________________
તમારી સાથે વાત કરનારને ઝાટકો લાગે તેવું કડવું બોલવાની આદત દુર્જનતાની નીપજ છે. બીજાને ઠમઠોરી દેવાથી તમારી મોટાઈ સિદ્ધ થતી નથી. બીજાને પરાજીત કરવાથી તમારો જયજયકાર થઈ જતો નથી. બીજાની લાગણી જીતવાથી જ સજજનતાને અવકાશ મળે છે. સૂત્રનો સંદર્ભ સમજવા જેવો છે. ઝઘડો કરવો અને નારાજગી આપવી આ બે દુર્જનના સ્વભાવમાં છે.
તપાસવા જેવું છે. આજ સુધી લગભગ દરેક સાથે કલહ થયો છે. દરેકને નારાજગી આપી છે. સફળતાના નશામાં સજજનતાનો બ્રાસ થઈ ગયો છે. તમારી વાણી પરથી તમારી સાચી પહેચાન મળે છે. વાતે વાતે વાંધો પડે તેવા માણસોને કોઈ પસંદ કરતું નથી. વગર લેવેદેવે મનને તોડે તેવા આદમીને કોઈ આવકાર નથી આપતું.
દુર્જન સાથે વાત કરનારા ડરતા જ હોય છે. સજજન સાથે વાત કરનારા ખુશમિજાજ હોય છે. સારા માણસ બનવા માટે વાતચીતને સારી બનાવવી જોઈએ. અલબતુ, જૂઠું બોલીને, દંભ આચરીને, નીતિ સાથે બાંધછોડ કરીને મીઠાં વચનો બોલવાના ન હોય. સચ્ચાઈને ઠેબે ચડતી જોઈનેય તમે મીઠાં મીઠાં ગીતો ગાતા રહેશો તો કાપુરુષ લેખાશો. એવે વખતે તો વાણીમાં તલવારની ચમક હોવી જોઈએ. ભૂરા માણસો સાથે નારાજગી બંધાઈ જાય તેની પરવા પણ કરવાની ન હોય.
સરેરાશ જીવનયાત્રામાં કલહ અને અપ્રીતિથી દુર રહેવાનું છે. તમારો પરિવાર, તમારા મિત્રો અને તમારું મન–કલહ અને અપ્રીતિનું વજન ઝીલી શકતા નથી. એમને રાહતનો શ્વાસ મળે તે માટે સજ્જનતાને સમજવાની છે. દુર્જનનો ધર્મ દુર્જન પાસે રહેવા દો. તમે સજ્જન છો.
- ૨૫ -
તમારી માટે કલહ અને અપ્રીતિ કામનાં નથી.
तत् सौजन्यं वाग्मिता च यत्र नास्ति परोद्वेगः । (१०) બીજો કંટાળે નહી તે જ સજ્જનતા.
તમારી સજ્જનતાનું પ્રમાણપત્ર તમારા જ હાથે લખીને તમે રાજી થતા હશો. કોઈપણ માણસ પોતાને ખરાબ માને જ નહીં. દરેકને પોતાનો સ્વભાવ સારો જ લાગે. પોતાની વાતો પણ દરેક માણસ સારી જ માનતો હોય છે. પોતાના માનવાથી આપણે સારા બની જવાના નથી. તમારી સજજનતા અને વાચાળતા સારી છે કે નહીં તે નક્કી કરવાનું કામ બીજાને સોંપી દો, સૂત્ર કહે છે. બીજાને તમારાથી દૂર ભાગવાનું મન થાય છે તો તમારી સજજનતા જોખમમાં છે. બીજાને તમારી વાતો સાંભળવામાં ત્રાસ થાય છે તો તમે તમારી વાતોની બાબતમાં ફેરવિચારણા કરો. તમે સાચા હશો અને તેનાથી જૂઠા માણસો દૂર ભાગતા હશે તો એ તમારી જીતે જ છે. તમારો સ્વભાવ બીજાને નડે તે તમારી હાર છે.
તમે બીજાની વાત સાંભળી શકો તે સજજનતા. તમે બીજાને હિંમત આપો તે સૌજન્ય. તમે બીજાને નારાજ કર્યા વિના સાચું સમજાવી શકો તે સ્વભાવની સુંદરતા.
તમે પોતાની જ વાત રગડ્યા કરો તે ક્રૂરતા છે. તમે બીજાને સાવ તોડી પાડો તે દુષ્ટતા છે. તમે સાચું ખોટું સમજાવ્યા વિના બીજાને નારાજ કરી મૂકો તે દુર્જનતા છે.
માણસને એમ જ લાગે છે કે હું કરું તે ગમવું જોઈએ અને હું કહું તે માનવું જોઈએ. તમે કરો તે બીજાને ન ગમે તો તમે પરાણે ગમાડવા