________________
જોવા મળતું નથી. ધર્મ ન કરે તેનો આત્મા ભૂખ્યો રહી જાય છે. આત્માને સારા થવાની ભૂખ રહે છે. જૂના ખરાબ સંસ્કારો ધોવાની ભૂખ, નવા સંસ્કારો સારા મળે તેની ભૂખ, આત્માની ભૂખ સારા વિચારો માંગે છે. આત્માની ભૂખ સારી ભાવનાની પ્રતીક્ષા કરે છે.
આપણા હલનચલન ઉપર આત્માનો કાબૂ છે. આત્મા નથી રહેતો તો શરીર જડ થઈ જાય છે. શરીર માટે આત્મા કામનો છે. આત્મા માટે શરીર કામનું છે ? આજની તારીખે તમે તમારી જાતને પૂછો. તમારો આત્મા તમારા શરીરને પૂરેપૂરો કામ લાગે છે. શ્વાસ લેવા મળે છે, હૃદય ધબકે છે, રક્તસંચાર બરોબર થાય છે, રોગ થતા નથી, થયા તે મટી ગયા છે, ધાર્યા કામ પાર પડે છે. તમારો આત્મા શરીરમાં છે તો આ બધું થાય છે. આ પરમ ઉપકારી આત્મા માટે તમારું શરીર શું કરે છે ? તમારું દિમાગ આ આત્મા માટે કેટલું સોચે છે ?
ભાગીદારને ઠગવાથી વિશ્વાસઘાત થાય છે તે ખબર છે. આત્મા તો ભાગીદાર પણ છે અને માલિક પણ છે. એને કામ લાગે તેવું શું આપ્યું છે એને ? આત્માની અપેક્ષા થોડી છે. એને ધર્મ જોઈએ છે. તમે સાધના કરો તેમાં આત્માને રસ છે. તમે સારાં કામમાં ગૂંથાયેલા રહો તો આત્મા રાજી. તમે ખરાબીમાં ડૂબો તો આત્મા ઝંખવાય. તમે ઉમદા આશયથી આગળ વધો તો આત્મા તૃપ્ત. તમે અવળા પાટે ગાડી ચડાવીને ભાન ભૂલો તો આત્મા હતાશ.
ધર્મને સાચવવાથી આત્મા સચવાય છે. આત્મા જનમોજનમનો સાથી છે. એને એક જનમમાં સાચવી લઈએ તો હજાર જનમ સુધી એ આપણી કદર કરતો રહેશે. માનવગતિ આત્માની ભૂખને ભાંગવા માટે
-84
છે. બીજી ગતિઓમાં આત્માને જોઈએ તે પૂરેપૂરું નથી મળી શકતું. આ અવતાર આત્માનાં કામનો છે. જનમ થયો તે જ ઘડીથી આત્મા તરસ્યો છે : ક્યારે આરાધના થાય અને હું સંતોષ અનુભવું. આપણે આત્માને સંતોષ જ નથી આપતા.
આત્મા ઠેબે ચડ્યો છે. પૈસાની પાછળ ભાગવામાં આત્માને લાત વાગી છે. પરિવારને રાજી કરવામાં આત્માનું અપમાન થઈ બેઠું છે. પ્રસિદ્ધિ કમાવવામાં આત્માને માથે દેવું ચડી ગયું છે. રોજરોજ આત્મા ટીપાય છે. છતાં વગર ફરિયાદે આત્મા સાથ આપે છે. એને આશા છે, આજે નહીં તો કાલે, આપણે ધર્મ કરીશું એની.
આત્માની આશાને સાકાર કરવી જોઈએ. ધર્મ કરવા માટે અંગત ઇચ્છા સાથે બાંધછોડ કરવાની છે. પૈસા છોડવાના છે. નખરા ઓછા કરવાના છે. ખાવાપીવાની લાલસાને વશમાં લેવાની છે. લાગણીને પવિત્રતાનો સ્પર્શ આપવાનો છે. ધર્મ માટે જાત સાથે બાંધછોડ કરે તે આત્માને સાચવી શકે. આત્માને સાચવે તે ભવોભવની સલામતી મેળવી શકે. આત્માને ન સાચવે તે એક ભવ સાચવી શકશે, કદાચ. પછીના ભવોમાં તો એ બરબાદ જ થશે.
આત્મા સાથે બનાવટ નહીં જોઈએ. આત્મા સાથે સચ્ચાઈથી રહો. આત્માને સારો હિસાબ આપવાનું રાખો. બીજાની ફિકર કરીને દિવસો બગાડો છો તે છોડી આત્માની ફિકર કરીનો દિવસનો એકાદ કલાક તો સુધારો. બીજા કોઈનો ભરોસો નથી દુનિયામાં. સંબંધ માત્ર માટીપગા છે. સંયોગોની સાચવણી દરિયામાં ગરક થઈ જવાની છે. તરવાનું આત્માના સહારે છે. આત્માને બળ મળે તેવો પરિશ્રમ કરો. આત્માને રાજીપો સાંપડે -૪૬