Book Title: Tu Taro Taranhar
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 51
________________ ધર્મગુરુઓ પ્રત્યેની શ્રદ્ધા ભ્રષ્ટ થાય તેવી યોજનાઓ સફળ થાય છે, ભગવાન પાસે જવાનો સમય જ ન બચે તેવી જીવનપદ્ધતિઓ રીતસર ગોઠવાતી જાય છે, દેવગુરુધર્મનો મહિમા ન થાય તેવી રીતે સંસ્કરણો થતા આવે છે ત્યારે પુણ્ય પરવારે છે અને કુદરત કોપે છે. માણસના ક્રોધની સીમા છે. કુદરતના રોષની સીમા નથી હોતી. કુદરત કોઈ સર્વસત્તાધીશ આદમી નથી કે તેના હરખશોકને જોઈ શકીએ પરંતુ સામુદાયિક અંધાધૂધી ફેલાય છે તે વખતે સામૂહિક પાપો બોલી રહ્યા હોય તેવો અનુભવ થાય છે. ન માલૂમ, કેવા સમૂહપાપો થયા હશે કે આજે વખતોવખત કુદરતના કોરડો વીંઝાયા કરે છે અને એકથી ભયાનક એક એવી અનેક કાતિલ ઘટનાઓ બન્યા જ કરે છે. અધિષ્ઠાયક દેવીદેવતાઓ પણ લાચાર બનીને કુદરતનો કૂર નાચ જોયા કરે છે. કોઈ બચાવી શકતું નથી કુદરતના કોપમાંથી. કુદરતનો કોપ બહુ ખોફનાક અને હોનહાર આપત્તિ હોય છે. હોય એટલા માત્રથી બળદ દૂધ આપી શકતો નથી. તમારા સપનાનું આરોપણ સામી વ્યક્તિમાં કરો તેમાં પૂરતો વિવેક હોવો જોઈએ. સંબંધ સારો હોય તે સારી નિશાની છે. સંબંધ અને કાર્યક્ષમતા બંને જુદાં સરનામે વસે છે. તમારી પ્રિય વ્યક્તિનું બંધારણ જુદું છે, તમારા સપનાનું બંધારણ જુદું છે. બંનેને ભેગા કરી શકાય તેમ નથી. કાર્યસિદ્ધિ માટે આત્મશ્રદ્ધા સૌથી મોટું પરિબળ છે. તમે તમારી જાતે તમારા વ્યક્તિત્વ પાસેથી ઘણાં કામ લઈ શકો કેમ કે સપનું તમારું છે અને સાકાર કરનારા તમે છો. તમારામાં વસતી કાર્યક્ષમતા જ તમને સપનું ચીલે છે. તમે ધારો એટલી જ વાર હોય, કામ એની મેળે થવા માંડે છે. તમારામાં વસેલા સર્જક પાસેથી તમે સર્જન કરાવી શકો તેમ બીજાની પાસેથી સર્જન કરાવી શકાતું નથી. તેની મર્યાદા અને તેની વિશેષતાનો અહેસાસ જેટલો તેને હોય તેટલો તમને ના હોય. સામાન્ય, થોડી કાર્યસિદ્ધિ એ તમારા થકી બતાવી દે તે જુદી વાત છે. તમારું સપનું પૂરેપૂરું સાકાર કરવાની એનામાં આવડત નથી. તમારો પ્રેમ તમને દોરી રહ્યો છે માટે તમે એનામાં ઘણી બધી શક્યતાઓ જોઈ રહ્યા છો. હકીકતમાં તમે માનો છો એવાં સપનાં એની આંખોમાં ઉગતા જ નથી. એ તમને ખુશ રાખવા તમારા કહેવા મુજબ કરવાનો પ્રયત્ન કરે છે અને થોડું ઘણું પરિણામ લાવી શકે છે. તમે એના વતી સપનાં જુઓ અને તમારા વતી એ સપનાં સાકાર કરે એ આદર્શ પરિસ્થિતિ છે. તમે એનામાં સપનાનું વાવેતર કરો. જમીનમાં પડેલું બીજ પોતાની મેળે અંકુરા શોધી લાવે છે. અંતરમાં રોપાયેલું સપનું આપમેળે સંભાવનાને ઉજાગર કરે છે. તમે એની શક્તિને પહેલાં તપાસો, તમે એની ભૂમિકાને પહેલાં ઓળખી લો. તમને એની શક્તિ અને ભૂમિકાનો न खलु गोपालकस्नेहादुक्षा क्षीरं क्षरति । (४४) ગોવાળના પ્રેમને લીધે બળદ દૂધ આપી શકતો નથી. જેનું કામ જે કરે. પસંદ કરવાનો હક તમારો છે. લાયકાત નક્કી કરવાનો હક તમારો નથી. તમને ગમી ગયેલી વ્યક્તિને તમે તમારી સમકક્ષ બનાવવા ઇચ્છો છો. તમારા પ્રેમને લીધે તમને એવો વિચાર આવે છે. તમારા મનમાં લાખ ઇચ્છા હોય પરંતુ સામી વ્યક્તિમાં પાત્રતા નહીં હોય તો તમારા સપના પૂરા થઈ શકશે નહીં. ગોવાળને બળદ ગમતો = = =

Loading...

Page Navigation
1 ... 49 50 51 52