________________
આજે તમે સારાં ઘરમાં રહો છો. રાતે ભૂખ્યા પેટે સૂવું નથી પડતું. તરસ લાગે તો પાણી અને સરબત બંને મળે છે. દૂધ, સારા ગ્લાસમાં અને ચા, સુંદર કપમાં ગરમગરમ મળે છે. ઘરમાં મારામારી જેવા ઝઘડા તો નથી જ. નાનું પણ સરસ છે, ઘર, ચાર લોકોમાં પૂછાય તેવું નામ કમાયા છો. તિજોરી તળિયાઝાટક નથી. સંગાથીઓ સાચવે તેવા છે. - સારા ભૂતકાળનો પડછાયો તમારી પર, વટવૃક્ષની ઘેઘૂર છાયાની જેમ પથરાયો છે. ઘણી બધી મુશ્કેલી અને તકલીફો નથી. થોડી ઘણી છે તેનો સામનો કરી શકાય છે. સૂત્રે કહે છે કે તમારો ભૂતકાળ તમને સાચવી રહ્યો છે. એ સારા ભૂતકાળે આજે સારા દિવસો આપ્યા છે. તમે આ સારા દિવસોને સાચવી લો.
કારણ એ છે કે આજના દિવસો આવતીકાલે ભૂતકાળ બની જવાના છે. રવિવાર માટે શનિવાર ભૂતકાળ છે. વાત સાચી. આવતીકાલે સોમવાર થશે એટલે રવિવાર પણ ભૂતકાળ બની જવાનો છે. ગઈકાલનો ભૂતકાળ આજે તમને વાગતો નથી. આજનો ભૂતકાળ આવતીકાલે તમને ન વાગે એ જોવાની જવાબદારી એકમાત્ર તમારી જ છે. તમે આજે ધર્મ કરવાનું ચૂકો છો તેને કારણે તમે ગઈકાલના ભૂતકાળને દગો દો છો. સાથે સાથે આજના ભૂતકાળને આગ પણ લગાડો છો. આવતીકાલે આજનો ભૂતકાળ તમને દઝાડશે જ. લખી રાખજો.
ધર્મ તમને આપે છે તેમ તમારે ધર્મને આપવાનું છે. ધર્મ આપે તે લેવા તૈયાર રહીએ અને ધર્મને કશું આપવાની તૈયારી ન હોય તે છલના છે. ધર્મ કરવાનું ચૂકતા જ રહીએ તેનાથી નુકશાની એ થાય છે કે તમારું ભવિષ્ય અંધકારમય બની જાય છે. ધર્મ સિવાય બીજી કોઈ તાકાત તમને
અજવાળાં આપી શકવાની નથી. તમે ધર્મનાં અજવાળામાં બેસીને અંધારાની ચાવી ખરીદો છો. ધર્મ તમને છોડી દેશે. ધર્મને અંધારાના માણસો નથી ગમતાં. ધર્મ માત્ર અજવાળાના માણસોને જ ભાવ આપે છે.
ધર્મ જોઈ લે છે, તમે શું કરો છો તે. ધર્મનો વિશ્વાસ જળવાઈ રહે તેવો તમારો વહેવાર હોય તો ધર્મ સાથ નિભાવશે. અન્યથા ધર્મ ચુપચાપ ખસી જશે. પછી ? પછીની કલ્પના અસહ્ય છે. ધર્મ ગયો એટલે જીવનનું સત્ત્વ ગયું. સત્ત્વ વિનાના જનમો માથે ઝીંકાયા કરશે. મજૂરની જેમ માલ વેઢારીને ચક્કર કાટવા પડશે.
ના. સૂત્રને આ મંજૂર નથી.
સૂત્ર કહે છે : ધર્મ તમને સુખ આપ્યું. સુખને તમે ધર્મની દિશા આપો. ધર્મે તમને સફળતા આપી. સફળતાને તમે ધર્મના નામે ઉજવો. ધર્મે તમને સારા બનાવ્યા. ધર્મને તમે સારામાં સારો બનાવો. તમારા ધર્મને તમે સાચવો. તમારો ધર્મ તમને સાચવશે.
ધર્મ સાથેનો ઋણાનુબંધ જનમોજનમ ચાલવો જોઈએ.
धर्माय नित्यमजाग्रताम् आत्मवञ्चनं भवति । (१७) ધર્મ માટે સજાગ ન રહે તે કમનસીબ છે.”
જાગતા રહેજો , આ સૂત્ર કહે છે. જે જાગે છે તે જીતે છે. જે નથી જાગતો તે હારે છે. જાગવાનું છે. ઊંઘ ન આવે તેની સાવધાની રાખવાની છે અને ઊંઘ આવતી હોય તો એને ઉડાડી મૂકવાની છે. જાગવાનું છે જાત માટે. ધર્મ જાત માટે છે, આત્મા માટે, ધર્મ ન કરે તે ભૂખ્યો રહે છે તેવું
-૪૪ -