________________
તેવી કાર્યવાહી થવી જોઈએ. જીવન છે ત્યાર સુધી આ નિયમ પાળવાનો રહે છે.
સૂત્ર સંદેશ આપે છે. જે ધર્મ માટે જાગૃત નથી તેનો આત્મા ઠગાઈનો ભોગ બને છે, સદા
માટે,
धर्मानुष्ठाने भवत्यप्रार्थितमपि प्रातिलोम्यं लोकस्य । (१८) ‘તમે ધર્મ કરશો એટલે વિરોધ થશે જ.’
ધર્મ આપણને સારો લાગે. આપણે ધર્મ કરવા લાગીએ. મનમાં વિચાર આવે, સારું કામ નવું છે. મારા માટે કોઈના બે સારા શબ્દ સાંભળવા મળે તો ઉલ્લાસ વધે. ધર્મ કરવાનો ઉમંગ વધારે તેવો પ્રેરક એ પ્રશંસક મળે તો ધર્મ કરવાનું આસાન બને છે. પ્રશંસાનો સંદર્ભ અહીં અનુમોદનાનાં રૂપમાં છે. અનુમોદના કરે છે તે દિલથી ટેકો આપે છે. આપણા ધર્મને બીજી દિલથી ટેકો આપે તેવી ઇચ્છા રહે છે.
બને છે ઊંધું. આપણા ધર્મની નોંધ લીધા વગર જ વાત આગળ ચલાવે છે, બીજા લોકો. ધર્મ કર્યો તે મહત્ત્વની બાબત છે તેવી કોઈ જ વાતચીત એ લોકો સાથે થતી નથી. ઉપરથી ભૂલ કાઢવામાં આવે છે. આમ ન થાય, આવું કેમ કર્યું, આના કરતાં તો એ કર્યું હોત સારું હતું, આ શું લગાડ્યું છે ? આપણા ધર્મની સ્વીકૃતિ થાય તેવું વાતાવરણ રહેતું નથી. એમ લાગે છે આપણને કે ધર્મ કર્યો એ ભૂલ તો નથી કરી ? અચાનક મોઢાં બગાડનારા અને સલાહ આપનારા આટલા બધા વધી ગયા
છે તો ગડબડ ઘણી લાગે છે.
સૂત્ર સમજાવે છે : આ થવાનું જ છે. તમે ધર્મ કરો એટલે અમુક લોકો નારાજ થવાના જ છે. બીજાની નારાજગી સાથે આપણા ધર્મને કોઈ લેવાદેવા નથી. આપણે ધર્મ કર્યો તે આપણા નિજાનંદ માટે. બીજાને રાજી ન થવું હોય તો એ એમનાં ઘરે. બીજાની હૂંફ આપણને મળે તે માટે ધર્મ નથી. આપણા ધર્મની હૂંફ બીજાને મળે તે માટે ધર્મ છે.
ધર્મ કરનારને જોઈને, કચકચ કરનારાને મુદા મળી જાય છે. એમને કામધંધા નથી. અરે, વાત કરવાનો વિષય પણ બચ્યો નહોતો એમની પાસે, સાવ કોરાધાકોર એ બધા, એમને આપણો ધર્મ જોઈને પેટમાં દુઃખે છે. આપણા ધર્મ કરવાથી એમનો અહં ઘવાય.
આપણે ધર્મી થઈએ તો એ વિચિત્ર મનોદશાનો ભોગ બને. આનો ઈલાજ નથી. ધર્મ કરો એટલે બોલનારા તો ગમે તે બોલે. ક્યારેક તો બધા જ વિરોધમાં આવી જાય. આપણે જે ધર્મ કરવો છે તેને છોડાવવા કે બંધ કરાવવા ધમાલ શરૂ થાય. આપણું ધાર્મિક સત્ત્વ પાંગળું બનાવવાના ઉધામા ચાલે. આવા સમયે ધર્મ તરફથી મોરચો સંભાળનાર આપણે એ કલા જ રહીએ, આપણે ધર્મને સાચવવાનો અને આત્માને સમજાવવાનો.
ધર્મ ન કરીએ તો વખાણ કરનારા મળી જશે, ધર્મ છોડીએ તો શાબાશી દેનારા મળી જશે. ઠીક છે. એ રસ્તો લેવાથી એ લોકો ખુશ થશે. પણ ખુશ થવાથી વિશેષ કાંઈ સિદ્ધ થતું નથી. ધર્મમાં ટકી રહેવાથી એ નારાજ થશે પણ એ નારાજગીથી કોઈ મોટી આસમાની સુલતાની સતી
૨૪૮