Book Title: Tu Taro Taranhar
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 42
________________ મોટાઈ મળે તે રીતે મહેનત કરવાનું અઘરું છે. તમારી પ્રતિભા બીજાના વિકાસમાં વપરાય તો તમે મહાપુરુષ છો. તમારી પ્રતિભા તમારા જ વિકાસ પૂરતી સીમિત હોય તો તમે સફળ પુરુષ હશો. મહાપુરુષ નહીં. સૂરજને પશ્ચિમ તરફ જવું હોય છે. આખો દિવસ એ ગતિ કરે છે. સાથે સાથે દુનિયાને એ તડકો આપે છે. તડકો આપતો ન હોય તેવો સૂરજ શું કામનો ? એ ઉગે કે ન ઉગે એનાથી કોઈ ફરક પડતો નથી. બીજાને કામ ન લાગે તેવો બોધ શા કામનો ? પોતાની જ પ્રગતિ કરીને અટકી જાય તેવા માણસનો બોધ કંજૂસ માણસના પૈસા જેવો છે. તેની કશી કિંમત નથી. તમારી જાણકારી અને તમારો અનુભવે બીજાને ઉપયોગી થાય તો લેખે લાગે. તમે આપો છો તો તમે સારા પૂરવાર થાઓ છો. તમે મેળવો છો તેનાથી તમે મોટા બનો છો. સારા બન્યા વિના મોટા બનશો તો તમારા વજને ધરણી ધ્રુજશે, તમારાં નામના ડંકા વાગશે. તમને આદર નહીં મળે. આમ પણ, જ્ઞાન આપવાથી વધે છે. જ્ઞાન હોવું એ સારું લક્ષણ છે. જ્ઞાની વ્યક્તિમાં અમુક અપલક્ષણો નથી હોતા. જ્ઞાનવાનું હોવા છતાં જ્ઞાનદાતા ન બનતા હોય તેવા માટે શું કહેવું ? તમારી સંપત્તિ પર તમે કબજો રાખી શકી, તમારાં જ્ઞાન પર તમે કબજો જમાવી ન શકો. તમારો જ્ઞાનને ફૂલની સુવાસની જેમ વહેવા દો. તમારાં જ્ઞાનની ઉમદા અસર અનેક લોકો પામશે. તમારાં જ્ઞાનનો જાદુ શું છે તેની તમને ખબર નથી. તમારા બોધને જે માણે છે તે આહ્વાદ અનુભવે છે. બીજાને પ્રશસ્ય આનંદ આપવામાં તમને શું વાંધો છે ? ૯. તમે કોણ છો ? તમે ક્વા છો ? - ૭ -

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52