________________
धर्मफलमनुभवतोऽपि अधर्मानुष्ठानमनात्मज्ञस्य । (१६) ધર્મનું ફળ અનુભવે પણ અધર્મ છોડે નહીં તે નાસ્તિક.’
૫. ધર્મસ્ય ક્યા રમ્યા
જીવન પર પડછાયો બની ભૂતકાળ લંબાય છે. આજે તકલીફો છે તે ભૂતકાળનો પડછાયો છે. આજે મજા છે તે ભૂતકાળની કૃપા, આજનું સુખ ભૂતકાળથી ઘડાયું છે તો આજનું દુઃખ ભૂતકાળે મોકલ્યું છે. ભૂતકાળ સાથે અધર્મ જોડાયો હતો, તેથી મુશ્કેલી આવે છે. ભૂતકાળ સાથે ધર્મ જોડાયો હતો માટે અનુકૂળતા મળે છે. ભૂતકાળમાં તમે આજની જેમ શેઠ કે શેઠાણી નહોતા. સાથે એય નક્કી કે ભૂતકાળમાં તમે હતા તો ખરા જ. ભૂતકાળમાં તમે બીજા રૂપમાં હતા. આજનું રૂપ અલગ છે. ભૂતકાળ, ગયા જનમનો ભૂતકાળ એ રૂપ સાથે પૂરો થયો. રૂપ પૂરું થયા પછી ભૂતકાળે પીછો પકડ્યો છે. આજે તમે ઊભા છો પરંતુ તમારી પાછળ ભૂતકાળ તૈનાત છે. જનમ પૂરો થાય એટલે નવો જનમ મળે. જનમ નવો એટલે રૂપ નવું. નવાં રૂપને જૂનો ભૂતકાળ છોડતો નથી. ભૂતકાળ ખરાબ હોય તો નવા જનમનું નવું રૂપ હેરાન થાય. ભૂતકાળ સારો હોય તો નવા જનમનું નવું રૂપ રાહતથી જીવે.