Book Title: Tu Taro Taranhar
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 41
________________ મતભેદને એક ખામોશીથી સ્વીકારી લેવા પડે છે. તમારું કે કોઈનું કશું જ ચાલતું નથી. નિયતિના લેખ જેવી કડક વાસ્તવિકતાને પીઠ બતાવી શકાતી નથી. જુદાઈનું વાસ્તવ સ્વીકાર્યા બાદ પણ વિશ્વાસ ન તૂટે તે જોવાનું છે. અલગ થવા માત્રથી સ્વતંત્રતા મળી જતી નથી. પરિપ્રેક્ષ્ય બદલાય, પરિમાણ બદલાય, વ્યક્તિ તો નથી જ બદલાતી. એ જ સ્વભાવ રહે છે, એ જ વિચારો રહે છે, એ જ ભૂલો રહે છે અને એ જ રઈસ શાલીનતા રહે છે. સંબંધ સારો હોય ત્યારે પણ સંબંધનો વિશ્વાસ તૂટવા ન દેવાય. સંબંધ સારો ન રહે ત્યારે પણ વિશ્વાસને જીવતો રાખવો પડે. દાના દુમને થવાય, નાદાન દોસ્ત ન થવાય. ઉત્તેજના રહેતી નથી. જો કે, આજકાલ મુહૂર્ત વાજતેગાજતે કરાય છે અને સમાપ્તિ પણ વાજતેગાજતે કરવામાં આવે છે. એ જાહેર કાર્યોની વાત છે. તમારે તમારી વ્યક્તિગત સિદ્ધિઓને હાંસિલ કરવી હોય તો ચૂપચાપ કામ કરતા રહેવાનો આદર્શ રાખવો. તમારા કામ વિશે તમે કાંઈ પણ બોલશો એનો અર્થ આત્મપ્રશંસા થશે. તમારું મૂલ્ય તમે કામ કરવા દ્વારા જ વધારી શકો. તમારાં કામ વિશે બોલીને તમારું મૂલ્ય તમે ઘટાડી રહ્યા છો. તમારામાં સો ગુણ સારા હશે પણ ગંભીરતા નામનો ગુણ નહીં હોય તો તમારી સફળતાનું સાચું વજન ઊભું થઈ શકશે નહીં. તમારી પાસે કરવા જેવાં કામો છે, તેમને કામ કરવામાં રસ છે અને તમારામાં કામ કરવાની તાકાત પણ છે. તમે તમારા કામને ચુસ્ત રીતે વળગી રહો તે મહત્ત્વનું છે. એક પછી એક કામ થતાં જશે. એક કામ પૂર્ણ થશે તે સૌ દેખવાના જ છે. બધા જયારે એ કામને જોતા હશે ત્યારે તમે ચૂપચાપ નવું કામ કરતા હશો. એ કામ પૂરું થશે અને સૌને દેખાશે ત્યારે તમે ત્રીજું કામ કરી રહ્યા હશો. લોકોને તમારા કામમાં રસ હોય તે સારું. તેમને લોકોમાં રસ હોય તે સારું નહીં. आकार्यसिद्धेः मंत्रो रक्षितव्यः । (३२) કામ પૂરું ન થાય ત્યાર સુધી જાહેરાત ન કરવી.” તમારે સફળતા જોઈતી હોય તો ભૂગર્ભમાં રહેવાની આદત પાડો. કામ-કરવા માટે હોય છે, ઢંઢેરો પીટવા માટે નહીં. તમારામાં આવડત છે માટે તમે કામ કરો છો. બીજા લોકો તમારાં કામને જુએ તે માટે તમે કામ કરતા નથી, તે માટે કામ કરાય પણ નહીં. બતાવી દેવા માટે થનારાં કામોનું ચિરંજીવ મૂલ્ય હોતું નથી. બીજા ન કરી શકે તેવું તમે કરી શકો છો તેનો મતલબ એ નથી કે તમે બીજાની સામે તમારું શક્તિપ્રદર્શન કરતા જ રહો. બને ત્યાં સુધી ચૂપચાપ કામ કરવું. કામ પૂરું થતા પહેલાં કામની જાહેરાત કરવામાં આવે તેમાં વિન આવવાની સંભાવના છે. તમે કામ પૂરું ન કરી શકો તો તમારી હાંસી થાય. સમજો કે કામ પૂરું થયું તો પણ વાજતે ગાજતે શરૂઆત કરેલી હોવાથી કામ પૂરું થવાના સમયે નવી घटप्रदीपवत् तद् ज्ञानं यन्न परप्रतिबोधाय । (३३) બીજાને ઉપયોગી ન બને તે જ્ઞાન માટલામાં ઢંકાયેલા દીવા જેવું છે.” તમે બુદ્ધિશાળી છો, અભ્યાસુ છો માટે તમે ઘણીમોટી પ્રગતિ કરી શકો છો. બીજા ન કરી શકે તેવું કામ તમે કરી શકો છો. તમારી આ પ્રતિભાને તમે સ્વાર્થી તો નથી બનાવી દીધીને ? તપાસી લેજો. પોતાની સફળતામાં રસ લેવાનું સહેલું છે. કોઈ પણ જાતના સ્વાર્થ વિના બીજાને - ૭૫ -

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52