________________
માટે સુરંગ જ જોઈએ, માથું અફાળવાથી પથ્થર ના તૂટે. હા, ખોપડીના ટુકડા થઈ શકે.
સૂત્ર કહે છે : તમારી શક્તિ ઓળખીને પછી કામે લાગો. નહીં તો માથું અફાળીને પથ્થર ફોડવા જેવી વાત થશે.
તમારે માસક્ષમણ જ કરવું છે અને એકાસણું હજી થતું નથી. શક્તિ ચકાસી લો. માસક્ષમણ કરવાની ધૂનમાં રોજના બેસણાં છૂટી ન જાય, તેની સાવચેતી લો.
તમારે દેરાસર બંધાવવું છે અને ઘરખરીદીની લોનના હપ્તા ચુકવવાના બાકી છે. ગજું જોઈને કામ લેજો . દેરાસર બંધાવવાની ભાવના સારી છે. પણ ઘરનું દેવું ચૂકવ્યા વિના એ કામ ઉપાડશો તો ગામમાં હાંસી થશે ને ન જાણે કેટલી મુશ્કેલી વેઠવી પડશે.
તમારે સંઘ કાઢવો છે. છરીપાલક અને દમામદાર, આજની તારીખે, અલબતું તમે તમારું રસોડું પણ માંડમાંડ ચલાવો છો. સાચવી લો સમયને. આવતીકાલના દિવસોમાં સંઘ જરૂર કાઢીશું. આજે ઘર સંભાળવું છે. સંઘપૂજન કરી શકીએ તોય ઘણું છે આજે.
ધર્મનો ઉત્સાહ તોડવાનો સવાલ જ નથી, આંધળુકિયા કરીને પછી પટકાઈ ન પડીએ તેની ફિકર છે. કામ કરવાનો જુસ્સો હોય ને કામ કરતા આવડતું ન હોય તો તોડફોડ થવાની. રસોઈ બનાવતા ન આવડતી હોય તેને ખાવાનું બનાવવાના અભરખા જાગે ત્યારે રસોડાના ઓટલે જે કરુણાંતિકા સર્જાતી હોય છે તે ભારે હાસ્યાસ્પદ બને છે.
સારું કામ અવશ્ય કરવાનું છે. સારું કામ કરવાની શક્તિ કેળવવાથી
પ્રારંભ કરવો જોઈએ. કાર્ય વિચાર કરવાથી શરૂ થાય છે અને શક્તિ કામે લગાડવાથી પૂરું થાય છે.
સંસ્કૃત ભાષામાં એક કહેવત છે વિનાયકં પ્રવનો વાસ વાનર એક ભાઈને ગણપતિની મૂર્તિ બનાવવાની ઇચ્છા થઈ. સામગ્રી લઈને બેઠા. દિવસો સુધી કામ ચાલ્યું. આખરે મૂર્તિ પૂરી થઈ. ભાઈના મિત્ર મૂર્તિ જોઈને એમને પૂછવા લાગ્યા. આ શું બનાવ્યું છે ? સવાલ પૂછવાનું કારણ એ હતું કે મૂર્તિ અસલ વાંદરા જેવી બની હતી. પોતાની શક્તિ વિના કામ ઉપાડીએ તો આવું જ થાય.
સર્વત્ર સંશયનેષુ નાસ્તિ સિદ્ધિઃ | (૨૩) બધે જ શંકા કરનારને સફળતા ન મળે.
કામ જાતે કરવાનું હોય છે, બીજાનો સાથ લઈને પણ કરવાનું હોય છે. એકલે હાથે કામ કરનાર પોતાનો સાથ તો લે જ છે. પોતાનાં કામને મહત્ત્વનું માનીને, તે કામ માટે પોતાને સમર્થ સમજવાથી સફળતા મળે છે. સૂત્રો અહીં માર્ગદર્શન આપે છે : દરેક વખતે સંશય રાખીશું તો કાર્ય સિદ્ધ થશે નહીં.
સંશય કામના મહત્ત્વ અંગે પણ હોઈ શકે, પોતાની શક્તિ વિશે પણ હોઈ શકે. અવિશ્વાસ એ સંશયનું ઉપનામ જ છે. મને મળેલું કામ અગત્યનું છે તેમ નહીં લાગે તો કામમાં રસ જાગશે નહીં. મને સોંપાયેલું કામ મારી તાકાત કરતાં વધારે મોટું છે તેમ વિચારવાથી આગળ વધી શકાતું નથી. કામ નક્કી કરતી વખતે વિચારવાની છૂટ છે. કામ શરૂ થઈ ગયા પછી ગડમથલ કરવાની સખત મનાઈ છે. સીધી વાત છે. કામ લેતી
- ૩૪ -