________________
છે. કામ વધે એવી શક્યતા પણ નથી. કોઈ વાંધો નહીં. ખાધેપીધે સુખી તો છીએ જ. મોટાઈના આડંબરથી અંજાઈને આંખો આંધળી થઈ જાય છે. એવું નથી થવા દેવું. થોડું અજવાળું છે તે ઘણું છે. ધર્મ તો ઘણો કરવો છે, થતો નથી. કહેવા પૂરતી થોડી આરાધના થાય છે. મનમાં તાપ રહે છે. આટલા ધર્મથી શું થવાનું ? આ બળતરા ખોટી છે. જે ધર્મ નથી થતો તેનો વ્યાપ ખરેખર મોટો છે. આપણે એ બધો જ ધર્મ ચૂકી રહ્યા છીએ. વાત સાચી પણ છે. સાથોસાથ બીજી વાત એ પણ સાચી છે કે થોડી ધર્મસાધનાનું બળ આપણી પાસે છે. થોડાં અજવાળાની કમાણી ચાલુ છે. નાની બારી કામની છે. બહાર રહેલાં અજવાળાની રાહ જોવામાં, અંદર આવેલાં અજવાળાને ઠેબે ન ચડાવાય.
મોટું તપ ન થતું હોય તો નાનું તપ કરવાનું. કરવું તો મોટું તપ જ કરવું. નાના તપમાં મજા ન આવે. ભાવના સારી. સમીકરણ ખોટું. નાની બારીને સજા ન કરાય. નાની આરાધનાને મામૂલી ન ગણાય. નાની પણ આરાધના છે. થોડું પણ અજવાળું છે. નાનું તપ પૂરી લાગણીથી કરવાનું. સ્વકૃત સુકૃતની અનુમોદના દિલથી થવી જોઈએ.
એક કલાક વાંચવાનો સમય નથી મળતો. સળંગ ત્રીસ-ચાળીસ પાનાં વાંચીએ તો રસ પડે. બેત્રણ પાનાંમાં શું વાંચવાનું ? કલાકનો સમય મળે તો જ વાંચીએ, નહીં તો જવા દઈએ. આ ભૂલ છે. એક કલાકમાં ઘણાં પાનાં વંચાતા હશે. સવાલ વાંચવાના રસનો છે. જો તમને વાંચવામાં આનંદ આવતો હોય તો એક પાનું વંચાય તોય રાજીપો રાખી શકાય છે. થોડુંક જ વાંચ્યું. યાદ રહી ગયું. દિવસભર એની વિચારણા ચાલી. કરવા જેવું કામ છે.
મોટી આરાધના કરવાના મનોભાવમાં નાની આરાધનાને ધક્કો ન લાગવો જોઈએ. અષ્ટપ્રકારી પૂજા ન થાય ત્યારે ધૂપદીપ તો અવશ્ય કરી લેવા. મોટી પૂજાના વિચારોમાં નાની પૂજા બંધ રહે તેવું ન ચાલે. થાળી ગમે તેટલી ભરી હોય, કોળિયો તો એક જ લેવાય છે. એક સાથે દસ કોળિયા ખવાતા નથી. એક એક જ કોળિયે ખાવાનું હોય છે. ખાવું તો બધું એક ઝાટકે ખાવું, ટુકડે ટુકડે કોણ ખાય ? આવી વાતો કોઈ કરતું નથી.
નાની આરાધના પણ કામની છે. નાનું તપ લાભકારી છે. થોડું વાંચન પણ ઉપયોગી છે. મોટી આરાધના, મોટું તપ કે વધુ વાંચન ન થાય. તેનો સાચો અફસોસ જરૂર રાખવો. નાની આરાધનાની ઉપેક્ષા થાય તેવી ભૂલ ન કરશો.
નીતિવાક્યામૃતનો આ પહેલો સંદેશ છે : નાની બારીનું અજવાળું વધાવી લેજો .
खेरविषयं किं न प्रकाशयति दीप: ? (२) ‘સૂર્ય ન પહોચે ત્યાં દીવો પહોચે છે.”
રવિ જયાં ન પહોંચે ત્યાં કવિ પહોંચતા હશે. પણ અંધારું દૂર કરવામાં કવિતા કામ નથી લાગતી. સૂરજની પહોંચ ન હોય ત્યાં નાનો દીવો કામ લાગે છે. લાખ રૂપિયાનું બંડલ શાકભાજીની ખરીદી માટે કામનું નથી. ત્યાં તો થોડા છૂટા પૈસા જ કામ લાગે છે. પષ્મી પ્રતિક્રમણ રોજ ન હોય. એ તો પંદર દિવસે એક જ વાર થાય.
જબરદસ્ત આરાધના કરવી છે. શક્તિ નથી. ભરપૂર શાસન
- પર