________________
કુશળતાની જરૂરત હતી. હથિયારના ઘા ઉપર ઉપરથી વાગે છે, બુદ્ધિનો વેધ ઊંડે સુધી પહોંચે છે.
सर्वकोपेभ्यः प्रकृतिकोपो गरीयान् । (४३) કુદરતનો કોપ સૌથી ભયાનક હોય છે.
લડવાનું છે એવી ભાષામાં વાત કરાય નહીં પણ શત્રુ શું કરશે તેના ઠોસ અનુમાનો કરી શકે અને શત્રુને વિચારવાનો મોકો ન આપે અથવા શત્રુએ કલ્પના પણ ન કરી હોય એવો વ્યુહ અપનાવે તે જીતી શકે છે. તમારે સંઘર્ષમાં રહેવું ન પડે તેવું સહીસલામત આયોજન તમે કરી શકો તે ઉત્તમ. કેમ કે યુદ્ધમાં હારની કિંમત મોંઘી હોય છે તેમ જીતની કિંમત પણ કપરી હોય છે. જીતીને ખુવાર થઈ જનારાં રાજયોની વાતો ઇતિહાસમાં મળે છે. જીત્યા એનો અર્થ એ નથી કે તમે સલામત થઈ ગયા. લાંબી લડાઈનો બોજો જીત્યા પછી પૂરેપૂરો વર્તાતો હોય છે. લડાઈમાં જીતી ગયા પછી દુશ્મનો સાથેનો પ્રીતિમેળ કરવાની આવડત ન હોય તો રોજની બબાલ મટતી નથી, તમે શત્રુ પર જીત મેળવી લો તે પછી શત્રુનાં મનમાં આદરભાવ જગાડવાનો હોય છે. ચાણક્યએ મગધનું પાટલીપુત્ર જીત્યું તે પછી રાક્ષસમંત્રીને જીતવા અલગ પુરુષાર્થ કર્યો હતો એ ઘટના મુદ્રા રાક્ષસમાં અમર બની છે. શત્રુને હીન અને અધમ માનીને ચાલવાનું નથી. શત્રુ હારે તે જ ક્ષણે શત્રુમાં વસતા માનવનો સત્કાર થવો જોઈએ. માણસાઈની દૃષ્ટિએ આ જરૂરી છે અને રાજકીય દૃષ્ટિએ આ ફાયદાકારક છે. યુદ્ધ પૂરું થઈ ગયા પછી બીનતંદુરસ્ત સંબંધો ચાલ્યા કરે છે તેમાં જીતનારને અપજશ મળે છે. જૂના જમાનામાં રાજાઓ પરાજિત રાજાને સત્તા સોંપીને નીકળી જતા હતા. જીતવાના સમયે જીતવું, છોડવાના સમયે છોડવું આ રાજનીતિ છે. દર વખતે છોડવાનું ન હોય તેમ દરવખતે જીતી બતાવવાનું ન હોય. નાની જીત મોટી હારને ખેંચી લાવતી હોય તેવે સમયે પીછેહઠ કરવી પડે છે. આને કાયરતા કહેવી કે કુશળતા એ તત્કાળ નક્કી થતું નથી. ભવિષ્યમાં બનાવનું તટસ્થ વિશ્લેષણ થાય ત્યારે ખબર પડે છે કે
ધરતીકંપ થાય છે, પૂર આવે છે, દરિયો માઝા મૂકે છે, જવાળામુખી ફાટી નીકળે છે, દુકાળ પડે છે, અતિવૃષ્ટિ થાય છે. આ બધાની સામે તમે લાચાર છો. કુદરત અને માતા જલદી કોપતા નથી. જે દિવસે એ કોપે ચડે છે તે દિવસે બધું ભાંગીને ભુક્કો કરી નાંખે છે. કુદરતનો કોપ સમૂહ પાપોનું ફળ છે. તમારે તેની સામે કશું ચાલતું નથી. દિવસોના દિવસો સુધી નદીઓના કાંઠા વળોટીને પાણીની છોળો શહેરોને ઘમરોળે છે. દરિયો ભયાનક બનીને ઉછળે છે ને લાંબા કિનારાને અજગર બનીને ગળી જાય છે. કારણ વગર આગ ભડકી ઉઠે છે. શું કામ થાય છે આ બધું ? સામૂહિક ગાંડપણની આ સામૂહિક સજા છે. કુદરતના નિયમોનું ઉલ્લંઘન થાય છે તેનો જવાબ આપવા કુદરત સોથ વાળે છે. કારણ વગર હજારો ઝાડવાઓ કપાય છે, પાણીના ધોરડાઓ યંત્રોમાં ભેરવાય છે, જમીનની ખેતીને બળદના ગોબર મળતા નથી, અનાજ અને ફળોને કૃત્રિમ દવાઓનાં લીંપણ થાય છે, જંગલમાં અને પાણીમાં વસતા જીવજંતુઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થાય છે, તારલાભરેલા આભમાં કાળા ધુમાડાના ચીકણા થર ચડે છે ત્યારે કુદરત હોપે છે. કુદરત સામે તમે કાંઈ કરી નથી શકતા. ધર્મની અવજ્ઞા કરનારા શિક્ષણનો ઘેરઘેર પ્રચાર થાય છે,