________________
હોય તેનો પક્ષપાત કેળવવાનો છે. તમારે સારું ન હોય તેનાથી દૂર રહેવાનું છે. તમારા જીવનને નુકશાન કરે, તમારા સંબંધોને બગાડી મૂકે તેવી વ્યક્તિઓથી સાવચેત રહીને ચાલો. તમે એમ માનો છો કે હું કરું તે બરાબર છે. આ તમારા મનની રમત છે. મનમાં બેસેલું અભિમાન તમને જડબેસલાક રીતે બાંધી રાખે છે. તમે તમારી માન્યતાથી અળગા થઈને તમારા વિચારોને તપાસી શકતા નથી. તમે તમારા પૂર્વગ્રહો બાદ કરીને તમારા વિચારોને વાંચી શકતા નથી. તમે તો તમારી ધૂનમાં તણાયા કરો છો. કોઈ સાચા અને તટસ્થ માણસ સાથે દોસ્તી કરીને, તેની પાસેથી જાણવું જોઈએ કે તમારામાં શું શું ખૂટે છે ? તમે કાર્યક્ષમ હશો તો કોઈ તમને પડકારવાનું નથી. તમે કડક હશો તો તમને કોઈ રોકી શકવાનું નથી. તમારી પસંદગી પ્રમાણે તમે જીવી શકશો. તમારી માન્યતા મુજબ તમે ચાલી શકશો. પણ યાદ રાખજો . તમે ખોટી વસ્તુનો પક્ષપાત કર્યો હશે તો એક દિવસ એ તમને ભારે પડશે જ. તમારું પુણ્ય જાગતું હશે તો તમે બચી શકશો. પણ તેનાથી ખરાબ બાબત એ સારી બાબત બની જતી નથી. તમે સ્વીકારી લીધેલા સંબંધો હોય કે તમે સ્વીકારી લીધેલો ધંધો હોય કે તમે અપનાવી લીધેલી જીવનશૈલી હોય કે તમે રાખી લીધેલી ચીજવસ્તુઓ હોય એ તમને ગમે છે તે એક વાત છે અને એ સારી છે કે ખરાબ તેનું મૂલ્યાંકન કરવું તે બીજી વાત છે. તમે તમારા જીવનમાં તપાસી જોજો. તમે સ્વીકારી લીધેલું ઘણુંબધું એવું છે જે તમારે છોડવાની જરૂર છે. તમે છોડશો નહીં તો એટલે અંશે તમે, સારાપણું ગુમાવ્યું છે તેમ માનવું જ પડશે. વ્યક્તિગત અભિરુચિ એ સિદ્ધાંત બની શકે નહીં.
૭. સાચવવા જેવું ઘણુંબધું
- ૫૯ -