Book Title: Tu Taro Taranhar
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 48
________________ अर्थसम्बन्धः सहवासश्च नाकलहो भवति । (४०) ‘અર્થવહેવાર અને સહવાસમાં કલહ ન થાય તેવું ભાગ્યે જ બને.’ સંબંધો સાથે ઝઘડા સંકળાયેલા છે. મીઠો ઝઘડો સંબંધને મજબૂત બનાવે છે. સાચો ઝઘડો સંબંધને આગ ચાંપે છે. ઝઘડો થવાની બે જગ્યા છે. આર્થિક વહેવાર અને સહવાસ. પૈસાની લેવડદેવડ હોય ત્યાં આર્થિક ઉથલપાથલ થાય તેમ ઉથલપાથલો આવ્યા કરે છે. પૈસા પ્રવાહી છે. એ ક્યારે પલટો લે તેનો ભરોસો હોતો નથી. વિશ્વાસના આધારે પૈસા આપ્યા -૮૯ હોય તે પૈસા લેનાર પાસેથી પાછા ન આવે ત્યારે પૈસાની સાથે વિશ્વાસ પણ ડૂબી જાય છે. પૈસાના ફાયદામાં ભાગીદારી હોય છે પણ આર્થિક ફટકો પડે ત્યારે ભાગીદારીને બદલે ભાગલા પડે છે. પૈસાને વચ્ચે રાખીને બંધાયેલો સંબંધ પૈસાનાં આગમન પૂરતો જ જળવાય છે, પૈસા આવતા ઓછા થાય કે અટકી જાય ત્યારે સંબંધ બગડે છે. પૈસો નિષ્પ્રાણ ચીજ છે. તેનામાં રસ લેનારો, જીવંત માણસને દગો દઈ શકે છે તે કેવી આશ્ચર્યકારક ઘટના છે ? પૈસામાં જરાક આધુપાછું થાય તેને લીધે જીવતા માણસ સાથે કડવો વહેવાર કરનારો કેટલો બધો ક્રૂર કહેવાય ? આ દુન્યવી વહેવાર છે. સ્નેહના સંબંધોને આર્થિક સંબંધ બનાવીને જીંદગીભર પસ્તાનારા તમે જોયા જ હશે. પૈસા પણ જાય છે અને સ્નેહ પણ જાય છે. પૈસા આધારિત સંબંધો બિલકુલ ધંધાદારી હોય છે. તેમાં સદ્ભાવનું સ્થાન સ્વાર્થ લે છે અને લાગણીનું સ્થાન ચાલાકી લે છે. પોચટ માણસો કમાણી કરી શકતા નથી તેનું કારણ કદાચ, આ જ છે. સંબંધ પૈસાનો ન હોય અને લાગણીનો હોય તો બીજો પ્રશ્ન આવે છે. દરેક વખતે દરેક માણસને દરેક રીતે રાજી રાખવાનું સહેલું નથી. નાની વાતો મોટી થઈ જાય છે. હા પાડો તો તકલીફ થાય અને ના પાડો તો નારાજગી આવે એવી કમનસીબ અવસ્થા હોય છે. ન ગમતું હોય તે ચલાવવું પડે છે, ન જોઈતું હોય તે રાખવું પડે છે, ન સમજાતું હોય તે કબૂલ રાખવું પડે છે. દરેક સંબંધોમાં આવું નથી થતું પણ સંબંધ સાથે આવું બનશે તેની તૈયારી રાખવી પડે છે. જ ઝઘડા ન જોઈતા હોય તો પૈસા અને પ્રેમની પલોજણથી દૂર રહેવાનું. પૈસા અને પ્રેમમાં સંતોષ થતો નથી, પાર આવતો નથી અને નવા નવા પ્રશ્નો આવ્યા જ કરે છે. તમે તમારાં જીવનનું સારી રીતે ~02 ~

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52