________________
બચવા પ્રવાસ ને છોડાય. પૈસા બચાવવા માટે ઉપવાસ ન કરાય. તડકાથી બચવા ગુપ્તવાસ ન સ્વીકારાય. નાની તકલીફોની પાછળ મોટી ઉપલબ્ધિઓ છુપાઈ હોય છે. કેવળ એ નાની તકલીફો ન વેઠવાની એક કમજોરીને લીધે તમે ઘણું બધું ગુમાવતા રહો છો. સંબંધોમાં જવાબ આપી દેવાનું સહેલું છે, સાંભળીને ચૂપ રહેવાનું અઘરું છે. ચૂપ રહેવામાં ગંભીરતા છે, જવાબ આપવામાં કેવળ તુચ્છતા છે. જવાબ આપી દેવાથી વાત વણસે છે. ચૂપ રહેવાથી વાત આગળ વધતી અટકી જાય છે. તમે નાની તકલીફ ખમતા નથી પરિણામે સંબંધવિચ્છેદ સુધી મામલો પહોચી જાય છે. જીંદગીભર ખમવું પડે તેવું પરિણામ ને જોઈતું હોય તો નાની નાની બાબતોમાં વેઠવાની આદત પાડો. તમને શું નથી ગમતું ? અને તમારે શું નથી જોઈતું ? આ બે પ્રશ્નો પર વિચારવાનું. નથી ગમતું અને નથી જોઈતું આ બન્નેમાં ફરક છે. નાની તકલીફ નથી ગમતી અને મોટી તકલીફ નથી જોઈતી. નથી જોઈતું તે તત્ત્વથી બચવા માટે નથી ગમતું તે તત્ત્વ ચલાવી લેવું પડે છે. કાયમની મગજમારી વેઠીને દુઃખી થવું તે એક રસ્તો છે અને ખુલાસા કરીને મગજમારીથી બચી જવું તે બીજો રસ્તો છે અને કાયમ માટે છૂટા થઈ જવું તે ત્રીજો રસ્તો છે. તમારામાં બીજો રસ્તો લેવાની આવડત હોવી જોઈએ. સંપભાવમાં જે લાભ છે તે સ્વતંત્રતામાં નથી એ તમારે સમજવું જોઈએ. સંપભાવમાં મળતી સલામતી અને હુંફ સ્વતંત્રતામાં મળી શકતી નથી. તમારે શું પામવું છે ? અને તમે શું ગુમાવી રહ્યા છો ? આ પ્રશ્નોનું લાંબું વિશ્લેષણ કર્યા પછી જ આખરી નિર્ણય લઈ શકાય. આવેશમાં લીધેલા નિર્ણયો ઘાતક પૂરવાર થાય છે.
૧૦. વહેવારુ વાતો
-૮૭ -