________________
अलं तेनामृतेन यत्रास्ति विषसंसर्गः । ( २० )
ઝેર સાથે ભળેલું અમૃત શું કામ લાગે ?’
ઝેર અને અમૃત સામસામે છેડે રહેલી શક્તિઓ છે. ઝેર બળવાન છે કે અમૃત આ પ્રશ્નનો જવાબ સરખામણીની દૃષ્ટિએ આપી શકાય તેમ નથી. ઝેરની રીતે ઝેર બળવાન છે. અમૃતની રીતે અમૃત બળવાન છે. ઝેરનું ટીપું અમૃતમાં પડે તો અમૃત બગડી જાય ? આ સવાલની સામે બીજો સવાલ. અમૃતનું ટીપું ઝેરમાં પડે તો ઝેરની મારકતા મટી જાય ? સૂત્ર આ બાબતે સ્પષ્ટ અભિપ્રાય આપે છે કે—જેમાં ઝેર પડ્યું હોય તેવું અમૃત નકામું બની જાય છે. ઝેરનું એક ટીપું—અમૃત ભરેલાં પાત્રને વિષપાત્ર બનાવી દે છે. ઝેર પથ્થર જેવું છે. આગમાં પીગળે નહીં. અમૃત ઘી જેવું છે. આગમાં પીગળી જાય. સારાં લક્ષણો અને ખરાબ લક્ષણોની સરખામણી કરવાની ના હોય. સારાં લક્ષણો દરેક જગ્યાએ સારા જ પૂરવાર થવાના છે. ખરાબ લક્ષણો દરેક જગ્યાએ ખરાબ જ સાબિત
~ ૫૩ ~
થવાના છે. એક માણસમાં સારાં લક્ષણ પણ હોય અને ખરાબ લક્ષણ પણ હોય તો તમારે સારાં લક્ષણથી પ્રભાવિત થવા માટે એ માણસની નજીક જવું ન જોઈએ કેમ કે નજીક જવાથી તેનાં ખરાબ લક્ષણો તમને પ્રભાવિત કરી શકે છે. દૂધમાં લીંબુનું ટીપું પડે તો દૂધ ફાટી જાય છે. લીંબુના રસમાં દૂધનું ટીપું પડે તો લીંબુનો રસ જરાપણ બગડતો નથી. સારા લક્ષણની સાથે ખરાબ લક્ષણ જોડાય છે ત્યારે સારાં લક્ષણને જ લૂણો લાગે છે. ખરાબ લક્ષણ તો કચરો છે. જ્યાં પડે ત્યાં ગંદકી કરે. દૂધમાં કેસ૨ નાંખો તો દૂધનો રંગ કેસરિયો થાય છે પરંતુ કેસરને કાદવ પર છાંટો તો કાદવ કેસરિયો બનતો નથી. કેસર કાવિયું બની જાય છે. સારાં લક્ષણ અને ખરાબ લક્ષણ સમાંતર રીતે જોવા મળે તો સારાં લક્ષણ જોઈને રાજી થવાનું નહીં બલ્કે ખરાબ લક્ષણ જોઈને સાવચેત થવાનું. ખરાબ લક્ષણની હાજરી, સારાં લક્ષણની તાકાતને તોડી શકે છે. સારાં લક્ષણ તો નાજુક ફૂલ જેવાં છે. તેમની માવજત લેવી પડે. તો સુવાસ રેલાવે. ફૂલને ઉકરડામાં મૂકો તો ફૂલ ઝંખવાય. સારાં લક્ષણની આસપાસ ખરાબ લક્ષણ હોય તો સારાં લક્ષણને જ અન્યાય થાય છે. તમને સાચી વ્યક્તિમાં સારાં લક્ષણોની સાથોસાથ ખરાબ લક્ષણો જોવા મળે તો પહેલી વાત એ નક્કી કરી લેજો કે તમારામાં દોષદિષ્ટ અને પૂર્વગ્રહ છે કે નહીં ? તમારામાં દોષદિષ્ટ અને પૂર્વગ્રહ નથી તેવું સ્પષ્ટ થઈ જાય તો જ ખરાબ લક્ષણ જોયાં તે વસ્તુસ્થિતિ રૂપે જોયા ગણાય. આ રીતે ખરાબ લક્ષણો જોવા મળે તો તમે એ વ્યક્તિથી દૂર રહેજો. મનની આદત છે. ખરાબ વસ્તુ તરત પકડે છે, સારી વસ્તુ પકડતા વાર લાગે છે. મન ખરાબ લક્ષણ પકડશે તો તે જીવનમાં ઉતરી આવશે. ખરાબ લક્ષણથી બચવાનું લક્ષ્ય પહેલું રાખજો. સારાં લક્ષણ
-૫૪