Book Title: Tu Taro Taranhar
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 44
________________ સંખ્યાનો છેદ ઉડાવો તે ચાલે નહીં. આ દુનિયામાં એકથી નવની એકી સંખ્યામાંથી કરોડો અને અબજોના આંકડા બને છે. એકથી નવ ન હોય તો ગણિતશાસ્ત્રનું શું થાય ? મોટા ફટાટોપ કરીને બીજાને પ્રભાવિત કરવાનો રિવાજ ચાલ્યો આવે છે. નાના એકમને ગણતરીમાં ન લેવાની ટોળાશાહી વૃત્તિએ કેટલાય સજ્જનોનો ભોગ લીધો છે. તમે ઘણાબધા લોકો ભેગા થઈ જશો અને તમારી સામે એક સાચો માણસ એકલે હાથે લડતો હશે તો સંખ્યાનાં જોર પર સત્યને હરાવવાનો દાવ તમારે ખેલવો પડશે. ફરસાણ કરતા મીઠાઈ ઓછી પીરસાય છે કેમકે મીઠાઈ પચવાનું અઘરું હોય છે. સાચા માણસો ઓછા જોવા મળે છે કેમ કે સાચને જીરવવાનું ગજું બધાની પાસે નથી હોતું. ઓછા હોય તેમને તુચ્છકારવાનો લોભ મોટી સંખ્યાવાળાને થવાનો જ. એ લોકોને મન સંખ્યા એ સત્તા છે અને સંખ્યા એ સત્ય છે. ખરી વાત એ છે કે સત્તા અને સત્ય થોડાક જ લોકોના હાથમાં સલામત હોય છે. આખું ભારત સત્તા હાથમાં લઈ લે તો શું થાય ? એક વડાપ્રધાન અને એક રાષ્ટ્રપતિ, એક અબજની વસતિ પર રાજ કરે છે. સત્ય મૂળભૂત રીતે ચિરંજીવ મૂલ્ય ધરાવે છે. ચોમાસામાં રાફડાની જેમ ફૂટી નીકળતી લીલોતરી ચોમાસું રવાના થાય તે સાથે ગાયબ થઈ જાય છે. સલામત હોય છે વૃક્ષો, ઉદ્યાનો અને વનો. મોટો સમુદાય અને મોટી હાજરી હોવાથી તમે સાચા સાબિત થઈ શકતા નથી. ટોળું એ કેવળ અસ્તિત્વની નિશાની છે. સત્ય વ્યક્તિત્વનું નિર્માણ કરે છે. તમે સાચા હો તો તમારે ઓછા હોવાથી કે એકલા હોવાથી ડરવાનું ન હોય. ભરબપોરે આસમાનમાં ચમકતો સૂરજ એકલો હોય છે. ~ ૮૧ ~ यो विद्याविनीतमतिः स बुद्धिमान् । (३६) વિદ્યા દ્વારા નમ્ર બને તે બુદ્ધિશાળી છે.’ તમારામાં ધર્મનો બોધ હોય, તમે ઘણો અભ્યાસ કર્યો હોય અને તમારી મેધા તીક્ષ્ણ હોય છતાં તમને અભિમાન હોય તો તમારું કર્યું કારવ્યું બધું ધૂળ પૂરવાર થાય છે. જ્ઞાન વધે તેમ નમ્રતા વધવી જોઈએ. તમારું જ્ઞાન તમારી અંગત ઉપલબ્ધિ છે. બીજાને અભણ બતાવી દેવા માટે તમે ભણ્યા નથી. તમારામાં શક્તિ છે માટે તમે ભણ્યા છો. તમારી પાસે જ્ઞાન છે, બીજાની પાસે જ્ઞાન નથી આ નાનકડા ફરકને તમે બીનજરૂરી રીતે મોટો ફરક બનાવી દો છો. આમ જુઓ તો તમારા કરતાં વધારે ભણેલાની સામે તમે સાવ પામર છો. તમને એ રીતે તમારું મૂલ્યાંકન કરવાનું નહીં ગમે. તમે કોઈથી આગળ છો એ તમને યાદ રહે છે તેમ તમે કોઈથી પાછળ છો એ પણ તમને યાદ હોવું જોઈએ. તમારું જ્ઞાન તમારી સુવાસ છે. ફૂલો ચારેય પોતાની સુગંધનું વજન અનુભવતા નથી. તમારા શરીર પર કપડાં જે હળવાશથી ગોઠવાયા છે તે જ હળવાશથી તમારું જ્ઞાન તમારી સાથે રહેવું જોઈએ. તમારું જ્ઞાન જાતે ચમકારો બતાવે તે ચાલે. તમે તમારાં જ્ઞાનનું પ્રદર્શન કરવા બેસો તે ન ચાલે. એમાં તમારો અને તમારાં જ્ઞાનનો મોભો જળવાતો નથી. ઘણી વખત એવું જોવા મળે છે ન ભણેલા વધારે હોય છે, ભણેલા ઓછા હોય છે. આવું હોય છે ત્યારે ભણેલા હોય તેમનું અભિમાન વહેવારમાં વ્યક્ત થવા લાગે છે. ન ભણ્યા હોય તેને ટપારવામાં આવે છે, ઓછું ભણ્યા હોય તેમની વાત પર ધ્યાન આપવામાં આવતું નથી અને એમને રીતસર ઉતારી પાડવામાં આવે છે. આવું ૮૨ -

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52