________________
શકાય. પણ, તકલીફનાં નામે બીજાની સહાનુભૂતિ ખરીદવાની આદત ખોટી છે. આપણો મોભો આમાં ખતમ થઈ જાય છે. શૂન્ય પાલનપુરીએ સરસ વાત કરી છે.
શાંત હો આકાશ તો ઊડે પતંગો બેસુમાર શૂન્ય’ કિંતુ આંધીઓમાં પણ ચગે એ જિંદગી.
આકાશમાં આંધી ઊઠે ત્યારે પતંગોની ડોક ઢળી જાય છે. હવા અનુકૂળ હોય તો જ પતંગ ચગે છે. જિંદગીને પતંગ જેવી બનાવવાની નથી. તકલીફને ખમી ખાવાનું વ્રત લો. હું તકલીફમાં છું, એની દીનતા બીજાને બતાવતા નહીં.
જૂના કર્મો હેરાન કરે છે ત્યારે કોઈનો સાથ કામ નથી લાગતો. બોલીને તકલીફને ગાળો દઈએ તેનાથી જૂનાં કર્મો વધતાં જાય છે. તકલીફ સહન ન થાય તો સદ્ગુરુ પાસે જઈને આશ્વાસન મેળવી લો. સ્વાર્થના સંબંધો પર ચાલતી દુનિયાના કોઈ માણસ આગળ તકલીફની ફરિયાદ કરશો નહીં. તકલીફના કારણરૂપે કોઈ વ્યક્તિને દોષ પણ દેતા નહીં. એ દુશ્મનીનો રસ્તો છે. એ વ્યક્તિએ તમને ખરેખર તકલીફમાં મૂક્યા જ હોય તો શાંતિથી એની સાથેનો સંબંધ સમાપ્ત કરી દો.
સૂત્રનો સંદેશ અભુત છે : તકલીફ વખતે જે ખરાબ શબ્દો ન બોલે તે મહાન છે. પરાપવાન ઉર્ષ મતે ની: (૬) બીજાની નિંદા કરીને પોતાને સારા ઠેરવે તે નીચ.
બીજાની બૂરાઈ ગાવાનું શું કામ ન ગમે ? બીજાની ખરાબી જાહેર કરવામાં આપણને સંતોષ મળે છે કેમકે આપણે એ ખરાબીમાં ફસાયા નથી હોતા. આપણી મોટાઈ પૂરવાર થાય છે. એ ખરાબી આપણાં જીવનમાં હોય જ, તો પછી આશ્વાસન મળે છે. એકલો હું ખરાબ નથી, એ પણ ખરાબ છે. આ નિંદાની શરૂઆત કર્યા પછીનો તબક્કો છે.
ઘણી વાર એવું બને છે કે આપણી સલામતી માટે બીજાની બદનામી જરૂરી બની જાય છે. આપણે પ્રગતિ નથી કરી શકતા, વાતે પ્રગતિ કરી રહેલાને ભૂંડા ચીતરો. આપણે પ્રગતિ કરીએ છીએ તો આપણી જેમ જ પ્રગતિ કરી રહેલાને નબળા ચીતરો. આપણાથી પ્રગતિમાં જે આગળ હોય તેમને બદનામ કરી નાંખો. આપણા માણસોમાં એમની નબળાઈઓની વાતો એ રીતે ફેલાવી દો કે પેલાની વિશેષતા, પ્રગતિ, શ્રેષ્ઠતા નકામી દેખાય. આમ બને તો આપણી પ્રગતિ સોળે કળાએ દીપવા લાગે. બીજાને ઝાંખા પાડીને પોતાનો ચમકારો બતાવનારાનો આજે રાફડો ફાટ્યો છે. સૂત્ર કહે છે, બીજાની ખરાબી ગાઈને પોતાની મહત્તા સાબિત કરે તે નીચ છે.
આપણને આવું કરવાની આદત છે. આપણને લખતા નથી આવડતું એટલે જે લખી શકે છે એની ભૂલ કાઢવાની. આપણને બોલવા નથી મળતું એટલે જે બોલે છે તેની ખામી શોધવાની. આપણને ચાલવાનું ગમતું નથી એટલે જે ચાલે છે તેની મશ્કરી કરવાની. આપણને જે કરવા નથી મળતું તે બીજાને કરવા ન મળે, આવી દાનત છે આપણી. આપણે
જ્યાં જીતી ન શકયા ત્યાં બીજાએ હારવું જ જોઈએ. આપણી મોટાઈ જીવંત રહે તે માટે આ જરૂરી લાગી રહ્યું છે.
- ૧૫ -