે છે. સારાં લક્ષણ તો નાજુક ફૂલ જેવાં છે. તેમની માવજત લેવી પડે. તો સુવાસ રેલાવે. ફૂલને ઉકરડામાં મૂકો તો ફૂલ ઝંખવાય. સારાં લક્ષણની આસપાસ ખરાબ લક્ષણ હોય તો સારાં લક્ષણને જ અન્યાય થાય છે. તમને સાચી વ્યક્તિમાં સારાં લક્ષણોની સાથોસાથ ખરાબ લક્ષણો જોવા મળે તો પહેલી વાત એ નક્કી કરી લેજો કે તમારામાં દોષદિષ્ટ અને પૂર્વગ્રહ છે કે નહીં ? તમારામાં દોષદિષ્ટ અને પૂર્વગ્રહ નથી તેવું સ્પષ્ટ થઈ જાય તો જ ખરાબ લક્ષણ જોયાં તે વસ્તુસ્થિતિ રૂપે જોયા ગણાય. આ રીતે ખરાબ લક્ષણો જોવા મળે તો તમે એ વ્યક્તિથી દૂર રહેજો. મનની આદત છે. ખરાબ વસ્તુ તરત પકડે છે, સારી વસ્તુ પકડતા વાર લાગે છે. મન ખરાબ લક્ષણ પકડશે તો તે જીવનમાં ઉતરી આવશે. ખરાબ લક્ષણથી બચવાનું લક્ષ્ય પહેલું રાખજો. સારાં લક્ષણ
-૫૪
Page #31
--------------------------------------------------------------------------
________________
તો સમય આવશે ત્યારે મળી જશે. ખરાબ લક્ષણનો ચેપ લાગ્યો તો તેને ભૂંસતા દમ નીકળી જશે. ઝેરનું ટીપું અમૃતને બગાડી શકે છે. અમૃતનું ટીપું ઝેરને સુધારી શકતું નથી. ખરાબ લક્ષણની હાજરી સારાં લક્ષણને બગાડી શકે છે. સારાં લક્ષણની હાજરી ખરાબ લક્ષણને સુધારી શકતી નથી. માની ન શકાય તેવી આ વાતને ગંભીર અનુભવવાણી તરીકે યાદ રાખવી જોઈએ.
अहिदष्टा स्वांगुलिरपि छिद्यते । (२१) ‘સાપના ડંખવાળી આંગળી કાપવી જ પડે.”
સાપ જે આંગળીને કરડે તે તરત કાપી નાંખીએ તો સાપનું ઝેર આખા શરીરમાં ફેલાઈ શકતું નથી. પક્ષપાત બૂરી વસ્તુ છે. શરીરની આંગળી પોતાની છે. તેના વિના હાથ અપંગ જેવો દેખાય છે. હવે આ આંગળીને ઝેરીલો ડંખ સાપે માર્યો છે. ઝેર ઝડપથી આખા શરીરમાં ફેલાઈ જવાનું છે. આંગળી કાપીએ તો જીવતાં રહી શકાય છે. આંગળી બચાવો તો જીંદગી ગુમાવવી પડે છે. તમારો હાથ આંગળી વિના જીવી શકે છે પરંતુ તમારું શરીર આંગળીનાં ઝેરને લીધે ખતમ થઈ જાય તેમ છે. તમે બેધડક આંગળી કાંપી નાંખો છો. કેન્સરની ગાંઠ જ્યાં થાય તે જગ્યા કાપી નાંખો તો જ કૅન્સરનો ફેલાવો અટકે. વહેવારુ વાત છે.
તમારી જીંદગી તમારી અમાનત છે. તમારો સ્વભાવ તમારી સ્વતંત્રતા છે. તમે તમારી રીતે જીંદગી જીવો તેમાં કાંઈ જ ખોટું નથી. તમારો અહં તમારે પંપાળવો હોય તો તમને કોઈ જ રોકવાનું નથી. એક
વાત નક્કી છે. જીંદગીના કોઈ પણ તબક્કે તમારે તમારા સ્વભાવમાં ધરખમ સુધારા કરવાના છે. તમારો સ્વભાવ એ તમારી સ્વતંત્રતા છે તો તમારો સ્વભાવ જ તમારું ભવિષ્ય છે. તમારી સ્વતંત્રતાની ધૂનમાં તમે તમારા સ્વભાવને વળગી રહો અને તમે જ તમારાં ભવિષ્યને બગાડી મૂકો તે કેટલે અંશે વાજબી છે તે જાતે વિચારજો . તમારા પૂર્વગ્રહો અને તમારી ધારણાઓ અને તમારી માન્યતાઓને સાચવી રાખવા માટે તમે સ્વતંત્ર છો. આજ સુધી તમે તમારા પૂર્વગ્રહોને, તમારી માન્યતાઓ અને ધારણાઓને વાજબી માનતા આવ્યા છો. તમને આવી રહેલાં ભવિષ્યની પરવા નથી કેમ કે તમારા પર પૂર્વગ્રહો, માન્યતાઓ અને ધારણાઓની ધૂન સવાર થઈ ગઈ છે. બીજા કોઈ તમને કશું જ કહી શકવાના નથી. તમારો સ્વભાવ આવો જ રહેશે તો આગળ જતાં મોટો અકસ્માત થવાનો છે. તમારામાં પ્રચંડ આત્મવિશ્વાસ ભલે ભર્યો હોય. એનો ફુગ્ગો ફૂટવાનો છે કેમ કે તમે આત્મવિશ્વાસનાં જોરે તમારી ભૂલોને, તમારા ગલત પ્રતિભાવોને અને તમારી ચાલાકીને છુપાડી રહ્યા છો. તમારું પાપ અને તમારી કમજોરી એ તમારા સ્વભાવને ચડેલું ઝેર છે. સ્વભાવ જ જીવનમાં ભવિષ્યનું દરેક વરસ ઘડે છે. સ્વભાવને બદલી નાંખો. આંગળીને વહાલી માનીને પંપાળશો તો આંગળીનું ઝેર આખા શરીરને ખાઈ જશે. સ્વભાવ સમજીને પોતાનો બચાવ કરતા રહેશો તો તમારી જીંદગીને મોટી નુકશાની કરી બેસશો તમે. સ્વભાવ માન્યતાથી ઘડાય છે. માન્યતા સંસ્કારથી ઘડાય. સંસ્કાર એકધારા વિચારોથી ઘડાય છે. તમે વિચારની ધારા બદલી નાંખો. અનેકધારા વિચારો એ જ અનેકાંત છે. વિચારો નવી ધારામાં વહેશે તો નવા સંસ્કાર ઘડાશે. નવા સંસ્કારો ઘડશે નવી માન્યતા. અને
- ૫૫ -
- ૫૬ -
Page #32
--------------------------------------------------------------------------
________________
આ નવી માન્યતા સ્વભાવને બદલે. આંગળી કાપીને ઝેરથી બચી શકાય. સ્વભાવ સાથે બાંધછોડ કરીને ભવિષ્યના જોખમથી બચી શકાય.
અશુભનું નડતર વિચારોને પણ પીડે છે. વિચારવાનું બળ તૂટી જાય છે અશુભની ઉપસ્થિતિમાં. અશુભ સંયોગો વિચારોને કમજોર બનાવી દે છે. જે કરીશું તે બગડશે. જે વિચારીશું તેમાં ભૂલ થશે. થોભો અને રાહ જુઓ.
अशुभस्य कालहरणमेव प्रतिकारः । (२२) ‘અશુભના ઉદયમાં ધીરજથી સમય પસાર કરવો.’
નિષ્ફળતા સામે લડવું, મચક ન આપવી. જીતવા માટેનો આ સીધો રસ્તો છે. દરેક વખતે આ રસ્તો અપનાવી શકાતો નથી. કયારેક ચૂપચાપ બેઠા રહેવાનું હોય છે. ધોધમાર વરસાદ છે. નદીના કાંઠા તૂટી ગયા છે. ગામ પાણીમાં ડૂબી ગયું છે. ક્યાં લડીશું ? એક સામટા ચારપાંચ ફટકા વાગી જાય છે, સંબંધોમાં વિસ્ફોટ અને ધંધામાં તબાહી અને શરીરમાં માંદગી અને નજીકના સ્વજનનું અકાળમૃત્યુ. પડે છે ત્યારે સઘળું પડે છે. કશો મેળ જ બેસતો નથી. ચારેકોરથી પથરા વાગવા લાગે છે. તમે લાચાર બની રહો છો. પ્રયત્નોને અવકાશ જ નથી રહેતો. તમે મહેનત કરો અને શક્તિને કામે લગાડો તેની કોઈ જ અસર જોવા મળવાની નથી. આવા દિવસો એકવાર તો આવે જ છે. જીવનમાં અશુભનો ઉદય અચાનક થાય છે. એની સામે લડવાનું શક્ય હોતું નથી. હથિયાર હેઠા મૂકીને શરણાગત બનવાનું ગમતું નથી. કરવું શું ? સમય પસાર થઈ જવા દો. અશુભની અકાળઋતુ પસાર થઈ જશે પછી પ્રયત્ન કરીશું. અશુભની હાજરીમાં નિષ્ફળતા નિશ્ચિત છે. ધીરજ રાખો. રાહ જોવાની છે. અશુભનું બળ કમજોર થશે. પછી બેવડા જોરથી મહેનત કરવાની. અત્યારે કેવળ પ્રતીક્ષા. અશુભનો ઉદય સંયોગોને બગાડી મૂકે છે. વેરવિખેર પરિસ્થિતિ મનને ઢીલું પાડી દે છે. તંદુરસ્ત વિચારો માટે તાજગી હોવી જોઈએ.
स्वयमगुणं वस्तु न खलु पक्षपाताद् गुणवद् भवति । (२३)
પક્ષપાત, નકામી વસ્તુને કામની બતાવે છે. આ ખોટું છે.”
આકર્ષણને લીધે વસ્તુમાં સુંદરતા દેખાય અથવા સુંદરતાને લીધે વસ્તુનું આકર્ષણ થાય. વસ્તુની જેવું જ વ્યક્તિનું. વસ્તુ કે વ્યક્તિમાં રસ પડે છે ત્યારે વસ્તુ કે વ્યક્તિ સુંદર છે તે મહત્ત્વનો મુદ્દો બની જાય છે. ગમવાની પાછળ રસ હોય, સ્વાર્થ હોય. દરેક ગમતી બાબતમાં આવું હોય ? વિચારવા જેવું છે. પક્ષપાતને લીધે નકામી વસ્તુ સારી લાગે તેવું બની શકે છે. મનમાં સ્વીકાર્ય બની ગયેલી વ્યક્તિ માટે કૂણી લાગણી તો રહેવાની જ છે. તમારી પાસે ભેગી થયેલી નાનીનાની વસ્તુઓમાં તમને કામ લાગે એવું શું છે તે જોજો. એક મમતા બાદ કરી દો તો ઘણી વસ્તુઓ કામ વગરની છે તે સમજાશે. તમારા વિચારો તમને સારા લાગે છે કેમ કે તમને તમારા વિચારો માટે મમતા છે. તમારો વિચિત્ર સ્વભાવ તમને સારો લાગે છે કેમ કે તમને તમારા સ્વભાવ માટે મમતા છે. તમારા પર થનારા આક્ષેપોને તમે સ્વીકારતા નથી કેમ કે તમે તમારી ભૂલોને પ્રેમ કરો છો. તમને ખબર છે કે તમારો બચાવ સાવ ખોટો છે પણ તમે સમજવા તૈયાર થતા નથી. તમે તમારો મજબૂત બચાવ કરો છો. બીજા માની ન શકે એ હદે તમે તમારી નબળાઈને ચલાવી લો છો. તમારે સારું
- ૫૭ -
- ૫૮ -
Page #33
--------------------------------------------------------------------------
________________
હોય તેનો પક્ષપાત કેળવવાનો છે. તમારે સારું ન હોય તેનાથી દૂર રહેવાનું છે. તમારા જીવનને નુકશાન કરે, તમારા સંબંધોને બગાડી મૂકે તેવી વ્યક્તિઓથી સાવચેત રહીને ચાલો. તમે એમ માનો છો કે હું કરું તે બરાબર છે. આ તમારા મનની રમત છે. મનમાં બેસેલું અભિમાન તમને જડબેસલાક રીતે બાંધી રાખે છે. તમે તમારી માન્યતાથી અળગા થઈને તમારા વિચારોને તપાસી શકતા નથી. તમે તમારા પૂર્વગ્રહો બાદ કરીને તમારા વિચારોને વાંચી શકતા નથી. તમે તો તમારી ધૂનમાં તણાયા કરો છો. કોઈ સાચા અને તટસ્થ માણસ સાથે દોસ્તી કરીને, તેની પાસેથી જાણવું જોઈએ કે તમારામાં શું શું ખૂટે છે ? તમે કાર્યક્ષમ હશો તો કોઈ તમને પડકારવાનું નથી. તમે કડક હશો તો તમને કોઈ રોકી શકવાનું નથી. તમારી પસંદગી પ્રમાણે તમે જીવી શકશો. તમારી માન્યતા મુજબ તમે ચાલી શકશો. પણ યાદ રાખજો . તમે ખોટી વસ્તુનો પક્ષપાત કર્યો હશે તો એક દિવસ એ તમને ભારે પડશે જ. તમારું પુણ્ય જાગતું હશે તો તમે બચી શકશો. પણ તેનાથી ખરાબ બાબત એ સારી બાબત બની જતી નથી. તમે સ્વીકારી લીધેલા સંબંધો હોય કે તમે સ્વીકારી લીધેલો ધંધો હોય કે તમે અપનાવી લીધેલી જીવનશૈલી હોય કે તમે રાખી લીધેલી ચીજવસ્તુઓ હોય એ તમને ગમે છે તે એક વાત છે અને એ સારી છે કે ખરાબ તેનું મૂલ્યાંકન કરવું તે બીજી વાત છે. તમે તમારા જીવનમાં તપાસી જોજો. તમે સ્વીકારી લીધેલું ઘણુંબધું એવું છે જે તમારે છોડવાની જરૂર છે. તમે છોડશો નહીં તો એટલે અંશે તમે, સારાપણું ગુમાવ્યું છે તેમ માનવું જ પડશે. વ્યક્તિગત અભિરુચિ એ સિદ્ધાંત બની શકે નહીં.
૭. સાચવવા જેવું ઘણુંબધું
- ૫૯ -
Page #34
--------------------------------------------------------------------------
________________
सिंहस्येव केवलं पौरुषावलंबिनो न चिरं कुशलम् । (२४)
‘સિંહની જેમ આક્રમક બન્યા કરશો તો ઘણું ગુમાવશો.’
તમારામાં જોશ અને જુસ્સો હશે. હોવો જ જોઈએ. તમને કામ હાથમાં લઈને આગળ વધવાનું ગમે છે. કામ કરવાનો થનગનાટ તમારા સ્વભાવમાં છે. સારી વાત એ છે કે તમે કામ દીઠ અને માણસ દીઠ નવી યોજના બનાવીને આગળ વધો. તમારી તાકાતના ભરોસે તમે આક્રમક રવૈયો અપનાવી રાખશો નહીં. સામી છાતીએ લડવાની હિંમત તમને મર્દાના બનાવે છે. દર વખતે લડવું જ પડે એવું જરૂરી નથી હોતું. ચોક્કસ કોઈ ઉદ્દેશ હોય તો લડવાની તૈયારી રાખી શકાય. દરેક ઉદ્દેશો લડવાથી સિદ્ધ થતા હોતા નથી. મોટે ભાગે તો ઠંડે કલેજે કામ લેવાની તાકાત રાખવી પડે છે. વાતેવાતે ઝઘડનારા સિંહ નહીં, શ્વાન હોય છે. મોટો
અવાજ કરતા આવડે એટલે આપણે વિજેતા બની જતા નથી. લાંબી રેસનો ઘોડો દોડે છે પણ ઉછળતો નથી. હરણ ઉછળે છે, ઘોડો ભાગે છે. તમે કામ કરવાની બાબતમાં હાર-જીતને જ નજર સમક્ષ રાખો છો. તમને એમ લાગે છે કે કામ થયું તો જીત્યા, થયું તો હાર્યા. કામ અને હારજીત અલગ અલગ બાબતો છે. બીજાની આગળ શૂરા પૂરવાર થવું એ શક્તિનો ઉદ્દેશ નથી. બીજા તમારાથી પ્રભાવિત થઈ જાય એ તમારી તાકાતનો સાર નથી. તમે બીજાને નજર સામે રાખીને ચાલો છો એ બાબતે જ ખોટી છે. તમારે તમારી સફળતા માટે કામ કરવાનું છે. બીજા નિષ્ફળ થાય તેની પર આધાર ન રખાય. મુખ્ય વાત એ કે બીજાને નિષ્ફળ બનાવવાથી તમારી જીત સિદ્ધ થઈ શકતી નથી. તમારી સફળતા તમારે તમારા પગ પર ઘડવી પડે છે. બીજા જે કરતા હોય તે એમનો વિષય છે, તમારે તમારું લક્ષ્ય જ જોવાનું હોય. માણસો સાથે પનારો પડશે. દુશ્મન સાથે વાત પણ કરવી પડશે. દરવખતે તડ અને ફડનો હિસાબ કામ લાગી શકવાનો નથી. સિંહ હંમેશા મોટા શિકારો નથી કરતો. સિહ નાની આખેટ પણ કરી લે છે. તમે સ્વયં એક શક્તિ છો. તમારે બીજાની પર આક્રમણ કરવાનું ન હોય. ખૂબ સહેલું છે, બીજાને તોડી પાડવાનું. આઠ-દસ આક્ષેપો કરીને સામી વ્યક્તિને હીન પૂરવાર કરી દેવામાં ઝાઝી તાકાતની જરૂર પડતી નથી. શાંતિ અને ધીરજ રાખવી જોઈએ. એકલી શક્તિનાં જોરે જંગમાં જીત મળતી નથી. તમારું લડાયક ખમીર જ તમને પ્રગતિનો રસ્તો બતાવે છે તેવું નથી. લડવૈયાઓ આવેશમાં જીવતા હોય છે. તત્કાળ ફુરી આવતા વિચારોને આધીન થઈને ઝપાઝપી કરી બેસનારા લાંબાગાળે ઘણુંબધું ગુમાવતા હોય છે. સિંહ
Page #35
--------------------------------------------------------------------------
________________
બનો પણ યુદ્ધના મેદાનમાં. ગુફામાં અને જંગલની કેડી પર મદમસ્ત બનીને ચાલતો સિંહ આક્રમક નથી હોતો. લડો, પણ મર્યાદામાં. દરેક વાતને લડવાનો મુદ્દો ન બનાવશો. તમારી લાગણીશીલતાને જડતાનું ગ્રહણ લાગવું ન જોઈએ. વિજેતા કયારેય આવેશથી નથી જીતતો. એ યોજનાથી જીતે છે. તમારી પાસે સર્વગ્રાહી આયોજન હોવું જોઈએ. તૈયારી કરવામાં પૂરતો સમય ગાળવો જોઈએ. એક દિવસનું યુદ્ધ, દસ વરસનાં સંચિત બળની પરીક્ષા લેતું હોય છે. તમારી સાથે કોણ ટકરાયું છે તેની તમને પરવા ભલે ન હોય. તમે કોની સાથે ટકરાયા છો તે ખ્યાલમાં રાખજો. તમારે લડાઈ કરવાની નથી. તમારે જીતવાનું છે. તમે સારા પૂરવાર થઈને જીતો તે મહત્ત્વનું છે. તમે ખરાબ બનીને જીતો તેનો અર્થ નથી. ગંજાવર હાથીને સિંહ હરાવી દે છે. તમે મોટા દુશ્મનોથી ડરતા નથી. વાત એ છે કે હાથી સાથે જરૂર પડે તો જ સિંહ લડે છે. સિંહ કાયમ હાથી સામે જ લડ્યા કરે છે તેવું નથી. તમે કાયમ કોઈને કોઈની સાથે બાકૃયા કરો છે. સિંહને ઝઘડાળું પ્રાણી નથી કહેતા. તમે તો ઝઘડાળુ તરીકે પ્રસિદ્ધ થઈ ગયા છો. આ દુનિયા એટલી ખરાબ નથી કે બધા સાથે ઝઘડવું જ પડે. હળતામળતા રહો, હસીને વાત કરો અને સારો આવકાર આપો તો દુશ્મન તમારી સામે પ્રેમથી હાર કબૂલી લેશે. શસ્ત્રની જીત કરતાં પ્રેમની જીત મોટી હોય છે.
તેને જ યશ કે અપયશ મળે. કામ કરવાનું હોય તો કામનું સારું પરિણામ આવશે તેવી કલ્પના રાખીને ચાલવું જોઈએ. કામ નહીં કરું તો ભૂલ નહીં થાય, કામ નહીં કરું તો થાક નહીં લાગે, કામ નહીં કરે તો અપયશ મળશે નહીં, એવું વિચારીને ચાલવાનું હોય નહીં. તમે કામ સારી રીતે કરો તે તમારી પ્રામાણિકતા છે. કામ ન કરવું હોય તો બહાના મળી જ રહેવાના છે. કામ કરનારાને કામ કરવાનાં કારણો પણ મળી જ રહેશે. તમે કામ કરીને મહેનતુ બનો છો કે કામ ન કરીને આળસુ બનો છો તે કેવળ તમારા જ હાથમાં છે. કામ કરતી વખતે કામનું પરિણામ શું જોઈએ છે તે મનમાં ભલે સ્પષ્ટ રાખો. એવું બનશે કે પરિણામ કાંઈ આવે જ નહીં. એવું પણ બનશે કે પરિણામ તદ્દન વિપરીત આવીને ઊભું રહે. તમે તેમાં લાચાર છો. તમારે કામ કરવામાં હાથચોરી નહીં કરવાની. નવી શરૂઆત હોય તેને લીધે ડર લાગે, ક્ષોભ થાય અને સફળતા વિશે શંકા રહે તે સ્વાભાવિક છે. તમે ફિકર રાખ્યા વિના કામ કરજો . આ દુનિયામાં કામ ન કરનારા લોકોને કોઈ ઓળખતું નથી. એ લોકો પોતાની નાની ઝૂંપડી જેવી જગ્યામાં જીંદગી વીતાવી દે છે. પસીનો પાડીને કામ કરનારા મરદના બચ્ચાઓને દુનિયા ઓળખે છે અને જાહોજલાલી પણ તેમની જ થાય છે. તમારું કામ કરવાનું સામર્થ્ય કેટલું છે તેનો નિર્ણય તમે ભવિષ્યને સોપી દો. અટકો નહીં. આગે બઢો. દરેક શરૂઆત એક ચિતા સાથે જ થતી હોય છે. ચિંતામાં, કામ ન કરવાની વૃત્તિનું જોર ન હોવું જોઈએ. ચિંતામાં ભૂલ ન થવા દે એવી જાગૃતિનું જોર હોવું જોઈએ. જમવા બેસો ત્યારે તમે જે ખાશો તે પચી જશે તેવો વિશ્વાસ હોય છે ને ? તમે જમતી વખતે અજીર્ણનો ભય રાખશો તો જમી જ નહીં શકો. ભૂખ્યા રહેશો અને
अजीर्णभयात् किं भोजनं परित्यज्यते । (२५) અજીર્ણ થવાના ડરથી ખાવાનો ત્યાગ ન કરાય.” કામ કરે તેની જ ભૂલ થાય. કામ કરે તેને જ શ્રમ પડે. કામ કરે
- ૬૩ -
- ૬૪ -
Page #36
--------------------------------------------------------------------------
________________
અશક્તિ લાગશે. બીજા ઘણા લોકોએ તમારી જેમ જ કામની શરૂઆતમાં સંકોચ અનુભવ્યો હતો. પોતાનાં બળ પર વિશ્વાસ રાખીને તેમણે આગેકૂચ કરી તો તેમને સફળતા મળી છે. નવસર્જન કરવા માટે શક્તિ તો જોઈએ જ છે. તેથી વિશેષ હિંમત જોઈએ છે. સારો વક્તા પહેલેથી જ સારો વક્તા હોય છે એવું દરેક વખતે બનતું નથી. શરૂઆતમાં એ વક્તા ખાસ પ્રભાવશાળી હોતો નથી. કામ ચાલુ રાખે છે તો ધીમે ધીમે કામ જામી જાય છે અને પછી નામ પણ જામી જાય છે. ડરી ડરીને ચાલનારો મક્કમ વિકાસ કરી શકતો નથી. કામ કરવું છે તો પૂર્ણ વિશ્વાસથી કરો. ફત્તેહ છે આગે.
सत्यपि दैवेऽनुकूले न निष्कर्मणो भद्रमस्ति । (२६) “નસીબનો સાથ હોય તો પણ મહેનત તો કરવી જ પડે.”
સારા સંયોગો મળે છે તે અનુકૂળ ભાગ્યની નિશાની છે. સારાં ભાગ્યનાં પ્રમાણમાં પુરુષાર્થ પણ સારો હોવો જોઈએ. પુણ્ય સારી સામગ્રી આપે છે તેમાં પુરુષાર્થનો ફાળો પણ પૂરતો હોય છે. આહાર સારો મળે છે તે ખાવાનો પુરુષાર્થ કરવો પડે છે તેમ એ આહાર બનેલી સામગ્રીને, રસોઈ બનાવવાની મહેનત કર્યા વિના આહાર તરીકેની ઓળખાણ મળવાની નથી તે નક્કી છે. પુરુષાર્થની સામે પુણ્ય કાચું પડે છે તેવું કોઈ વખતે જોવા મળે છે. પુણ્યની સરખામણીમાં પુરુષાર્થ નહીવતું છે તેવું કોઈ વખતે જોવા મળે છે. આવા કિસ્સામાં પુણ્ય બધું જ ભેગું કરી આપતું હોય છે. મહેનત લગભગ નથી હોતી. તમારી પાસે એવું પુણ્ય નથી કે તૈયાર થાળીએ પૈસા પીરસાયા કરે. પૈસા બનાવવા કમર કસવી પડે છે તેવું ઘણી
બાબતોમાં બને છે. તમારી સમક્ષ ધર્મ કરવાને અનુકૂળ સંયોગો છે. તમારું પુણ્ય તમને ધર્મ કરવાની અનુકૂળતા આપી રહ્યું છે. તમારે તમારાં પુણ્યને અનુસરીને મહેનત કરવી જોઈએ. પુણ્ય સાથ આપે છે ત્યારે થોડી મહેનત ઘણી સિદ્ધિ મળતી હોય છે. તમને ખબર છે ? દરેક પુણ્યની એક સમયમર્યાદા હોય છે. એ દરમ્યાન તમે એ પુણ્યનો શક્ય એટલો સારો ઉપયોગ કરી શકો છો. એકવાર એની સમયમર્યાદા પૂરી થઈ ગઈ પછી તમે માથું પછાડો તો પણ તમારા હાથે ધાર્યા કામો થઈ શકતા નથી. આજે તમે અનુકૂળ પુણ્યનો સદુપયોગ નથી કરતા તો તમે સમયને ખોઈ રહ્યા છો. કાલે આ પુણ્ય પીછેહઠ કરશે તો તમે એકલા થઈ જશો. પછી તમે પસ્તાશો. સુખના દિવસો કાયમી રહેતા હશે. ધર્મના દિવસોને કાયમી બનાવવા પડે છે. ધર્મ પ્રેરણા અને પુરુષાર્થથી સાધ્ય બને છે. ધર્મને ભૂલી જનારો નવાં પુણ્યની શકયતાને ગુમાવે છે અને આગળના દિવસોમાં દુ:ખો માટે મોકળું મેદાન તૈયાર કરે છે. દર્શન કરીને સંતોષ માની લેનારો, પૂજા કરતો નથી. પૂજા કરીને સંતોષ માની લેનારો, વ્યાખ્યાન સાંભળતો નથી. વ્યાખ્યાન સાંભળીને સંતોષ માની લેનારો, સામાયિક અને પ્રતિક્રમણ ચૂકે છે. તમે જે ધર્મ નથી કરતા તે ધર્મ કરવાની અનુકૂળતાનો અભાવ છે કે તે ધર્મ કરવાના પુરુષાર્થનો અભાવ છે તે તમે શોધો. તમારી પાસે આજે વિચારવાનો સમય છે. પુણ્ય સાથે છે. તમે પુણ્યનો ઉપયોગ કરતા નથી. કાલે એવું બનશે, તમારી પાસે ધર્મ કરવાની સદ્દબુદ્ધિ હશે પરંતુ તમારું પુણ્ય પરવારી ગયું હશે. ત્યારે પસ્તાવો કરવાનો કોઈ જ અર્થ નહીં હોય. ભવિષ્યને ઉજાળવાનો એક જ રસ્તો છે : વર્તમાન પુણ્યનો સારામાં સારો ઉપયોગ કરી લો.
- ૬૫ -
Page #37
--------------------------------------------------------------------------
________________
अभ्यासः कर्मसु कौशलम् उत्पादयत्येव । (२७) અભ્યાસ દ્વારા કર્મમાં કુશળતા આવે જ.’
તમને કામ કરતાં નથી આવડતું. વાંધો નથી. તમે કામ શરૂ તો કરો. કામ કરતા જશો તેમ હાથ બેસતો જશે. તમારે શીખવા માટે અનુભવીનું માર્ગદર્શન લેતા રહેવાનું. સાવ એકલા કામ કરવાથી પણ સફળતા મળી શકે, પરંતુ વાર લાગે છે. અનુભવીના હાથે ઘડાતા હોઈએ તો સમય બચે છે ઘણો અને પરિણામ પણ ઊંચું આવે છે. તમારાથી તપ થતો નથી. માર્ગદર્શક ગુરુ છે. તેમની સાથે બેસીને ચર્ચા કરો. તમારી ઇચ્છા છે પરંતુ તમારામાં શક્તિ ઓછી છે તેવું તમે માની લીધું છે. ગુરુ તમને ધીમે ધીમે આગળ વધારશે. મોટાભાગની અઠ્ઠાઈઓ એક એક ઉપવાસથી પૂરી થતી હોય છે. તમારામાં શક્તિ ઘણી છે. અનુભવની ખોટ વર્તાય છે. તે તમે સમજો છો. નવોસવો ખેલાડી રમવા માટે મેદાનમાં ઉતરે અને પીઢ અનુભવી ખેલાડી મેદાનમાં આવે તેમાં ખાસ્સો ફરક હોય છે. તમે ધર્મની બાબતમાં ઘણું જાણતા નથી. નવા છો. ધર્મ કરતા રહો. સારાં વ્યાખ્યાનો સાંભળો. સારાં પુસ્તકો વાંચો. ધર્મની કરણીમાં ખાડો ન પડે તેની કાળજી લો. ધીરે ધીરે તમે ઘડાઈ જશો. હીરો ઘસાય તેમ ચમક વધે. ધર્મ ઘડાય તેમ પ્રભાવ વધે. નવા હોવાનો ફાયદો એ છે કે અમુક ભૂલો રૂઢ થઈ હોતી નથી. વરસોથી ધરમ કરનારામાં અમુક ભૂલો જડતાપૂર્વક બેસી ગઈ હોય છે. તમે નવા છો તેથી એવું જોખમ તમારામાં જોવા નહીં મળે. તકેદારી રાખજો. જે કરો તે સાવધાન વર્તીને કરજો. નવો ધર્મ વધુ ચમકદાર બનશે.
**૭*
कस्य खलु कार्यारंभे પ્રત્યેહા ન મવન્તિ ? (૨૮) “કામના પ્રારંભે વિઘ્ન કોને નથી આવ્યા ’
તમે ઉત્સાહથી કામ શરૂ કર્યું. થોડાક આગળ વધ્યા. અને એક એવો ફટકો વાગ્યો કે તમારો ઉત્સાહ ભાંગીને ભુક્કો થઈ ગયો. કામ કરો છો તો વિઘન આવશે જ. ચાલે તેને જ કાંટા વાગે. પથારીમાં પોઢેલાને કશું વાગતું નથી. કામ કરવું છે તો કાયમ વિઘ્નો સાથે જ કામ લેવું પડશે. તમારી છાતી કઠણ હોવી જોઈશે. બટકણો સ્વભાવ સારો નહીં. જળોની જેમ કામને વળગી રહેવું પડશે. તીવ્ર જીદ રાખવી પડશે. કામ કરવાનો અર્થ છે લડવું. તમે બગીચામાં ટહેલતા હો એવી સહેલાઈથી કામ કરી શકો નહીં. તમે ઠેસ ખાઈને બેસી પડો તે ચાલે નહીં. પરીક્ષા તો થવાની જ. રામ અને યુધિષ્ઠિર પણ પરીક્ષામાં મૂકાયા છે. તમે તો ભલા, કોણ છો ? તમને તકલીફ પડે તેને તમે સ્વીકારી લેજો. વિઘ્નો વાગે તેનાથી જખમી ભલે થવાય, ચાલ ધીમી ન પડવી જોઈએ. તમે અટક્યા તો ગયા કામથી. સમજી લેજો. દુનિયા ઝડપથી ચાલે છે. બેસી પડનારાની રાહ જોવામાં કોઈને રસ નથી. ડંકો તેનો જ વાગે છે જે આગળ ચાલે છે. શરૂઆતી દૌરમાં કઠણાઈ આવે તેનાથી ગભરાજો મત. તમે ટકી રહેશો તો કામ આપોઆપ થયા કરશે. તમારું મજબૂત હોવું એ સમયનો તકાદો છે.
૬૮
Page #38
--------------------------------------------------------------------------
________________
न कस्यापि क्रुद्धस्य पुरतः तिष्ठेत् । (२९) ગુસ્સે ભરાયેલા આદમી સામે ઊભા ન રહેશો.
૮. નક્ર વાસ્તવિક્તાઓ
ચેપી રોગ જેવો છે ક્રોધ. ઝડપથી ફેલાય છે. તમે ક્રોધ ન કરો તેમાં તમારી ભલાઈ છે. તમે ક્રોધ ન કરાવો તેમાં તમારી ભલાઈ છે. તમે ક્રોધ કરનારની સાથે વાત કરશો નહીં. ગુસ્સે ભરાયેલા આદમીની પાસે ઊભા રહેવામાં જોખમ છે, એ ગમેતેમ બોલતો હશે તે તમારે સાંભળવું પડશે. એ તમારી પર આક્ષેપ કરશે તો તમારે જવાબ આપવા કડવા બોલ ઉચ્ચારવા પડશે. તમે બોલશો એમાંથી નવો ફણગો ફૂટશે. નવી આગ લાગશે. દૂર રહેવું સારું. ક્રોધ કરનારો, ક્રોધની ક્ષણો પૂરતો ગાંડપણનો ભોગ બન્યો હોય છે. ગાંડા માણસ સાથે જીભાજોડી કરવામાં ગાંડાને ગુમાવવાનું નથી, ડાહ્યાની ઇજજત જાય છે. ગુસ્સાનો તો શું ભરોસો ? સમય બગાડે અને તમાચો ખાવો પડે. ગુસ્સે ભરાયેલો માણસ રીતસર આક્રમણકારી બની જાય છે. એની લપેટમાં જે આવે તે ઘવાય છે. ગુસ્સો નહીં કરવાનું સહેલું છે પરંતુ ગુસ્સો કરનાર સાથે ઊભા રહ્યા બાદ ગુસ્સાથી અલિપ્ત રહેવું તો અશક્ય છે. ગુસ્સો કરનારો, ભૂરાયો થયો હોય છે. તેનો પોતાના મગજ પર કાબૂ હોતો નથી. તેને શાંત પડવાની તમારામાં તાકાત હોય તો પણ એ જવાબદારી તમારી બને છે કે નહીં તે
- 05
Page #39
--------------------------------------------------------------------------
________________
તમારે પહેલા જોવું જોઈએ. ગુસ્સો કરીને એ પાછળથી પસ્તાશે. તેની જેમ તમે પસ્તાશો તેમાં ફરક હશે. એ ભાન ભૂલ્યા બદલ પસ્તાશે. તમે જાણી જોઈને ભાન ગુમાવ્યા બદલ પસ્તાશો. શું મળવાનું છે ક્રોધાવિષ્ટ માણસ પાસે ઊભા રહેવાથી ? તમારે એટલું જ સોચવાનું છે કે “આ માણસ ગુસ્સા કરવાને લીધે ભૂંડો દેખાઈ રહ્યો છે, એની સાથે હું જોડાઈશ તો હું રૂપાળો દેખાવાનો નથી.' ક્રોધનો સામનો કરવાની ફરજ પડે ત્યારે ન છૂટકે એવા માણસનો વર્તાવ વેઠી લેવાનો. ગુસ્સો આવી ચડ્યો હોય તો તે કાબૂમાં લઈ લેવાનો. ગુસ્સાખોર માણસ પર ગુસ્સો કરવામાં લાભ ઓછો છે, નુકશાન વધુ છે. એક કહેવત છે. ગુંડા સામે ગુંડો બનવામાં જીતે તો ગુંડાગીરીની જ થતી હોય છે. ક્રોધ માટે એમ કહી શકાય કે ક્રોધ સામે ક્રોધ કરવામાં જીત ક્રોધની જ થતી હોય છે. ક્રોધથી બચવું છે તો એક કામ કરો. ક્રોધ કરનારા લોકોને દૂરથી સલામ કરો. એમની નજીકમાં ફરકશો નહીં.
કોઈ કરી નહીં શકે. તમને સ્થિર રીતે પ્રગતિ કરતા જોઈને રાજી થવાનું કોઈકને ગમે પણ છે. બધા જ લોકો ઇર્ષા કરતા નથી. તમે ધાર્યું લક્ષ્ય સાધશો તેવો ઘણાને વિશ્વાસ છે. તમારા જેવા મહાનું લક્ષ્યો પર શરસંધાન કરવું જોઈએ તેવું માની રહેલા ઘણા લોકો એ તમને ગૌરવપ્રદાન કર્યું છે તે તમારે યાદ રાખવાનું છે. તમે બીજા લોકો જેવા ચીલાચાલુ માણસ નથી. તમારામાં સોનેરી આગ છે, તમારામાં રૂપેરી તેજ છે. તમે ધારો તે કરી શકો એમ છો. તમે કામ શરૂ કરતા નથી ત્યાર સુધી જ તમારાથી ઇતિહાસ દૂર ઊભો હોય છે. તમારા વર્તુળમાં તમે અલગ તરી આવો છો. તમને રોકવાનું આસાન નથી. તમને હરાવી શકાય નહીં. તમને ધારદાર વેગે આગળ વધતા જોયા કરવાનું ગમે છે. તમે બીજાનું કશું બગાડતા નથી અને બીજા તમારું બગાડવા ચાહે તો પણ નથી બગાડી શકતા. તમે તમારી તાકાતનાં જોરે ચાલો છો. તાકાતની સાથે યોજના ભળે છે પછી જીત નામનું ગુલાબ કાંટા વગર ઉગી નીકળે છે. થોડા વરસ પહેલા તમે ક્યાં હતાં ? આજે તમે કેટલા આગળ નીકળી ગયા છો ? તમારે તમારા જ વિક્રમોને તોડવાના છે. તમારે તમારી સિદ્ધિઓને સવાઈ કરીને ફરીથી મેળવવાની છે. તમારામાં અમાપ સંભાવના છૂપાયેલી છે. તમે તમારી પ્રતિભા માટે એકદમ સતર્ક છો. તેમને બીજાની પ્રગતિ જોવાનું ગમે છે. તમને બીજાનો વિકાસ જોઈને ખુશી થાય છે. તમે બીજાને સહકાર આપવામાં પાછીપાની કરતા નથી. તમે શક્તિની કદર કરી શકો છો. તમે વિચાર અને પ્રચારથી વિશેષ રીતે નક્કર આચારમાં માનો છો. તમને કોઈ રોકી નહીં શકે.
जलवत् मार्दवोपेतः पृथूनपि भूभृतो भिनत्ति । (३०) પાણી જેવો કોમળ પ્રવાહ મોટા પથ્થરોને ભેદી શકે છે.”
તમે નમ્ર બનવા છતાં મક્કમ રહી શકો છો. તમારી માન્યતા અને તમારી દિશા જો સાચી જ છે તો તમારે ચિન્તા કરવી નહીં. તમે ઠંડા કલેજે આગળ વધો. કામ કરવાવાળાઓમાં બેઠી તાકાત હોવી જોઈએ. અખંડ ધારાએ વહેતું ઝરણું પહાડમાં પોલાણ સર્જીને નવો રસ્તો શોધી લે છે. તમારો વિચાર સુરેખ અને સ્પષ્ટ હશે તો તમને ચલિત કરવાની હિંમત
Page #40
--------------------------------------------------------------------------
________________
પ્રાપ પ્રત્યયો fક્ષતવ્ય: I (૩૬)
જાનનાં જોખમે વિશ્વાસનું જતન કરો.
વિશ્વાસની કંઠી બાંધ્યા વિનાનો સંબંધ હૂંફાળો બની શકતો નથી. બે કે બેથી વધુ માણસ એક સૂત્રે જોડાય છે તેમાં સ્વાર્થ અથવા ઉદ્દેશ હોય તે જરૂરી છે. કામ વિના ભેગા થનારા ટોળામાં સત્ત્વ હોતું નથી. તમે જોજો. લક્ષ્મ વિનાની દોસ્તીનું આયખું જલદી ખૂટી પડે છે. તમે સંબંધમાં વિશ્વાસ ઉમેરવા માંગો છો તો તમારે ત્રણ કામ કરવાના રહેશે. એક, તમે સામી વ્યક્તિનાં દુ:ખને પોતાનું દુઃખ માનો છો તેવું વર્તન દ્વારા સાબિત કરવું પડશે. બે, તમે સામી વ્યક્તિને નુકશાન કરવા માંગતા નથી તે સિદ્ધ કરવું પડશે. ત્રણ, તમે સામી વ્યક્તિનો સાથ મુશ્કેલીના દિવસોમાં છોડશો નહીં, તેવું અઘોષિત વચન આપવું પડશે. વિશ્વાસમાં શબ્દોનું મહત્ત્વ નથી. સોદો હોય ત્યાં સહી હોય. વિશ્વાસ સહી વિનાના હસ્તાક્ષર છે. તમે વિશ્વાસ પામો છો ત્યારે એક નવી જીંદગી જીવવાની શરૂ કરો છો. વિશ્વાસ સંપાદન કરનારો પોતાની જીંદગીને, બીજી એક જીંદગીના પ્રવાહ સાથે વહેતી મૂકે છે. પોતાની સ્વતંત્રતા ગુમાવ્યા વિના તમારે સાચી માણસને સમર્પિત થવાનું હોય છે. તમે વિશ્વાસ જીત્યો એટલે બંધાઈ ગયા. આ દોરી તૂટવી ન જોઈએ. વિશ્વાસને આત્માનો શ્વાસ ગણવામાં આવે છે. શરીરના શ્વાસની ઝડપમાં વધઘટ હોય છે, વિશ્વાસમાં કેવળ ‘વધ’ હોય છે, ઘટ નથી હોતી. વિશ્વાસના જતન માટે તમારે સર્વસ્વ કુરબાન કરવું જોઈએ. વ્યક્તિનું મનોજગત ચોક્કસ અપેક્ષા રાખે છે અને તમારે, વિશ્વાસપાત્ર માણસ તરીકે એ અપેક્ષા પૂરી કરવાની હોય છે. તમે વિશ્વાસ મેળવો છો તેની સામે તમે વિશ્વાસ મૂકો છો. અરસપરસ
- ૭૩ -
સંકળાયેલી વાત છે. વિશ્વાસમાં બુદ્ધિનું સ્થાન શ્રદ્ધા જેવું છે. દરેક વખતે શ્રદ્ધા જીતે છે અને બુદ્ધિને સંતોષ મળે છે. તમે વિશ્વાસ ગુમાવીને જીવશો તેમાં મજા નહીં હોય. તમારી પર કેટલા લોકો અંગત વિશ્વાસ મૂકે છે તે તમારી જીંદગીની સફળતાનો પાયો છે. તમે વિશ્વાસ ગુમાવીને જીતો છો ત્યારે તમારી માણસાઈની હાર થતી હોય છે. તમારો માંહ્યલો માને નહીં ત્યાં સંબંધ રાખવો નહીં. અને સંબંધ રાખ્યો છે તો વિશ્વાસ તોડવો નહીં. સંબંધ બગડે તે પછી પણ વિશ્વાસને જાળવવાનો હોય છે. સારો સંબંધ તંદુરસ્ત લેવડદેવડમાં ચાલતો હતો. હવે એવું રહ્યું નથી તો શું છે ? એક કરાર તો છે જ. સાથે ચાલ્યા, હાથમાં હાથમાં મીલાવ્યા અને દુ:ખ વચ્ચેથી રસ્તો શોધ્યો તે ભૂતકાળ ભૂંસાઈ જતો નથી. સંબંધનો કડવો મુકામે આવ્યો અને છૂટા થઈ ગયા તેમાં ચોક્કસ મતભેદનો ફાળો છે. એ વૈચારિક અલગાવને લીધે દિશાઓ ફંટાઈ ગઈ છે છતાં અમુક બાબતોમાં મૌન રાખવાનું છે. ખુલાસા કરવાની ધૂનમાં અયોગ્ય રજૂઆત થઈ ન જાય તેની કાળજી રાખવાની છે. સંબંધનો સંદર્ભ બદલાય છે. સંબંધ નથી બદલાતો. સંબંધ ચાલતો હતો તે કયાંક ઊભો રહી જાય છે. પોતાના ભૂતકાળની સાથે ઊભેલા એ સ્થગિત સંબંધને વિશ્વાસપૂર્વક સન્માન આપવાનું હોય છે. છાશિયું કરવાથી સંબંધ સુધરતા નથી અને જેનાથી સંબંધ સુધરતા નથી તેનાથી છાપ સુધરતી નથી. વિશ્વાસ તૂટે તેને લીધે સંબંધ તૂટે છે તે હકીક્ત છે. સંબંધનો ગેરલાભ લેતા રહેવામાં સંબંધોને જ પૂળો ચંપાય છે તે વાત રામાયણ અને મહાભારતે હજારો વાર પૂરવાર કરી છે. એ તુચ્છ વિશ્વાસઘાતની રમતમાં પથ્થરો મારવાથી લઈને તલવારબાજી સુધીનું કાંઈ પણ થઈ શકે છે. એવું ન બનવું જોઈએ.
9X
Page #41
--------------------------------------------------------------------------
________________
મતભેદને એક ખામોશીથી સ્વીકારી લેવા પડે છે. તમારું કે કોઈનું કશું જ ચાલતું નથી. નિયતિના લેખ જેવી કડક વાસ્તવિકતાને પીઠ બતાવી શકાતી નથી. જુદાઈનું વાસ્તવ સ્વીકાર્યા બાદ પણ વિશ્વાસ ન તૂટે તે જોવાનું છે. અલગ થવા માત્રથી સ્વતંત્રતા મળી જતી નથી. પરિપ્રેક્ષ્ય બદલાય, પરિમાણ બદલાય, વ્યક્તિ તો નથી જ બદલાતી. એ જ સ્વભાવ રહે છે, એ જ વિચારો રહે છે, એ જ ભૂલો રહે છે અને એ જ રઈસ શાલીનતા રહે છે. સંબંધ સારો હોય ત્યારે પણ સંબંધનો વિશ્વાસ તૂટવા ન દેવાય. સંબંધ સારો ન રહે ત્યારે પણ વિશ્વાસને જીવતો રાખવો પડે. દાના દુમને થવાય, નાદાન દોસ્ત ન થવાય.
ઉત્તેજના રહેતી નથી. જો કે, આજકાલ મુહૂર્ત વાજતેગાજતે કરાય છે અને સમાપ્તિ પણ વાજતેગાજતે કરવામાં આવે છે. એ જાહેર કાર્યોની વાત છે. તમારે તમારી વ્યક્તિગત સિદ્ધિઓને હાંસિલ કરવી હોય તો ચૂપચાપ કામ કરતા રહેવાનો આદર્શ રાખવો. તમારા કામ વિશે તમે કાંઈ પણ બોલશો એનો અર્થ આત્મપ્રશંસા થશે. તમારું મૂલ્ય તમે કામ કરવા દ્વારા જ વધારી શકો. તમારાં કામ વિશે બોલીને તમારું મૂલ્ય તમે ઘટાડી રહ્યા છો. તમારામાં સો ગુણ સારા હશે પણ ગંભીરતા નામનો ગુણ નહીં હોય તો તમારી સફળતાનું સાચું વજન ઊભું થઈ શકશે નહીં. તમારી પાસે કરવા જેવાં કામો છે, તેમને કામ કરવામાં રસ છે અને તમારામાં કામ કરવાની તાકાત પણ છે. તમે તમારા કામને ચુસ્ત રીતે વળગી રહો તે મહત્ત્વનું છે. એક પછી એક કામ થતાં જશે. એક કામ પૂર્ણ થશે તે સૌ દેખવાના જ છે. બધા જયારે એ કામને જોતા હશે ત્યારે તમે ચૂપચાપ નવું કામ કરતા હશો. એ કામ પૂરું થશે અને સૌને દેખાશે ત્યારે તમે ત્રીજું કામ કરી રહ્યા હશો. લોકોને તમારા કામમાં રસ હોય તે સારું. તેમને લોકોમાં રસ હોય તે સારું નહીં.
आकार्यसिद्धेः मंत्रो रक्षितव्यः । (३२) કામ પૂરું ન થાય ત્યાર સુધી જાહેરાત ન કરવી.”
તમારે સફળતા જોઈતી હોય તો ભૂગર્ભમાં રહેવાની આદત પાડો. કામ-કરવા માટે હોય છે, ઢંઢેરો પીટવા માટે નહીં. તમારામાં આવડત છે માટે તમે કામ કરો છો. બીજા લોકો તમારાં કામને જુએ તે માટે તમે કામ કરતા નથી, તે માટે કામ કરાય પણ નહીં. બતાવી દેવા માટે થનારાં કામોનું ચિરંજીવ મૂલ્ય હોતું નથી. બીજા ન કરી શકે તેવું તમે કરી શકો છો તેનો મતલબ એ નથી કે તમે બીજાની સામે તમારું શક્તિપ્રદર્શન કરતા જ રહો. બને ત્યાં સુધી ચૂપચાપ કામ કરવું. કામ પૂરું થતા પહેલાં કામની જાહેરાત કરવામાં આવે તેમાં વિન આવવાની સંભાવના છે. તમે કામ પૂરું ન કરી શકો તો તમારી હાંસી થાય. સમજો કે કામ પૂરું થયું તો પણ વાજતે ગાજતે શરૂઆત કરેલી હોવાથી કામ પૂરું થવાના સમયે નવી
घटप्रदीपवत् तद् ज्ञानं यन्न परप्रतिबोधाय । (३३) બીજાને ઉપયોગી ન બને તે જ્ઞાન માટલામાં ઢંકાયેલા દીવા જેવું છે.”
તમે બુદ્ધિશાળી છો, અભ્યાસુ છો માટે તમે ઘણીમોટી પ્રગતિ કરી શકો છો. બીજા ન કરી શકે તેવું કામ તમે કરી શકો છો. તમારી આ પ્રતિભાને તમે સ્વાર્થી તો નથી બનાવી દીધીને ? તપાસી લેજો. પોતાની સફળતામાં રસ લેવાનું સહેલું છે. કોઈ પણ જાતના સ્વાર્થ વિના બીજાને
- ૭૫ -
Page #42
--------------------------------------------------------------------------
________________
મોટાઈ મળે તે રીતે મહેનત કરવાનું અઘરું છે. તમારી પ્રતિભા બીજાના વિકાસમાં વપરાય તો તમે મહાપુરુષ છો. તમારી પ્રતિભા તમારા જ વિકાસ પૂરતી સીમિત હોય તો તમે સફળ પુરુષ હશો. મહાપુરુષ નહીં. સૂરજને પશ્ચિમ તરફ જવું હોય છે. આખો દિવસ એ ગતિ કરે છે. સાથે સાથે દુનિયાને એ તડકો આપે છે. તડકો આપતો ન હોય તેવો સૂરજ શું કામનો ? એ ઉગે કે ન ઉગે એનાથી કોઈ ફરક પડતો નથી. બીજાને કામ ન લાગે તેવો બોધ શા કામનો ? પોતાની જ પ્રગતિ કરીને અટકી જાય તેવા માણસનો બોધ કંજૂસ માણસના પૈસા જેવો છે. તેની કશી કિંમત નથી. તમારી જાણકારી અને તમારો અનુભવે બીજાને ઉપયોગી થાય તો લેખે લાગે. તમે આપો છો તો તમે સારા પૂરવાર થાઓ છો. તમે મેળવો છો તેનાથી તમે મોટા બનો છો. સારા બન્યા વિના મોટા બનશો તો તમારા વજને ધરણી ધ્રુજશે, તમારાં નામના ડંકા વાગશે. તમને આદર નહીં મળે. આમ પણ, જ્ઞાન આપવાથી વધે છે. જ્ઞાન હોવું એ સારું લક્ષણ છે. જ્ઞાની વ્યક્તિમાં અમુક અપલક્ષણો નથી હોતા. જ્ઞાનવાનું હોવા છતાં જ્ઞાનદાતા ન બનતા હોય તેવા માટે શું કહેવું ? તમારી સંપત્તિ પર તમે કબજો રાખી શકી, તમારાં જ્ઞાન પર તમે કબજો જમાવી ન શકો. તમારો જ્ઞાનને ફૂલની સુવાસની જેમ વહેવા દો. તમારાં જ્ઞાનની ઉમદા અસર અનેક લોકો પામશે. તમારાં જ્ઞાનનો જાદુ શું છે તેની તમને ખબર નથી. તમારા બોધને જે માણે છે તે આહ્વાદ અનુભવે છે. બીજાને પ્રશસ્ય આનંદ આપવામાં તમને શું વાંધો છે ?
૯. તમે કોણ છો ? તમે
ક્વા
છો ?
-
૭ -
Page #43
--------------------------------------------------------------------------
________________
शस्त्राधिकारिणो मन्त्राधिकारिणो न स्युः । (३४) સેનાપતિને મંત્રી બનાવી ન શકાય.”
લેવો પડે છે, એમાં લાંબું વિચારીને સમય વેડફવાનો હોતો નથી. દરેક વખતે જાનનું જોખમ નથી હોતું. અમુક વખતે તો જાન સલામત રહે તે માટે જ રાહ જોવાની રહે છે. ઉતાવળ કરવાથી બાજી બગડી જતી હોય છે. તમે તમારા નિર્ણયો લેવામાં સ્વતંત્ર છો પરંતુ તમારી પાસે સેનાપતિ જેવી આક્રમકતા અને મંત્રીશ્વર જેવી ગંભીરતા એ બન્નેનો સમન્વય હોવો જોઈએ. સેનાપતિને મંત્રીપદું સોંપી શકાય નહીં. મંત્રીને મૂઠભેડમાં આગળ મોકલાય નહીં. આક્રમક બનવાનો સમય ન હોય ત્યારે આક્રમક બની જનારો જે કરે છે તેને કાગારોળ કહેવામાં આવે છે. તમને ઘોઘાટ કરતા આવડતો હોય એટલા માત્રથી તમે દરેક પરિસ્થિતિને સમજી શકો છો તેવું માની શકાય નહીં. ઠંડે કલેજે કામ કરવાનો એક આનંદ હોય છે. તમને કોઈ ઉશ્કેરી નથી શકતું એવું તમે બતાવી દો છો પછી તમારી સામે લડવાના હથિયારો ખૂટી પડે છે. તમારામાં આવી કાબેલિયત છે ?
મિજાજ હોય છે સૌ-સૌના. કોઈ આક્રમક હોય. કોઈ ગંભીર હોય. તમારો સ્વભાવ શીધ્રકોપી છે ? હિન્દુધર્મમાં શંકરજીને આશુતોષ કહેવામાં આવે છે, એમને ગુસ્સો જલદી નથી આવતો. એ ખુશ બહુ જલદી થઈ જાય છે. એમને છેલ્લે યાદ કરવામાં આવે છે કેમ કે એમના હાથમાં કેસ સૌપાય પછી જીત નિશ્ચિત હોય છે. તમે ગુસ્સો કરવામાં પાવરધા હશો તો તમારો મિજાજ આક્રમક છે. વાતને ગળી જતા તમને આવડતી નથી. તમે ત્રીજી કે ચોથી ચાલ વિચારીને પહેલી ચાલ ચાલતા નથી. તમે ફક્ત બીજી ચાલ જ વિચારો છો, ક્યારેક તો એ પણ નહીં. પડશે એવા દેવાશે, તમારી નીતિ છે. તમે લડાયક માણસ છો. મનના ચોખ્ખા અને વહેવારમાં ચોખ્ખા. એક ઘા અને બે કટકા કરવામાં તમે માનો છો. તમારી પ્રકૃતિ જો આવી હોય તો તમે જરૂર આક્રમક માણસ છો. તમારી માટે દીર્ઘદર્શી વિશેષણ કામનું નથી. તમે આ રીતે કામ કરતા નથી. જીંદગીમાં દરેક પગલું સોચી સમજીને લેવાનું હોય. તમારો નિર્ણય તેમને તત્કાળ લાભ કરાવી આપે અને લાંબે ગાળે નુકશાન કરાવે તેવું ન બનવું જોઈએ. આગળ વધતા પહેલા ખૂબ વિચારો કેમ કે જીંદગીમાં એક વાર આગળ વધી ગયા પછી પાછા ફરવાનો મોકો મળતો નથી. તમારે એક એક નિર્ણયનો અમલ કરતા પહેલા હજારવાર વિચારવું જોઈએ. આવેશગ્રસ્ત સ્વભાવ વિચારવામાં વધુ સમય લેતો નથી. ધીર સ્વભાવ વિચારવામાં પૂરતો સમય લે છે. જાનનું જોખમ હોય ત્યારે તત્કાળ નિર્ણય
न हि महानप्यन्ध-समुदायो रूपमुपलभते । (३५) ‘આંધળાઓનું ટોળું ભેગું થાય તોય એમને દેખાતું તો નથી જ.’
એક અને નવાણું આ બે સંખ્યામાં નવાણું નામની સંખ્યાનું વજન વધારે છે. એક દેખતો અને નવાણું આંધળામાં કોનું વજન વધે ? સીધી વાત છે. એકનું વજન જ વધે છે. મોટી સંખ્યાનો હાઉ ઊભો કરી તેનાથીનાનો પણ રાઈનો દાણો–મચક આપવાનો નથી. મોટાં ટોળાને ઇજ્જત આપીને એકલવાયાને તરછોડવાનો નિયમ, આજ પૂર્વે હતો નહીં અને આજ પછી હશે નહીં. દરિયામાં કાદવ ઘણો હોય છે અને મોતી થોડાં હોય છે. બગીચામાં ઘાસ ઘણું હોય છે, ફૂલો થોડા હોય છે. નાની
- ૭૯ -
--૮૦
Page #44
--------------------------------------------------------------------------
________________
સંખ્યાનો છેદ ઉડાવો તે ચાલે નહીં. આ દુનિયામાં એકથી નવની એકી સંખ્યામાંથી કરોડો અને અબજોના આંકડા બને છે. એકથી નવ ન હોય તો ગણિતશાસ્ત્રનું શું થાય ? મોટા ફટાટોપ કરીને બીજાને પ્રભાવિત કરવાનો રિવાજ ચાલ્યો આવે છે. નાના એકમને ગણતરીમાં ન લેવાની ટોળાશાહી વૃત્તિએ કેટલાય સજ્જનોનો ભોગ લીધો છે. તમે ઘણાબધા લોકો ભેગા થઈ જશો અને તમારી સામે એક સાચો માણસ એકલે હાથે લડતો હશે તો સંખ્યાનાં જોર પર સત્યને હરાવવાનો દાવ તમારે ખેલવો પડશે. ફરસાણ કરતા મીઠાઈ ઓછી પીરસાય છે કેમકે મીઠાઈ પચવાનું અઘરું હોય છે. સાચા માણસો ઓછા જોવા મળે છે કેમ કે સાચને જીરવવાનું ગજું બધાની પાસે નથી હોતું. ઓછા હોય તેમને તુચ્છકારવાનો લોભ મોટી સંખ્યાવાળાને થવાનો જ. એ લોકોને મન સંખ્યા એ સત્તા છે અને સંખ્યા એ સત્ય છે. ખરી વાત એ છે કે સત્તા અને સત્ય થોડાક જ લોકોના હાથમાં સલામત હોય છે. આખું ભારત સત્તા હાથમાં લઈ લે તો શું થાય ? એક વડાપ્રધાન અને એક રાષ્ટ્રપતિ, એક અબજની વસતિ પર રાજ કરે છે. સત્ય મૂળભૂત રીતે ચિરંજીવ મૂલ્ય ધરાવે છે. ચોમાસામાં રાફડાની જેમ ફૂટી નીકળતી લીલોતરી ચોમાસું રવાના થાય તે સાથે ગાયબ થઈ જાય છે. સલામત હોય છે વૃક્ષો, ઉદ્યાનો અને વનો. મોટો સમુદાય અને મોટી હાજરી હોવાથી તમે સાચા સાબિત થઈ શકતા નથી. ટોળું એ કેવળ અસ્તિત્વની નિશાની છે. સત્ય વ્યક્તિત્વનું નિર્માણ કરે છે. તમે સાચા હો તો તમારે ઓછા હોવાથી કે એકલા હોવાથી ડરવાનું ન હોય. ભરબપોરે આસમાનમાં ચમકતો સૂરજ એકલો હોય છે.
~ ૮૧ ~
यो विद्याविनीतमतिः स बुद्धिमान् । (३६) વિદ્યા દ્વારા નમ્ર બને તે બુદ્ધિશાળી છે.’
તમારામાં ધર્મનો બોધ હોય, તમે ઘણો અભ્યાસ કર્યો હોય અને તમારી મેધા તીક્ષ્ણ હોય છતાં તમને અભિમાન હોય તો તમારું કર્યું કારવ્યું બધું ધૂળ પૂરવાર થાય છે. જ્ઞાન વધે તેમ નમ્રતા વધવી જોઈએ. તમારું
જ્ઞાન તમારી અંગત ઉપલબ્ધિ છે. બીજાને અભણ બતાવી દેવા માટે તમે ભણ્યા નથી. તમારામાં શક્તિ છે માટે તમે ભણ્યા છો. તમારી પાસે જ્ઞાન છે, બીજાની પાસે જ્ઞાન નથી આ નાનકડા ફરકને તમે બીનજરૂરી રીતે મોટો ફરક બનાવી દો છો. આમ જુઓ તો તમારા કરતાં વધારે ભણેલાની સામે તમે સાવ પામર છો. તમને એ રીતે તમારું મૂલ્યાંકન કરવાનું નહીં ગમે. તમે કોઈથી આગળ છો એ તમને યાદ રહે છે તેમ તમે કોઈથી પાછળ છો એ પણ તમને યાદ હોવું જોઈએ. તમારું જ્ઞાન તમારી સુવાસ છે. ફૂલો ચારેય પોતાની સુગંધનું વજન અનુભવતા નથી. તમારા શરીર પર કપડાં જે હળવાશથી ગોઠવાયા છે તે જ હળવાશથી તમારું જ્ઞાન તમારી સાથે રહેવું જોઈએ. તમારું જ્ઞાન જાતે ચમકારો બતાવે તે ચાલે. તમે તમારાં જ્ઞાનનું પ્રદર્શન કરવા બેસો તે ન ચાલે. એમાં તમારો અને તમારાં જ્ઞાનનો મોભો જળવાતો નથી. ઘણી વખત એવું જોવા મળે છે ન ભણેલા વધારે હોય છે, ભણેલા ઓછા હોય છે. આવું હોય છે ત્યારે ભણેલા હોય તેમનું અભિમાન વહેવારમાં વ્યક્ત થવા લાગે છે. ન ભણ્યા હોય તેને ટપારવામાં આવે છે, ઓછું ભણ્યા હોય તેમની વાત પર ધ્યાન આપવામાં આવતું નથી અને એમને રીતસર ઉતારી પાડવામાં આવે છે. આવું
૮૨ -
Page #45
--------------------------------------------------------------------------
________________
કરવાથી શું હાથમાં આવે છે તે સમજાતું નથી. ન ભણી શકેલી વ્યક્તિને તેમનું અજ્ઞાન યાદ કરાવીને કેવળ મોટાઈ સિદ્ધ થાય છે. જ્ઞાન બીજાની ભૂલોનું વિશ્લેષણ કરવાનું સાધન નથી. મારા સિવાય બીજા બધા ખોટા છે—એવો મત બાંધી લેનારો જ્ઞાની નથી, દયાપાત્ર છે. કેવળજ્ઞાનીને પોતાનાં એ સંપૂર્ણજ્ઞાનનું લેશમાત્ર અભિમાન હોતું નથી. તમને તમારા તુચ્છ ભણતરનું આટલું બધું અભિમાન ? બીજાની માટે ઉચ્ચ કક્ષાની સહાનુભૂતિ હોય, તેનામાં રહેલા ગુણોને વાંચવાની દષ્ટિ હોય અને તેમની કમજોરીને ખાસ મહત્ત્વ આપવાની વૃત્તિ ન હોય તો તમારું જ્ઞાન સાર્થક છે. તમારામાં વસેલું જ્ઞાન તમને મહાનું બનાવે છે, પણ કયારે ? તમને તમારાં જ્ઞાનનું અભિમાન ન હોય ત્યારે. જ્ઞાનનું અભિમાન એ સ્વભાવને લાગેલો કડવો લૂણો છે.
કામનું શું ? તમને ખબર છે તમારી ખામીઓની. તમને તમારી દરેક કમજોરીનાં મૂળ સુધી પહોંચતા આવડી ગયું છે. તમે કેમ એ કમજોરીને દૂર કરતા નથી. આ દોષો અને આ કમજોરીઓ તમને ક્યાં લઈ જશે ? કલ્પના તો કરો. તમે સાધારણ માણસ નથી. તમે અભ્યાસશીલ વ્યક્તિ છો. જે ન કરાય તે ન કરાય. જે છોડવાનું છે તે છૂટવું જ જોઈએ. જે ફરક લાવવા જેવો છે તે વહેલી તકે આવી જવો જોઈએ. તમે કેવળ જાણીને અટકી ગયા છો. તમારું જ્ઞાન તમારા દોષને પંપાળવાનું મહોરું નથી. તમે જ્ઞાની છો માટે તમારી પર ઘણો મોટો વિશ્વાસ મૂકવામાં આવે છે. તમે તમારી જ્ઞાનની સીમા વધારતા રહો અને તમારા જ્ઞાનમાં પકડાતી ભૂલોને સુધારતા રહો. સમજો કે તમે મોટા જ્ઞાની નથી. તો તમારે જ્ઞાની પાસે બેસીને તમારા સ્વભાવની આલોચના કરવી જોઈએ. તમે એકલા બેસીને તમારા સ્વભાવને સુધારી શકવાના નથી. તમારે સાથ મેળવવાનો છે. જ્ઞાની તમારી વાતો સાંભળીને તમને સમજાવશે. તમે જે સમજી શકતા નથી તે બધું તમને સમજાય તે રીતે કહેશે. પછી ? તમને ખબર પડશે કે તમે ક્યાં ભૂલો છો. આ નવી શરૂઆતનો અવસર હશે. સાચી વાત જાણી લેવાથી ઉદ્ધાર થતો નથી. સાચી વાત જીવનમાં ઉતારવી પડે છે. નિર્દય થઈને પોતાની જાત પર હાથસફાઈ કરવાની રહે છે. તમારામાં રહેલી ખામીને જાણી લેવાથી તમે સુધરી જતા નથી. એમાં તો એવું બની શકે કે તમે ઉદંડ બનીને એ ખામીને વળગી રહેશો. તમારું જ્ઞાન તમારાં સ્તરને ઉપર ઉઠાવે તો કામનું.
ન હૌષધના દેવ વ્યાધિપ્રશR: I ( રૂ૭) દવા જાણી લેવાથી રોગ મટી જતો નથી.’
જ્ઞાન જીવનને સુધારવા માટે છે. જીવનમાં ઉપયોગી ન થનારું જ્ઞાન કેવળ બુદ્ધિનો પરિગ્રહ વધારે છે. જ્ઞાનનું અભિમાન ન થવું જોઈએ પરંતુ જ્ઞાન દ્વારા પરિવર્તન તો થવું જ જોઈએ. તમે જે ભણ્યા તેની અસર તમારા વિચારો પર પડવી જોઈએ. તમારાં જ્ઞાનની સુગંધથી તમારો સ્વભાવ મહોરવો જોઈએ. જ્ઞાની, પોતાના દોષોની બાબતે સભાન તો હોય જ, દોષો સામે લડવાના ઉપાયો એ અજમાવતો રહે. પરંપરાગત રીતે અભ્યાસ કર્યા વિનાનું જ્ઞાન ચોરીના માલ જેવું છે. મને પણ પચે નહીં. તમારું જ્ઞાન તમને સુધારી ન શકે તો એ બીજાને સુધારે કે ન સુધારે
किमेकशाखस्य शाखिनो भवति महतीच्छाया । (३८)
- 23 -
- ૮૪ -
Page #46
--------------------------------------------------------------------------
________________
‘એક ડાળવાળું ઝાડ મોટી છાયા ન આપી શકે.’
તમે ગુણવાન છો પરંતુ તમારા ગુણોની સંખ્યા મર્યાદિત છે. ગુણોની હાજરી તમને ઉત્તમ બનાવે છે. ગુણોની સંખ્યામાં વધારો થતો જાય તેમ તેમ ઉત્તમમાંથી મહાન બનવા તરફ આગળ વધો છો. એક ગુણ દસ ગુણને ખેંચી લાવે છે. દસ ગુણમાંથી એકસો ગુણોનું નિર્માણ થાય છે. ગુણ મેળવીને અટકી જવાનું નથી. તમારા ગુણો દ્વારા બીજાને લાભ થવો જોઈએ. થોડા ગુણની અસર થોડી હોવાની. ઘણા ગુણોની અસર ઘણી થવાની.
ધર્મનાં ઘણાં અનુષ્ઠાનો છે. તમે એકાદ-બે અનુષ્ઠાનો કરતા રહો છો અને બાકીનાં બીજાં તમારા દ્વારા થતાં નથી. તમે થોડા ધર્મથી સંતુષ્ટ રહો છો. તમારો થોડો ધર્મ તમને કામ લાગશે. બીજી વ્યક્તિ પર અસર પાડવામાં તમારો ધર્મ સફળ નહીં થાય. ઘણો ધર્મ બોલકો હોય છે. ઘણો ધર્મ ડગલે ને પગલે વર્તાઈ આવે છે અને એની છાયા તુરંત ઊભી
ઉપાર્જન કરાય નહીં. ધર્મ અને ગુણ દ્વારા આતમાને લાભ થાય તે જ મુખ્ય હેતુ હોવો જોઈએ, વાત એ છે કે ધર્મ અને ગુણોની તીવ્રતા એને પ્રભાવશાળી બનાવે છે. તમારાં ધનમાં તમે ઉમેરો કરતા રહો છો, તમારા સંબંધોનું વર્તુળ મોટું થતું જાય છે, તમારા અનુભવનું ભાથું વધતું રહે છે તેમ તમારો ધર્મ અને તમારા ગુણો વૃદ્ધિ પામવા જોઈએ. ધર્મ અને ગુણો અંગેનો વિસ્તારવાદી અભિગમ તમારા પરિચિતો માટે તમને કલ્યાણમિત્ર બનાવી શકશે. તમને જે મળ્યું હોય તે તમે બીજાને આપી શકો. તમારી પાસે થોડુંક હોય તો થોડુંક આપી શકો, તમારી પાસે ઘણું હોય તો ઘણું આપી શકો. તમારી પાસે કાંઈ ન હોય તો તમે કાંઈ ન આપી શકો.
થાય છે.
થોડા પૈસા પ્રભાવ ઊભો નથી કરતા. ઘણા પૈસા પ્રભાવ ઊભો કરે છે. ઝાડની એક જ ડાળ છાંયડો પાથરી શક્તી નથી. એક ડાળ પર કેટલાં પાંદડા ઉગે ? અને એટલાં પાંદડાનો છાંયડો શું પથરાય ? તમારા દ્વારા બીજાને શું મળે છે તે તમારાં જીવનની સફળતા છે. ઘણા ગુણોની હાજરી હશે તો તમે ઉપદેશ નહીં આપો તો પણ એ ગુણો અસર ઊભી કરશે. ઘણો ધર્મ કરતા હશો તમે, તો ઉપદેશ આપ્યા વિના પણ ધર્મનો પ્રભાવ પથરાશે. બીજાને પમાડવાના ઉદ્દેશથી ધર્મ કરવાનો ન હોય, બીજાના લાભ માટે ગુણોનું
स किं व्ययो यो महान्तमनर्थं रक्षति । (३९) ‘મોટા ફાયદા માટે નાનું નુકશાન વેઠી શકાય.'
તમારી જીંદગી દાવ પર લાગેલી છે. તમારે થોડુંક વેઠવાનું છે. તમને ફટકો પડવાનો છે તે દેખાઈ જ રહ્યું છે. તમે આ વેઠી લેશો તો આગળ તમને મોટો ફાયદો થવાનો છે. તમે આ ફટકો ખમી ન ખાધો તો તમે આ વખતે બચી જશો પણ આગળ જતાં લાભ થવાનો હશે તે અટકી જશે. નાના લાભ માટે મોટા લાભને ગુમાવી શકાય નહીં. શિક્ષક કડક છે. ઘણી ગાળો આપે છે. તમે સહન કરી લો છો કેમ કે ભણાવે છે સારું. શિક્ષકના કડક સ્વભાવને લીધે તેમની પાસે ભણવાનું છોડી દેશો તો ભણતરનાં ખાતે મોટું નુકશાન આવી જશે. આવું કરશો નહીં. તમે નાની તકલીફો વેઠવા તૈયાર નથી. નાની તકલીફોથી બચવા માટે તમે ઉપાયો અજમાવો છો એમાં મોટી તકલીફને તમે આમંત્રણ આપી દો છો. થાકથી
- ૮૫ -
Page #47
--------------------------------------------------------------------------
________________
બચવા પ્રવાસ ને છોડાય. પૈસા બચાવવા માટે ઉપવાસ ન કરાય. તડકાથી બચવા ગુપ્તવાસ ન સ્વીકારાય. નાની તકલીફોની પાછળ મોટી ઉપલબ્ધિઓ છુપાઈ હોય છે. કેવળ એ નાની તકલીફો ન વેઠવાની એક કમજોરીને લીધે તમે ઘણું બધું ગુમાવતા રહો છો. સંબંધોમાં જવાબ આપી દેવાનું સહેલું છે, સાંભળીને ચૂપ રહેવાનું અઘરું છે. ચૂપ રહેવામાં ગંભીરતા છે, જવાબ આપવામાં કેવળ તુચ્છતા છે. જવાબ આપી દેવાથી વાત વણસે છે. ચૂપ રહેવાથી વાત આગળ વધતી અટકી જાય છે. તમે નાની તકલીફ ખમતા નથી પરિણામે સંબંધવિચ્છેદ સુધી મામલો પહોચી જાય છે. જીંદગીભર ખમવું પડે તેવું પરિણામ ને જોઈતું હોય તો નાની નાની બાબતોમાં વેઠવાની આદત પાડો. તમને શું નથી ગમતું ? અને તમારે શું નથી જોઈતું ? આ બે પ્રશ્નો પર વિચારવાનું. નથી ગમતું અને નથી જોઈતું આ બન્નેમાં ફરક છે. નાની તકલીફ નથી ગમતી અને મોટી તકલીફ નથી જોઈતી. નથી જોઈતું તે તત્ત્વથી બચવા માટે નથી ગમતું તે તત્ત્વ ચલાવી લેવું પડે છે. કાયમની મગજમારી વેઠીને દુઃખી થવું તે એક રસ્તો છે અને ખુલાસા કરીને મગજમારીથી બચી જવું તે બીજો રસ્તો છે અને કાયમ માટે છૂટા થઈ જવું તે ત્રીજો રસ્તો છે. તમારામાં બીજો રસ્તો લેવાની આવડત હોવી જોઈએ. સંપભાવમાં જે લાભ છે તે સ્વતંત્રતામાં નથી એ તમારે સમજવું જોઈએ. સંપભાવમાં મળતી સલામતી અને હુંફ સ્વતંત્રતામાં મળી શકતી નથી. તમારે શું પામવું છે ? અને તમે શું ગુમાવી રહ્યા છો ? આ પ્રશ્નોનું લાંબું વિશ્લેષણ કર્યા પછી જ આખરી નિર્ણય લઈ શકાય. આવેશમાં લીધેલા નિર્ણયો ઘાતક પૂરવાર થાય છે.
૧૦. વહેવારુ વાતો
-૮૭ -
Page #48
--------------------------------------------------------------------------
________________
अर्थसम्बन्धः सहवासश्च नाकलहो भवति । (४०)
‘અર્થવહેવાર અને સહવાસમાં કલહ ન થાય તેવું ભાગ્યે જ બને.’
સંબંધો સાથે ઝઘડા સંકળાયેલા છે. મીઠો ઝઘડો સંબંધને મજબૂત બનાવે છે. સાચો ઝઘડો સંબંધને આગ ચાંપે છે. ઝઘડો થવાની બે જગ્યા છે. આર્થિક વહેવાર અને સહવાસ. પૈસાની લેવડદેવડ હોય ત્યાં આર્થિક ઉથલપાથલ થાય તેમ ઉથલપાથલો આવ્યા કરે છે. પૈસા પ્રવાહી છે. એ ક્યારે પલટો લે તેનો ભરોસો હોતો નથી. વિશ્વાસના આધારે પૈસા આપ્યા
-૮૯
હોય તે પૈસા લેનાર પાસેથી પાછા ન આવે ત્યારે પૈસાની સાથે વિશ્વાસ પણ ડૂબી જાય છે. પૈસાના ફાયદામાં ભાગીદારી હોય છે પણ આર્થિક ફટકો પડે ત્યારે ભાગીદારીને બદલે ભાગલા પડે છે. પૈસાને વચ્ચે રાખીને બંધાયેલો સંબંધ પૈસાનાં આગમન પૂરતો જ જળવાય છે, પૈસા આવતા ઓછા થાય કે અટકી જાય ત્યારે સંબંધ બગડે છે. પૈસો નિષ્પ્રાણ ચીજ છે. તેનામાં રસ લેનારો, જીવંત માણસને દગો દઈ શકે છે તે કેવી આશ્ચર્યકારક ઘટના છે ? પૈસામાં જરાક આધુપાછું થાય તેને લીધે જીવતા માણસ સાથે કડવો વહેવાર કરનારો કેટલો બધો ક્રૂર કહેવાય ? આ દુન્યવી વહેવાર છે. સ્નેહના સંબંધોને આર્થિક સંબંધ બનાવીને જીંદગીભર પસ્તાનારા તમે જોયા જ હશે. પૈસા પણ જાય છે અને સ્નેહ પણ જાય છે. પૈસા આધારિત સંબંધો બિલકુલ ધંધાદારી હોય છે. તેમાં સદ્ભાવનું સ્થાન સ્વાર્થ લે છે અને લાગણીનું સ્થાન ચાલાકી લે છે. પોચટ માણસો કમાણી કરી શકતા નથી તેનું કારણ કદાચ, આ જ છે. સંબંધ પૈસાનો ન હોય અને લાગણીનો હોય તો બીજો પ્રશ્ન આવે છે. દરેક વખતે દરેક માણસને દરેક રીતે રાજી રાખવાનું સહેલું નથી. નાની વાતો મોટી થઈ જાય છે. હા પાડો તો તકલીફ થાય અને ના પાડો તો નારાજગી આવે એવી કમનસીબ અવસ્થા હોય છે. ન ગમતું હોય તે ચલાવવું પડે છે, ન જોઈતું હોય તે રાખવું પડે છે, ન સમજાતું હોય તે કબૂલ રાખવું પડે છે. દરેક સંબંધોમાં આવું નથી થતું પણ સંબંધ સાથે આવું બનશે તેની તૈયારી રાખવી પડે છે.
જ
ઝઘડા ન જોઈતા હોય તો પૈસા અને પ્રેમની પલોજણથી દૂર રહેવાનું. પૈસા અને પ્રેમમાં સંતોષ થતો નથી, પાર આવતો નથી અને નવા નવા પ્રશ્નો આવ્યા જ કરે છે. તમે તમારાં જીવનનું સારી રીતે
~02 ~
Page #49
--------------------------------------------------------------------------
________________
સંચાલન કરવા માંગતા હો તો આટલું યાદ રાખજો. પૈસા અને પ્રેમમાં કલહ થયા જ કરે છે.
यस्य यावान् परिग्रहः स तं तावदेव परितापयति । (४१) જેટલી જંજાળ વધારે તેટલી ઉપાધિ વધારે.'
નાનો માણસ નાનું જોખમ ઉઠાવી શકે છે. મોટા માણસે મોટું જોખમ જ ઉઠાવવાનું હોય છે. પડ્યા તો ગયા કામથી, ગંગા નદીમાં કચરો વધુ ઠલવાય તેમ મોટા માણસની વાતો ખૂબ ચગે છે. જિસકા જિતના નામ હુઆ હૈ, વ ઉતના બદનામ હુઆ હૈ. મોટા માણસ હોવાને લીધે નામના સારી થાય છે પણ નામનાની સાથે બોજો પણ ખસૂસ વધે છે. સફળ બની ગયો પછી સફળતાને ટકાવી રાખવા માટે માનસિક શ્રમ કરવો જ પડે છે. મોટા માણસને જોઈને અંજાઈ જવાની આપણી વૃત્તિ છે. મોટા ઢોલની પોલ મોટી હોય છે. મોટા થવાનું લક્ષ્ય, ભવ્ય છે. હકીકતમાં મોટા થવું તે જેવી તેવી વાત નથી. મોટા થવા બદલ સાહજીકતાથી જીવાતા જીવનનો ભોગ લેવાઈ જતો હોય છે. દંભ મોટો રાખવો પડે છે.
ન તથપર્વ: પ્રમવાને યથા પ્રજ્ઞાવતાં પ્રજ્ઞા (૪૨) બાણ કરતા બુદ્ધિશાળીની બુદ્ધિ વધુ અસરકારક હોય છે.
તમારો પથારો મોટો હશે તો તમારો બોજો પણ મોટો રહેવાનો. તમે ભલે હસતું મોટું રાખો પણ જંજાળ વધારે હોય તો ઉપાધિ વધતી જ હોય છે. ભીખારીનું દેવું કરોડો રૂ.નું નથી હોતું. ગરીબની નુકશાની લાખોમાં નથી અંકાતી. શ્રીમંતોની ઉપાધિઓ મોટી હોય છે. મોટાં કામ લઈને બેસે તેને મોટી સમસ્યાઓ વેઠવી પડે છે. તમારી સફળતાનો આંક ઉપર જઈ રહ્યો હોય તેની સાથે જ એક અદેશ્ય રેખા પણ અંકાતી હોય છે, તેનાવની રેખા. સફળતા મેળવ્યા પછી તેનું સ્તર જાળવી રાખવાનું હોય છે. સફળતા એ દશમીની પરીક્ષા જેવો મોભો નથી કે પાસ થઈ ગયા એટલે પત્યું. તમારે સતત ટકી રહેવું પડે છે. તમારી ઉપલબ્ધિનો યશ બીજા ને લઈ જાય તેનું ધ્યાન રાખવું પડે છે. તમારી સફળતા ક્ષણિક ચમકારો બનીને અટકી ન જાય તે માટે સાબદા રહેવું પડે છે. સફળતાનો પારો ઉપર ચડતો જાય તે માટે જોખમ ઉઠાવી લીધા બાદ જોર લગાવવું પડે છે. તમે હારી નથી શકતા એ સત્ય છે તેમ તમે જીતી નથી શકતા તેવું ભવિષ્ય પણ માથું ઊંચકી શકે છે તે સમાલવું પડે છે. મોટા હોવું એ મજેદાર પદ છતાં મોટા હોવાની મોટી કિંમત ચૂકવવી જ પડે છે. નાના માણસને નાની ભૂલ નાનું નુકશાન કરે છે. મોટા માણસને નાની ભૂલ મોટું નુકશાન કરે છે.
જંગ હથિયારથી નહીં, જ્ઞાનતજુથી જીતાય છે. દરવખતે જીતવું એ સારી આદત છે. ભવિષ્યની મોટી જીત માટે એકાદવાર પીછેહઠ કરી હોય તો વાંધો આવતો નથી. હારવાને બદલે પીછેહઠ કરવી કે સંધિ કરી લેવી તે કમાણીનો ધંધો છે. આ તો બુદ્ધિની લડાઈ છે. અહીં મુખ્ય લક્ષ્યને નજર સામે રાખીને નાનીમોટી ચાલ ચાલવાની હોય છે. જીતવા માટે શસ્ત્રો એટલાં કામ નથી લાગતા જેટલી બુદ્ધિ કામ લાગે છે. શિવાજીની લડાઈ જીતવા માટે હતી પણ તેમના આક્રમણોમાં કૂટનીતિ રહેતી. અચાનક છાપો મારવાનો અને અચાનક ગાયબ થઈ જવાનું. આમ તો શત્રુ સાથે
Page #50
--------------------------------------------------------------------------
________________
કુશળતાની જરૂરત હતી. હથિયારના ઘા ઉપર ઉપરથી વાગે છે, બુદ્ધિનો વેધ ઊંડે સુધી પહોંચે છે.
सर्वकोपेभ्यः प्रकृतिकोपो गरीयान् । (४३) કુદરતનો કોપ સૌથી ભયાનક હોય છે.
લડવાનું છે એવી ભાષામાં વાત કરાય નહીં પણ શત્રુ શું કરશે તેના ઠોસ અનુમાનો કરી શકે અને શત્રુને વિચારવાનો મોકો ન આપે અથવા શત્રુએ કલ્પના પણ ન કરી હોય એવો વ્યુહ અપનાવે તે જીતી શકે છે. તમારે સંઘર્ષમાં રહેવું ન પડે તેવું સહીસલામત આયોજન તમે કરી શકો તે ઉત્તમ. કેમ કે યુદ્ધમાં હારની કિંમત મોંઘી હોય છે તેમ જીતની કિંમત પણ કપરી હોય છે. જીતીને ખુવાર થઈ જનારાં રાજયોની વાતો ઇતિહાસમાં મળે છે. જીત્યા એનો અર્થ એ નથી કે તમે સલામત થઈ ગયા. લાંબી લડાઈનો બોજો જીત્યા પછી પૂરેપૂરો વર્તાતો હોય છે. લડાઈમાં જીતી ગયા પછી દુશ્મનો સાથેનો પ્રીતિમેળ કરવાની આવડત ન હોય તો રોજની બબાલ મટતી નથી, તમે શત્રુ પર જીત મેળવી લો તે પછી શત્રુનાં મનમાં આદરભાવ જગાડવાનો હોય છે. ચાણક્યએ મગધનું પાટલીપુત્ર જીત્યું તે પછી રાક્ષસમંત્રીને જીતવા અલગ પુરુષાર્થ કર્યો હતો એ ઘટના મુદ્રા રાક્ષસમાં અમર બની છે. શત્રુને હીન અને અધમ માનીને ચાલવાનું નથી. શત્રુ હારે તે જ ક્ષણે શત્રુમાં વસતા માનવનો સત્કાર થવો જોઈએ. માણસાઈની દૃષ્ટિએ આ જરૂરી છે અને રાજકીય દૃષ્ટિએ આ ફાયદાકારક છે. યુદ્ધ પૂરું થઈ ગયા પછી બીનતંદુરસ્ત સંબંધો ચાલ્યા કરે છે તેમાં જીતનારને અપજશ મળે છે. જૂના જમાનામાં રાજાઓ પરાજિત રાજાને સત્તા સોંપીને નીકળી જતા હતા. જીતવાના સમયે જીતવું, છોડવાના સમયે છોડવું આ રાજનીતિ છે. દર વખતે છોડવાનું ન હોય તેમ દરવખતે જીતી બતાવવાનું ન હોય. નાની જીત મોટી હારને ખેંચી લાવતી હોય તેવે સમયે પીછેહઠ કરવી પડે છે. આને કાયરતા કહેવી કે કુશળતા એ તત્કાળ નક્કી થતું નથી. ભવિષ્યમાં બનાવનું તટસ્થ વિશ્લેષણ થાય ત્યારે ખબર પડે છે કે
ધરતીકંપ થાય છે, પૂર આવે છે, દરિયો માઝા મૂકે છે, જવાળામુખી ફાટી નીકળે છે, દુકાળ પડે છે, અતિવૃષ્ટિ થાય છે. આ બધાની સામે તમે લાચાર છો. કુદરત અને માતા જલદી કોપતા નથી. જે દિવસે એ કોપે ચડે છે તે દિવસે બધું ભાંગીને ભુક્કો કરી નાંખે છે. કુદરતનો કોપ સમૂહ પાપોનું ફળ છે. તમારે તેની સામે કશું ચાલતું નથી. દિવસોના દિવસો સુધી નદીઓના કાંઠા વળોટીને પાણીની છોળો શહેરોને ઘમરોળે છે. દરિયો ભયાનક બનીને ઉછળે છે ને લાંબા કિનારાને અજગર બનીને ગળી જાય છે. કારણ વગર આગ ભડકી ઉઠે છે. શું કામ થાય છે આ બધું ? સામૂહિક ગાંડપણની આ સામૂહિક સજા છે. કુદરતના નિયમોનું ઉલ્લંઘન થાય છે તેનો જવાબ આપવા કુદરત સોથ વાળે છે. કારણ વગર હજારો ઝાડવાઓ કપાય છે, પાણીના ધોરડાઓ યંત્રોમાં ભેરવાય છે, જમીનની ખેતીને બળદના ગોબર મળતા નથી, અનાજ અને ફળોને કૃત્રિમ દવાઓનાં લીંપણ થાય છે, જંગલમાં અને પાણીમાં વસતા જીવજંતુઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થાય છે, તારલાભરેલા આભમાં કાળા ધુમાડાના ચીકણા થર ચડે છે ત્યારે કુદરત હોપે છે. કુદરત સામે તમે કાંઈ કરી નથી શકતા. ધર્મની અવજ્ઞા કરનારા શિક્ષણનો ઘેરઘેર પ્રચાર થાય છે,
Page #51
--------------------------------------------------------------------------
________________
ધર્મગુરુઓ પ્રત્યેની શ્રદ્ધા ભ્રષ્ટ થાય તેવી યોજનાઓ સફળ થાય છે, ભગવાન પાસે જવાનો સમય જ ન બચે તેવી જીવનપદ્ધતિઓ રીતસર ગોઠવાતી જાય છે, દેવગુરુધર્મનો મહિમા ન થાય તેવી રીતે સંસ્કરણો થતા આવે છે ત્યારે પુણ્ય પરવારે છે અને કુદરત કોપે છે.
માણસના ક્રોધની સીમા છે. કુદરતના રોષની સીમા નથી હોતી. કુદરત કોઈ સર્વસત્તાધીશ આદમી નથી કે તેના હરખશોકને જોઈ શકીએ પરંતુ સામુદાયિક અંધાધૂધી ફેલાય છે તે વખતે સામૂહિક પાપો બોલી રહ્યા હોય તેવો અનુભવ થાય છે. ન માલૂમ, કેવા સમૂહપાપો થયા હશે કે આજે વખતોવખત કુદરતના કોરડો વીંઝાયા કરે છે અને એકથી ભયાનક એક એવી અનેક કાતિલ ઘટનાઓ બન્યા જ કરે છે. અધિષ્ઠાયક દેવીદેવતાઓ પણ લાચાર બનીને કુદરતનો કૂર નાચ જોયા કરે છે. કોઈ બચાવી શકતું નથી કુદરતના કોપમાંથી. કુદરતનો કોપ બહુ ખોફનાક અને હોનહાર આપત્તિ હોય છે.
હોય એટલા માત્રથી બળદ દૂધ આપી શકતો નથી. તમારા સપનાનું આરોપણ સામી વ્યક્તિમાં કરો તેમાં પૂરતો વિવેક હોવો જોઈએ. સંબંધ સારો હોય તે સારી નિશાની છે. સંબંધ અને કાર્યક્ષમતા બંને જુદાં સરનામે વસે છે. તમારી પ્રિય વ્યક્તિનું બંધારણ જુદું છે, તમારા સપનાનું બંધારણ જુદું છે. બંનેને ભેગા કરી શકાય તેમ નથી. કાર્યસિદ્ધિ માટે આત્મશ્રદ્ધા સૌથી મોટું પરિબળ છે. તમે તમારી જાતે તમારા વ્યક્તિત્વ પાસેથી ઘણાં કામ લઈ શકો કેમ કે સપનું તમારું છે અને સાકાર કરનારા તમે છો. તમારામાં વસતી કાર્યક્ષમતા જ તમને સપનું ચીલે છે. તમે ધારો એટલી જ વાર હોય, કામ એની મેળે થવા માંડે છે. તમારામાં વસેલા સર્જક પાસેથી તમે સર્જન કરાવી શકો તેમ બીજાની પાસેથી સર્જન કરાવી શકાતું નથી. તેની મર્યાદા અને તેની વિશેષતાનો અહેસાસ જેટલો તેને હોય તેટલો તમને ના હોય. સામાન્ય, થોડી કાર્યસિદ્ધિ એ તમારા થકી બતાવી દે તે જુદી વાત છે. તમારું સપનું પૂરેપૂરું સાકાર કરવાની એનામાં આવડત નથી. તમારો પ્રેમ તમને દોરી રહ્યો છે માટે તમે એનામાં ઘણી બધી શક્યતાઓ જોઈ રહ્યા છો. હકીકતમાં તમે માનો છો એવાં સપનાં એની આંખોમાં ઉગતા જ નથી. એ તમને ખુશ રાખવા તમારા કહેવા મુજબ કરવાનો પ્રયત્ન કરે છે અને થોડું ઘણું પરિણામ લાવી શકે છે. તમે એના વતી સપનાં જુઓ અને તમારા વતી એ સપનાં સાકાર કરે એ આદર્શ પરિસ્થિતિ છે. તમે એનામાં સપનાનું વાવેતર કરો. જમીનમાં પડેલું બીજ પોતાની મેળે અંકુરા શોધી લાવે છે. અંતરમાં રોપાયેલું સપનું આપમેળે સંભાવનાને ઉજાગર કરે છે. તમે એની શક્તિને પહેલાં તપાસો, તમે એની ભૂમિકાને પહેલાં ઓળખી લો. તમને એની શક્તિ અને ભૂમિકાનો
न खलु गोपालकस्नेहादुक्षा क्षीरं क्षरति । (४४) ગોવાળના પ્રેમને લીધે બળદ દૂધ આપી શકતો નથી.
જેનું કામ જે કરે. પસંદ કરવાનો હક તમારો છે. લાયકાત નક્કી કરવાનો હક તમારો નથી. તમને ગમી ગયેલી વ્યક્તિને તમે તમારી સમકક્ષ બનાવવા ઇચ્છો છો. તમારા પ્રેમને લીધે તમને એવો વિચાર આવે છે. તમારા મનમાં લાખ ઇચ્છા હોય પરંતુ સામી વ્યક્તિમાં પાત્રતા નહીં હોય તો તમારા સપના પૂરા થઈ શકશે નહીં. ગોવાળને બળદ ગમતો
=
=
=
Page #52
--------------------------------------------------------------------------
________________ અંદાજ આવી જશે તો તેની માટે કેવું સપનું વાજબી છે તે તમને તરત જ સમજાશે. અત્યારે તમે તમારી આંખે સપનું જુઓ છો એની માટે. પછી પછી તમે એની આંખે સપનું જોશો. આ ઋણાનુબંધ વિના નથી બનતું. તમે ધારો છો તેટલો એ શક્તિશાળી નથી. તમે ન ધારી શકો એટલો એ કાબેલ છે. બળદ દૂધ નથી આપી શકતો પણ એ જ બળદ આખું ખેતર ખેડી શકે. દૂધ આપનારી ગાયને મળતો ચારો આ ખેતરમાં જ ઉગે છે. દરેક પરિચિતોને એના ગજા મુજબનું એક સપનું આપો. તમે સપનાં જોઈ શકો છો તે સારી વાત છે. તમે સપનાં વાવી શકો તે આનંદજનક બીના. महद्भिः प्रतिष्ठितः अश्मा अपि देवो भवति / (45) મહાપુરુષના હાથે પ્રતિષ્ઠા પામેલો પથ્થર પણ દેવ બનીને પૂજાય છે. તમે શક્તિશાળી બનો તો શ્રેષ્ઠ. તે ન બનો તો શક્તિશાળીના હાથમાં તમારી લગામ સોંપી દો. તમારું શક્તિશાળી હોવું–તમારી દૃષ્ટિએ જરૂરી હોય તો શક્તિ ઊભી કરવા માટે તમારે કોઈનો સાથ લેવો પડશે. નબળા લોકો સાથે રહેવાથી તમે શક્તિશાળી બની શકતા નથી. નબળા લોકો પર રાજ કરનાર નેતા શક્તિશાળી હોતો નથી. તમારું ભવિષ્ય તમારે શક્તિશાળીના હાથમાં મૂકવું જોઈએ. તમે ધીમે ધીમે શક્તિશાળી બનતા જશો. શક્તિશાળી વ્યક્તિ સ્વયં પ્રેરણારૂપ હોય છે. તમારામાં એ શક્તિનો સંચાર આસાનીથી કરી શકશે. તમારી શક્તિ તમે એકલા વાપરશો તો એની એક મર્યાદા રહેવાની. તમે કામ કરતાં કરતાં ઘડાશો. એમાં ખાસ્સો બધો સમય પણ જવાનો. તમે અનુભવી બનીને પછી શક્તિશાળી પૂરવાર થાઓ ત્યાર સુધી ઘણો સમય વીતી જવાનો. આજે જમાનો ઝડપી છે. તમારે ઢીલા રહેવાનું નથી. શક્તિશાળીના હાથમાં તમારું સુકાન હશે તેવા સંયોગોમાં તમારી શક્તિને, એમની શક્તિનો મજબૂત ટેકો મળશે. તમે એમના હાથ નીચે કામ કરશો તેને લીધે તમારી શક્તિમાં એમની શક્તિ ભળશે. તમને યશ મળશે અને નિષ્ફળતાનો અપયશ ઓછો મળશે . સ્વતંત્ર બની જવાની ઉતાવળમાં તમે શક્તિશાળીના આશરે રહેવાનું ટાળતા નહીં. તમે જે નથી જોયું તે એમણે જોયું છે. તમને જ્યાં જોખમ દેખાય છે ત્યાં એમને રસ્તો દેખાય છે. તમે જેનાથી ડરો છો એમાંથી એ પસાર થઈ ચૂક્યા છે. શક્તિશાળીનાં શરણે તમારી શક્તિને ઠેરવી દો. લોઢાને ઘસવા માટે લોઢું જ ઉપયોગી થાય છે. શક્તિશાળીના હાથે તમે ઘડાયા હશો અને તમને શક્તિશાળીનું પીઠબળ મળ્યું હશે અને તમારા હાથમાં એમણે આપેલું પ્રમાણપત્ર હશે તો તમને વધાવવા સૌ પડાપડી કરશે. સૂરજ ધીમેધીમે ઉગે છે, દરિયામાં ભરતી ધીમેધીમે આગળ વધે છે. તમે ધીમેધીમે ઘડાતા રહેજો . શક્તિશાળીના હાથે તમે ગૌરવ પામશો તો જ્યાં જશો ત્યાં પૂજાશો. અત્યારે તમે કોઈ શક્તિશાળી સાથે સીધા સંકળાયેલા છો ? તપાસી જુઓ. ન સંકળાયા હો તો તમે અત્યંત શક્તિશાળી બની ગયા છો ? વિચારી જુઓ. શક્તિશાળીનું પડખું સેવ્યા વિના શક્તિશાળી બની શકાતું નથી. શક્તિશાળીના હાથે ઘડાયા હશો તો દુનિયાની ઠોકરો તમને વાગશે નહીં. તમારા સંપર્કના વર્તુળમાં તમારા કરતાં શક્તિશાળી સાથે તમારો ઘનિષ્ટ સંબંધ જળવાયેલો હોવો જોઈએ. શક્તિ સાથે શક્તિ ભળે ત્યારે મહાશક્તિનું નિર્માણ થાય છે. - 98 -