Book Title: Tu Taro Taranhar
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 43
________________ शस्त्राधिकारिणो मन्त्राधिकारिणो न स्युः । (३४) સેનાપતિને મંત્રી બનાવી ન શકાય.” લેવો પડે છે, એમાં લાંબું વિચારીને સમય વેડફવાનો હોતો નથી. દરેક વખતે જાનનું જોખમ નથી હોતું. અમુક વખતે તો જાન સલામત રહે તે માટે જ રાહ જોવાની રહે છે. ઉતાવળ કરવાથી બાજી બગડી જતી હોય છે. તમે તમારા નિર્ણયો લેવામાં સ્વતંત્ર છો પરંતુ તમારી પાસે સેનાપતિ જેવી આક્રમકતા અને મંત્રીશ્વર જેવી ગંભીરતા એ બન્નેનો સમન્વય હોવો જોઈએ. સેનાપતિને મંત્રીપદું સોંપી શકાય નહીં. મંત્રીને મૂઠભેડમાં આગળ મોકલાય નહીં. આક્રમક બનવાનો સમય ન હોય ત્યારે આક્રમક બની જનારો જે કરે છે તેને કાગારોળ કહેવામાં આવે છે. તમને ઘોઘાટ કરતા આવડતો હોય એટલા માત્રથી તમે દરેક પરિસ્થિતિને સમજી શકો છો તેવું માની શકાય નહીં. ઠંડે કલેજે કામ કરવાનો એક આનંદ હોય છે. તમને કોઈ ઉશ્કેરી નથી શકતું એવું તમે બતાવી દો છો પછી તમારી સામે લડવાના હથિયારો ખૂટી પડે છે. તમારામાં આવી કાબેલિયત છે ? મિજાજ હોય છે સૌ-સૌના. કોઈ આક્રમક હોય. કોઈ ગંભીર હોય. તમારો સ્વભાવ શીધ્રકોપી છે ? હિન્દુધર્મમાં શંકરજીને આશુતોષ કહેવામાં આવે છે, એમને ગુસ્સો જલદી નથી આવતો. એ ખુશ બહુ જલદી થઈ જાય છે. એમને છેલ્લે યાદ કરવામાં આવે છે કેમ કે એમના હાથમાં કેસ સૌપાય પછી જીત નિશ્ચિત હોય છે. તમે ગુસ્સો કરવામાં પાવરધા હશો તો તમારો મિજાજ આક્રમક છે. વાતને ગળી જતા તમને આવડતી નથી. તમે ત્રીજી કે ચોથી ચાલ વિચારીને પહેલી ચાલ ચાલતા નથી. તમે ફક્ત બીજી ચાલ જ વિચારો છો, ક્યારેક તો એ પણ નહીં. પડશે એવા દેવાશે, તમારી નીતિ છે. તમે લડાયક માણસ છો. મનના ચોખ્ખા અને વહેવારમાં ચોખ્ખા. એક ઘા અને બે કટકા કરવામાં તમે માનો છો. તમારી પ્રકૃતિ જો આવી હોય તો તમે જરૂર આક્રમક માણસ છો. તમારી માટે દીર્ઘદર્શી વિશેષણ કામનું નથી. તમે આ રીતે કામ કરતા નથી. જીંદગીમાં દરેક પગલું સોચી સમજીને લેવાનું હોય. તમારો નિર્ણય તેમને તત્કાળ લાભ કરાવી આપે અને લાંબે ગાળે નુકશાન કરાવે તેવું ન બનવું જોઈએ. આગળ વધતા પહેલા ખૂબ વિચારો કેમ કે જીંદગીમાં એક વાર આગળ વધી ગયા પછી પાછા ફરવાનો મોકો મળતો નથી. તમારે એક એક નિર્ણયનો અમલ કરતા પહેલા હજારવાર વિચારવું જોઈએ. આવેશગ્રસ્ત સ્વભાવ વિચારવામાં વધુ સમય લેતો નથી. ધીર સ્વભાવ વિચારવામાં પૂરતો સમય લે છે. જાનનું જોખમ હોય ત્યારે તત્કાળ નિર્ણય न हि महानप्यन्ध-समुदायो रूपमुपलभते । (३५) ‘આંધળાઓનું ટોળું ભેગું થાય તોય એમને દેખાતું તો નથી જ.’ એક અને નવાણું આ બે સંખ્યામાં નવાણું નામની સંખ્યાનું વજન વધારે છે. એક દેખતો અને નવાણું આંધળામાં કોનું વજન વધે ? સીધી વાત છે. એકનું વજન જ વધે છે. મોટી સંખ્યાનો હાઉ ઊભો કરી તેનાથીનાનો પણ રાઈનો દાણો–મચક આપવાનો નથી. મોટાં ટોળાને ઇજ્જત આપીને એકલવાયાને તરછોડવાનો નિયમ, આજ પૂર્વે હતો નહીં અને આજ પછી હશે નહીં. દરિયામાં કાદવ ઘણો હોય છે અને મોતી થોડાં હોય છે. બગીચામાં ઘાસ ઘણું હોય છે, ફૂલો થોડા હોય છે. નાની - ૭૯ - --૮૦

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52