Book Title: Tu Taro Taranhar
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 46
________________ ‘એક ડાળવાળું ઝાડ મોટી છાયા ન આપી શકે.’ તમે ગુણવાન છો પરંતુ તમારા ગુણોની સંખ્યા મર્યાદિત છે. ગુણોની હાજરી તમને ઉત્તમ બનાવે છે. ગુણોની સંખ્યામાં વધારો થતો જાય તેમ તેમ ઉત્તમમાંથી મહાન બનવા તરફ આગળ વધો છો. એક ગુણ દસ ગુણને ખેંચી લાવે છે. દસ ગુણમાંથી એકસો ગુણોનું નિર્માણ થાય છે. ગુણ મેળવીને અટકી જવાનું નથી. તમારા ગુણો દ્વારા બીજાને લાભ થવો જોઈએ. થોડા ગુણની અસર થોડી હોવાની. ઘણા ગુણોની અસર ઘણી થવાની. ધર્મનાં ઘણાં અનુષ્ઠાનો છે. તમે એકાદ-બે અનુષ્ઠાનો કરતા રહો છો અને બાકીનાં બીજાં તમારા દ્વારા થતાં નથી. તમે થોડા ધર્મથી સંતુષ્ટ રહો છો. તમારો થોડો ધર્મ તમને કામ લાગશે. બીજી વ્યક્તિ પર અસર પાડવામાં તમારો ધર્મ સફળ નહીં થાય. ઘણો ધર્મ બોલકો હોય છે. ઘણો ધર્મ ડગલે ને પગલે વર્તાઈ આવે છે અને એની છાયા તુરંત ઊભી ઉપાર્જન કરાય નહીં. ધર્મ અને ગુણ દ્વારા આતમાને લાભ થાય તે જ મુખ્ય હેતુ હોવો જોઈએ, વાત એ છે કે ધર્મ અને ગુણોની તીવ્રતા એને પ્રભાવશાળી બનાવે છે. તમારાં ધનમાં તમે ઉમેરો કરતા રહો છો, તમારા સંબંધોનું વર્તુળ મોટું થતું જાય છે, તમારા અનુભવનું ભાથું વધતું રહે છે તેમ તમારો ધર્મ અને તમારા ગુણો વૃદ્ધિ પામવા જોઈએ. ધર્મ અને ગુણો અંગેનો વિસ્તારવાદી અભિગમ તમારા પરિચિતો માટે તમને કલ્યાણમિત્ર બનાવી શકશે. તમને જે મળ્યું હોય તે તમે બીજાને આપી શકો. તમારી પાસે થોડુંક હોય તો થોડુંક આપી શકો, તમારી પાસે ઘણું હોય તો ઘણું આપી શકો. તમારી પાસે કાંઈ ન હોય તો તમે કાંઈ ન આપી શકો. થાય છે. થોડા પૈસા પ્રભાવ ઊભો નથી કરતા. ઘણા પૈસા પ્રભાવ ઊભો કરે છે. ઝાડની એક જ ડાળ છાંયડો પાથરી શક્તી નથી. એક ડાળ પર કેટલાં પાંદડા ઉગે ? અને એટલાં પાંદડાનો છાંયડો શું પથરાય ? તમારા દ્વારા બીજાને શું મળે છે તે તમારાં જીવનની સફળતા છે. ઘણા ગુણોની હાજરી હશે તો તમે ઉપદેશ નહીં આપો તો પણ એ ગુણો અસર ઊભી કરશે. ઘણો ધર્મ કરતા હશો તમે, તો ઉપદેશ આપ્યા વિના પણ ધર્મનો પ્રભાવ પથરાશે. બીજાને પમાડવાના ઉદ્દેશથી ધર્મ કરવાનો ન હોય, બીજાના લાભ માટે ગુણોનું स किं व्ययो यो महान्तमनर्थं रक्षति । (३९) ‘મોટા ફાયદા માટે નાનું નુકશાન વેઠી શકાય.' તમારી જીંદગી દાવ પર લાગેલી છે. તમારે થોડુંક વેઠવાનું છે. તમને ફટકો પડવાનો છે તે દેખાઈ જ રહ્યું છે. તમે આ વેઠી લેશો તો આગળ તમને મોટો ફાયદો થવાનો છે. તમે આ ફટકો ખમી ન ખાધો તો તમે આ વખતે બચી જશો પણ આગળ જતાં લાભ થવાનો હશે તે અટકી જશે. નાના લાભ માટે મોટા લાભને ગુમાવી શકાય નહીં. શિક્ષક કડક છે. ઘણી ગાળો આપે છે. તમે સહન કરી લો છો કેમ કે ભણાવે છે સારું. શિક્ષકના કડક સ્વભાવને લીધે તેમની પાસે ભણવાનું છોડી દેશો તો ભણતરનાં ખાતે મોટું નુકશાન આવી જશે. આવું કરશો નહીં. તમે નાની તકલીફો વેઠવા તૈયાર નથી. નાની તકલીફોથી બચવા માટે તમે ઉપાયો અજમાવો છો એમાં મોટી તકલીફને તમે આમંત્રણ આપી દો છો. થાકથી - ૮૫ -

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52