________________
કામ દસ માણસનું હોય અને તમે એકલે હાથે મચી પડો તે સફળતાની નિશાની નથી. એકલો જાને રે–આ આદર્શ સાધના માટે બરોબર છે. કામની સફળતા માટે સહાયક તત્ત્વોનો ખ્યાલ રાખવો જરૂરી છે.
દેરાસરમાં મહાપુજા કરવી હોય તો એકલે હાથે નથી થતી. તપસ્વીઓને સામૂહિક પારણાં કરાવવા હોય તો એકલે હાથે નથી કરાવી શકાતા. મોટા દેરાસર અને ઉપાશ્રય બાંધવા હોય તો એકલે હાથે નથી બંધાવી શકાતા. પૈસા વાપરવાથી કામ પૂરા નથી થતા. માણસો પણ જોઈએ. માણસો ભેગા કરવાથી કામ નથી થતા. પૈસા પણ જોઈએ. સહાયનો અર્થ છે પૈસા. સહાયનો અર્થ છે માણસો.
કામ કરવાનું મન થયું, સારી વાત છે. કામ કરવાના સંયોગો નથી, ખરાબ વાત છે. સંયોગો નથી અને કામ કરવાની જક છોડવી નથી તે તદ્દન બૂરી વાત છે. ઘણી વખત આવું બને છે. ઘરમાં બધા જ માંદા છે. સેવા તમારે કરવાની છે. તમને તપ કરવાનું મન થાય છે. ઉપવાસ તો તપમાં આવે જ છે. ઉપવાસની સાંજે તમે પોતે જ સેવાપાત્ર બની જવાના છો તે નક્કી છે. તપ કરવો કે નહીં ? બહારના માણસોને સેવા કરવા બોલાવીએ તે વહેવારુ રસ્તો છે? તપના થાકમાં માંદા માણસની સેવા ઠેબે ચડી જશે તો ? તમારે તપ કરવાની એવી શક્તિ કેળવવી જોઈએ કે તપના દિવસે સાંજે સેવા કરવામાં તમે થાકનો અનુભવ જ ન કરો. એ ન બને તો તમારું કર્તવ્ય સેવા કરવાનું છે. સેવાનો ધર્મ બજાવતી વખતે તમે તદ્દન સ્વસ્થ રીતે સૌને સાચવી શકો છો. તપ કરો તો તમે તમારી જાતનેય નથી સાચવી શકતા. નિર્ણય જાતે લેવાનો છે. તપ કરવામાં તમને સહાયક
વ્યક્તિની જરૂર પડે છે. તે સહાયક વ્યક્તિ પોતે જ માંદગીમાં નિઃસહાય છે. તમે એકલા સેવા કરી શકો તેમ છો, એકલા તપ કરી શકો તેમ નથી.
કર્મ કરતી વખતે તમારે સહાય કરનારની બાબતમાં સ્પષ્ટ થઈ જવાનું છે. કર્મ કરવાના વિચારો કરીએ અને કર્મ થઈ ન શકે તેનો દોષ કોઈકને આપ્યા કરીએ તે ગલત નીતિ છે. માંદા માણસોને લીધે મારો તપ થઈ ન શક્યો, આ ભાવનામાં વિવેક નથી. વિવેક હોય તો તમે એમ વિચાર કરતા કે “માંદા માણસોને તો હમણાં સાચવવાના જ છે. એ સેવા પછી નથી થઈ શકતી. તપ તો પછી કરી શકાશે.’
સવાલ માંદા માણસ અને તપનો નથી. તમે કામ કરતી વખતે સંયોગોને પારખી શકો તે મહત્ત્વનું છે. ખિસ્સા ખાલી હોય ત્યારે દેરાસર બંધાવી શકાતું નથી. ખાલી ખિસ્સે ભગવાનનાં દર્શન અવશ્ય થઈ શકે. તમારું કર્મ તમારા સંયોગને અનુરૂપ હોવું જોઈએ. ગરીબ માણસને બહારગામ જવાનું મન થાય તો એ રેલ્વેની થર્ડક્લાસવાળી ટિકિટ જ લેશે. ફર્સ્ટક્લાસની ટિકિટ ન લેવાથી તેનું કામ અટકી જતું નથી.
ખરાબ સંયોગો વખતે મન સાથે સમાધાન કરવાનું હોય છે. જાતને ઠપકારતાં રહેવાથી સંયોગો બદલાતા નથી. જાતને સમજાવીએ તો સંયોગની કઠણાઈ પીડા નથી આપી શકતી.
कार्याय नक्तमहश्च विभजेत् । (१५) કામ માટે, દિવસ અને રાતના વિભાગ પાડો. કામ કરવા માટે શક્તિ હોય તે જરૂરી છે તેમ વ્યવસ્થા હોય તેમ
- ૩૮ -