________________
अभ्यासः कर्मसु कौशलम् उत्पादयत्येव । (२७) અભ્યાસ દ્વારા કર્મમાં કુશળતા આવે જ.’
તમને કામ કરતાં નથી આવડતું. વાંધો નથી. તમે કામ શરૂ તો કરો. કામ કરતા જશો તેમ હાથ બેસતો જશે. તમારે શીખવા માટે અનુભવીનું માર્ગદર્શન લેતા રહેવાનું. સાવ એકલા કામ કરવાથી પણ સફળતા મળી શકે, પરંતુ વાર લાગે છે. અનુભવીના હાથે ઘડાતા હોઈએ તો સમય બચે છે ઘણો અને પરિણામ પણ ઊંચું આવે છે. તમારાથી તપ થતો નથી. માર્ગદર્શક ગુરુ છે. તેમની સાથે બેસીને ચર્ચા કરો. તમારી ઇચ્છા છે પરંતુ તમારામાં શક્તિ ઓછી છે તેવું તમે માની લીધું છે. ગુરુ તમને ધીમે ધીમે આગળ વધારશે. મોટાભાગની અઠ્ઠાઈઓ એક એક ઉપવાસથી પૂરી થતી હોય છે. તમારામાં શક્તિ ઘણી છે. અનુભવની ખોટ વર્તાય છે. તે તમે સમજો છો. નવોસવો ખેલાડી રમવા માટે મેદાનમાં ઉતરે અને પીઢ અનુભવી ખેલાડી મેદાનમાં આવે તેમાં ખાસ્સો ફરક હોય છે. તમે ધર્મની બાબતમાં ઘણું જાણતા નથી. નવા છો. ધર્મ કરતા રહો. સારાં વ્યાખ્યાનો સાંભળો. સારાં પુસ્તકો વાંચો. ધર્મની કરણીમાં ખાડો ન પડે તેની કાળજી લો. ધીરે ધીરે તમે ઘડાઈ જશો. હીરો ઘસાય તેમ ચમક વધે. ધર્મ ઘડાય તેમ પ્રભાવ વધે. નવા હોવાનો ફાયદો એ છે કે અમુક ભૂલો રૂઢ થઈ હોતી નથી. વરસોથી ધરમ કરનારામાં અમુક ભૂલો જડતાપૂર્વક બેસી ગઈ હોય છે. તમે નવા છો તેથી એવું જોખમ તમારામાં જોવા નહીં મળે. તકેદારી રાખજો. જે કરો તે સાવધાન વર્તીને કરજો. નવો ધર્મ વધુ ચમકદાર બનશે.
**૭*
कस्य खलु कार्यारंभे પ્રત્યેહા ન મવન્તિ ? (૨૮) “કામના પ્રારંભે વિઘ્ન કોને નથી આવ્યા ’
તમે ઉત્સાહથી કામ શરૂ કર્યું. થોડાક આગળ વધ્યા. અને એક એવો ફટકો વાગ્યો કે તમારો ઉત્સાહ ભાંગીને ભુક્કો થઈ ગયો. કામ કરો છો તો વિઘન આવશે જ. ચાલે તેને જ કાંટા વાગે. પથારીમાં પોઢેલાને કશું વાગતું નથી. કામ કરવું છે તો કાયમ વિઘ્નો સાથે જ કામ લેવું પડશે. તમારી છાતી કઠણ હોવી જોઈશે. બટકણો સ્વભાવ સારો નહીં. જળોની જેમ કામને વળગી રહેવું પડશે. તીવ્ર જીદ રાખવી પડશે. કામ કરવાનો અર્થ છે લડવું. તમે બગીચામાં ટહેલતા હો એવી સહેલાઈથી કામ કરી શકો નહીં. તમે ઠેસ ખાઈને બેસી પડો તે ચાલે નહીં. પરીક્ષા તો થવાની જ. રામ અને યુધિષ્ઠિર પણ પરીક્ષામાં મૂકાયા છે. તમે તો ભલા, કોણ છો ? તમને તકલીફ પડે તેને તમે સ્વીકારી લેજો. વિઘ્નો વાગે તેનાથી જખમી ભલે થવાય, ચાલ ધીમી ન પડવી જોઈએ. તમે અટક્યા તો ગયા કામથી. સમજી લેજો. દુનિયા ઝડપથી ચાલે છે. બેસી પડનારાની રાહ જોવામાં કોઈને રસ નથી. ડંકો તેનો જ વાગે છે જે આગળ ચાલે છે. શરૂઆતી દૌરમાં કઠણાઈ આવે તેનાથી ગભરાજો મત. તમે ટકી રહેશો તો કામ આપોઆપ થયા કરશે. તમારું મજબૂત હોવું એ સમયનો તકાદો છે.
૬૮