________________
પરંતુ ખુવારી તો બન્ને પક્ષને મળે છે. શરૂઆતથી જ જાગવાનું છે.
નાના અપમાનથી ઘવાઈએ છીએ તેને બદલે હસતા શીખીએ. અપમાન કરનારને થોડું વધારે માન આપીએ. ગુસ્સો કરનારને આક્રોશ કરીને તોડી પાડીએ છીએ તેને બદલે ચૂપ રહેતા શીખીએ. એવી શાંતિ રાખીએ કે સામા માણસને જ પોતાના ગુસ્સાનો પસ્તાવો થઈ આવે. નિંદા કરનારી વ્યક્તિને પ્રશંસાથી વધાવીએ. પથ્થરનો જવાબ ફૂલથી આપીએ. આ નીતિ અઘરી જરૂર છે પરંતુ આ નીતિ જિંદગીને સરળ બનાવી દે છે. શું નથી કરવું—તેનો પાક્કો નિર્ણય લઈ જવો જોઈએ. ગુસ્સો નહીં. ઝઘડો નહીં. ફરિયાદ અને નિંદા નહીં. રાજકારણ નહીં. આપણે સરળ અને સારા બની રહીએ. તેની સામે બધી જ તકલીફો નગણ્ય છે. સારા બનવાની કિંમત તો ચૂકવવી જ પડશે.
સામો માણસ જડ નથી, સમજદાર છે. એક દિવસ એ જરૂર થાકશે. એક સમય તો એવો આવશે જ્યારે એ પથ્થરદિલને પીગળવું પડશે. રાહ જોવાની છે. વૈરની પરંપરા વરસો સુધી ચાલે જ છે, પ્રેમની પરંપરાને લાંબી ચલાવીએ. વૈરના સંબંધમાં એકપક્ષી પ્રેમ મહાન્ આશા આપે છે. સામા માણસનું વૈર એકપક્ષી થઈ જાય એ જ આપણી સૌથી મોટી જીત છે. મહાપુરુષો આ નીતિથી જીવ્યા અને જીત્યા. આપણે એ રસ્તે ચાલવું
જ છે.
कलहजननमप्रीत्युत्पादनं च दुर्जनानां धर्मः । (९)
ઝઘડો કરવો અને નારાજગી આણવી આ બે દુર્જનનાં કામ છે. બીજાને ચૂપ કરી દેવામાં, બીજાને નારાજ કરવામાં, બીજાને હરાવી ૨૩~
નાંખવામાં તમે ઉસ્તાદ હશો. તમને આનું અભિમાન પણ હશે. તમને કોઈ વતાવતું નથી. તમારા મિજાજને સૌ સંભાળી લે છે. તમારી જિંદગીની આ મોટી સફળતા છે. હશે. આ સફળતાએ જ તમારી સજ્જનતાને ખતમ કરી નાંખી છે. સફળતા કરતા સજ્જનતા વધુ કિંમતી છે. તમને શું પસંદ છે ?
જવાબ આપવા પૂરતી તમે સજ્જનતા પસંદ કરશો. હકીકતમાં સજ્જનતાના ભોગેય સફળતા મેળવી લેવા તમે તૈયાર છો. તમે કોઈ સાથે ઝઘડો છો, તમે કોઈને પરેશાન કરી મૂકો છો ત્યારે દુર્જન પૂરવાર થાઓ છો તે યાદ રાખજો. સજ્જનો ઝઘડતા નથી. સજ્જનો બીજાને અપમાનિત કરતા નથી. સજ્જનો કાયમ ઝઘડો ટાળે છે. સજ્જનોને બીજાની
નારાજગી ગમતી નથી. ઝઘડવું અને બોલીને બગાડવું આ બે માર્ગ પર દુર્જન ચાલે છે. સજ્જનનો આ રસ્તો નથી.
સજ્જનની ફોરમ એના સ્વભાવમાંથી મહોરે છે. એ જ્યાં હોય ત્યાં પ્રસન્નતા ખીલે. એની હાજરીમાં તનાવ ઘટે. એ બોલે એનાથી મનને આનંદ સાંપડે. આપણી લાગણીને સજ્જન તોડતા નથી. સજ્જન હો જ પાડે તેવું નથી. તે ના પણ પાડે. એની શાલીનતા એવી હોય છે કે એ ના વાગતી નથી. દુર્જન હા પાડે તોય એ ફટકાની જેમ લમણે ઝીંકાય છે.
નાની નાની વાતોમાંથી સજ્જનતા ટપકતી હોય છે. તમે વાતચીત કરો તો ત્યારે બીજાની વાતને ઉડાડી દો છો, બીજાને બોલવાની તક ઓછી આપો છો, વધારે અવાજ એકમાત્ર તમારો જ હોય તેવા પ્રયત્ન કરો છો. આ સજ્જનતા નથી. દુર્જનતા પણ આવી નાની વાતોમાંથી નીતરી આવે છે.
-૨૪