________________
આ નવી માન્યતા સ્વભાવને બદલે. આંગળી કાપીને ઝેરથી બચી શકાય. સ્વભાવ સાથે બાંધછોડ કરીને ભવિષ્યના જોખમથી બચી શકાય.
અશુભનું નડતર વિચારોને પણ પીડે છે. વિચારવાનું બળ તૂટી જાય છે અશુભની ઉપસ્થિતિમાં. અશુભ સંયોગો વિચારોને કમજોર બનાવી દે છે. જે કરીશું તે બગડશે. જે વિચારીશું તેમાં ભૂલ થશે. થોભો અને રાહ જુઓ.
अशुभस्य कालहरणमेव प्रतिकारः । (२२) ‘અશુભના ઉદયમાં ધીરજથી સમય પસાર કરવો.’
નિષ્ફળતા સામે લડવું, મચક ન આપવી. જીતવા માટેનો આ સીધો રસ્તો છે. દરેક વખતે આ રસ્તો અપનાવી શકાતો નથી. કયારેક ચૂપચાપ બેઠા રહેવાનું હોય છે. ધોધમાર વરસાદ છે. નદીના કાંઠા તૂટી ગયા છે. ગામ પાણીમાં ડૂબી ગયું છે. ક્યાં લડીશું ? એક સામટા ચારપાંચ ફટકા વાગી જાય છે, સંબંધોમાં વિસ્ફોટ અને ધંધામાં તબાહી અને શરીરમાં માંદગી અને નજીકના સ્વજનનું અકાળમૃત્યુ. પડે છે ત્યારે સઘળું પડે છે. કશો મેળ જ બેસતો નથી. ચારેકોરથી પથરા વાગવા લાગે છે. તમે લાચાર બની રહો છો. પ્રયત્નોને અવકાશ જ નથી રહેતો. તમે મહેનત કરો અને શક્તિને કામે લગાડો તેની કોઈ જ અસર જોવા મળવાની નથી. આવા દિવસો એકવાર તો આવે જ છે. જીવનમાં અશુભનો ઉદય અચાનક થાય છે. એની સામે લડવાનું શક્ય હોતું નથી. હથિયાર હેઠા મૂકીને શરણાગત બનવાનું ગમતું નથી. કરવું શું ? સમય પસાર થઈ જવા દો. અશુભની અકાળઋતુ પસાર થઈ જશે પછી પ્રયત્ન કરીશું. અશુભની હાજરીમાં નિષ્ફળતા નિશ્ચિત છે. ધીરજ રાખો. રાહ જોવાની છે. અશુભનું બળ કમજોર થશે. પછી બેવડા જોરથી મહેનત કરવાની. અત્યારે કેવળ પ્રતીક્ષા. અશુભનો ઉદય સંયોગોને બગાડી મૂકે છે. વેરવિખેર પરિસ્થિતિ મનને ઢીલું પાડી દે છે. તંદુરસ્ત વિચારો માટે તાજગી હોવી જોઈએ.
स्वयमगुणं वस्तु न खलु पक्षपाताद् गुणवद् भवति । (२३)
પક્ષપાત, નકામી વસ્તુને કામની બતાવે છે. આ ખોટું છે.”
આકર્ષણને લીધે વસ્તુમાં સુંદરતા દેખાય અથવા સુંદરતાને લીધે વસ્તુનું આકર્ષણ થાય. વસ્તુની જેવું જ વ્યક્તિનું. વસ્તુ કે વ્યક્તિમાં રસ પડે છે ત્યારે વસ્તુ કે વ્યક્તિ સુંદર છે તે મહત્ત્વનો મુદ્દો બની જાય છે. ગમવાની પાછળ રસ હોય, સ્વાર્થ હોય. દરેક ગમતી બાબતમાં આવું હોય ? વિચારવા જેવું છે. પક્ષપાતને લીધે નકામી વસ્તુ સારી લાગે તેવું બની શકે છે. મનમાં સ્વીકાર્ય બની ગયેલી વ્યક્તિ માટે કૂણી લાગણી તો રહેવાની જ છે. તમારી પાસે ભેગી થયેલી નાનીનાની વસ્તુઓમાં તમને કામ લાગે એવું શું છે તે જોજો. એક મમતા બાદ કરી દો તો ઘણી વસ્તુઓ કામ વગરની છે તે સમજાશે. તમારા વિચારો તમને સારા લાગે છે કેમ કે તમને તમારા વિચારો માટે મમતા છે. તમારો વિચિત્ર સ્વભાવ તમને સારો લાગે છે કેમ કે તમને તમારા સ્વભાવ માટે મમતા છે. તમારા પર થનારા આક્ષેપોને તમે સ્વીકારતા નથી કેમ કે તમે તમારી ભૂલોને પ્રેમ કરો છો. તમને ખબર છે કે તમારો બચાવ સાવ ખોટો છે પણ તમે સમજવા તૈયાર થતા નથી. તમે તમારો મજબૂત બચાવ કરો છો. બીજા માની ન શકે એ હદે તમે તમારી નબળાઈને ચલાવી લો છો. તમારે સારું
- ૫૭ -
- ૫૮ -