________________
કરવાથી શું હાથમાં આવે છે તે સમજાતું નથી. ન ભણી શકેલી વ્યક્તિને તેમનું અજ્ઞાન યાદ કરાવીને કેવળ મોટાઈ સિદ્ધ થાય છે. જ્ઞાન બીજાની ભૂલોનું વિશ્લેષણ કરવાનું સાધન નથી. મારા સિવાય બીજા બધા ખોટા છે—એવો મત બાંધી લેનારો જ્ઞાની નથી, દયાપાત્ર છે. કેવળજ્ઞાનીને પોતાનાં એ સંપૂર્ણજ્ઞાનનું લેશમાત્ર અભિમાન હોતું નથી. તમને તમારા તુચ્છ ભણતરનું આટલું બધું અભિમાન ? બીજાની માટે ઉચ્ચ કક્ષાની સહાનુભૂતિ હોય, તેનામાં રહેલા ગુણોને વાંચવાની દષ્ટિ હોય અને તેમની કમજોરીને ખાસ મહત્ત્વ આપવાની વૃત્તિ ન હોય તો તમારું જ્ઞાન સાર્થક છે. તમારામાં વસેલું જ્ઞાન તમને મહાનું બનાવે છે, પણ કયારે ? તમને તમારાં જ્ઞાનનું અભિમાન ન હોય ત્યારે. જ્ઞાનનું અભિમાન એ સ્વભાવને લાગેલો કડવો લૂણો છે.
કામનું શું ? તમને ખબર છે તમારી ખામીઓની. તમને તમારી દરેક કમજોરીનાં મૂળ સુધી પહોંચતા આવડી ગયું છે. તમે કેમ એ કમજોરીને દૂર કરતા નથી. આ દોષો અને આ કમજોરીઓ તમને ક્યાં લઈ જશે ? કલ્પના તો કરો. તમે સાધારણ માણસ નથી. તમે અભ્યાસશીલ વ્યક્તિ છો. જે ન કરાય તે ન કરાય. જે છોડવાનું છે તે છૂટવું જ જોઈએ. જે ફરક લાવવા જેવો છે તે વહેલી તકે આવી જવો જોઈએ. તમે કેવળ જાણીને અટકી ગયા છો. તમારું જ્ઞાન તમારા દોષને પંપાળવાનું મહોરું નથી. તમે જ્ઞાની છો માટે તમારી પર ઘણો મોટો વિશ્વાસ મૂકવામાં આવે છે. તમે તમારી જ્ઞાનની સીમા વધારતા રહો અને તમારા જ્ઞાનમાં પકડાતી ભૂલોને સુધારતા રહો. સમજો કે તમે મોટા જ્ઞાની નથી. તો તમારે જ્ઞાની પાસે બેસીને તમારા સ્વભાવની આલોચના કરવી જોઈએ. તમે એકલા બેસીને તમારા સ્વભાવને સુધારી શકવાના નથી. તમારે સાથ મેળવવાનો છે. જ્ઞાની તમારી વાતો સાંભળીને તમને સમજાવશે. તમે જે સમજી શકતા નથી તે બધું તમને સમજાય તે રીતે કહેશે. પછી ? તમને ખબર પડશે કે તમે ક્યાં ભૂલો છો. આ નવી શરૂઆતનો અવસર હશે. સાચી વાત જાણી લેવાથી ઉદ્ધાર થતો નથી. સાચી વાત જીવનમાં ઉતારવી પડે છે. નિર્દય થઈને પોતાની જાત પર હાથસફાઈ કરવાની રહે છે. તમારામાં રહેલી ખામીને જાણી લેવાથી તમે સુધરી જતા નથી. એમાં તો એવું બની શકે કે તમે ઉદંડ બનીને એ ખામીને વળગી રહેશો. તમારું જ્ઞાન તમારાં સ્તરને ઉપર ઉઠાવે તો કામનું.
ન હૌષધના દેવ વ્યાધિપ્રશR: I ( રૂ૭) દવા જાણી લેવાથી રોગ મટી જતો નથી.’
જ્ઞાન જીવનને સુધારવા માટે છે. જીવનમાં ઉપયોગી ન થનારું જ્ઞાન કેવળ બુદ્ધિનો પરિગ્રહ વધારે છે. જ્ઞાનનું અભિમાન ન થવું જોઈએ પરંતુ જ્ઞાન દ્વારા પરિવર્તન તો થવું જ જોઈએ. તમે જે ભણ્યા તેની અસર તમારા વિચારો પર પડવી જોઈએ. તમારાં જ્ઞાનની સુગંધથી તમારો સ્વભાવ મહોરવો જોઈએ. જ્ઞાની, પોતાના દોષોની બાબતે સભાન તો હોય જ, દોષો સામે લડવાના ઉપાયો એ અજમાવતો રહે. પરંપરાગત રીતે અભ્યાસ કર્યા વિનાનું જ્ઞાન ચોરીના માલ જેવું છે. મને પણ પચે નહીં. તમારું જ્ઞાન તમને સુધારી ન શકે તો એ બીજાને સુધારે કે ન સુધારે
किमेकशाखस्य शाखिनो भवति महतीच्छाया । (३८)
- 23 -
- ૮૪ -