Book Title: Tu Taro Taranhar
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 39
________________ તમારે પહેલા જોવું જોઈએ. ગુસ્સો કરીને એ પાછળથી પસ્તાશે. તેની જેમ તમે પસ્તાશો તેમાં ફરક હશે. એ ભાન ભૂલ્યા બદલ પસ્તાશે. તમે જાણી જોઈને ભાન ગુમાવ્યા બદલ પસ્તાશો. શું મળવાનું છે ક્રોધાવિષ્ટ માણસ પાસે ઊભા રહેવાથી ? તમારે એટલું જ સોચવાનું છે કે “આ માણસ ગુસ્સા કરવાને લીધે ભૂંડો દેખાઈ રહ્યો છે, એની સાથે હું જોડાઈશ તો હું રૂપાળો દેખાવાનો નથી.' ક્રોધનો સામનો કરવાની ફરજ પડે ત્યારે ન છૂટકે એવા માણસનો વર્તાવ વેઠી લેવાનો. ગુસ્સો આવી ચડ્યો હોય તો તે કાબૂમાં લઈ લેવાનો. ગુસ્સાખોર માણસ પર ગુસ્સો કરવામાં લાભ ઓછો છે, નુકશાન વધુ છે. એક કહેવત છે. ગુંડા સામે ગુંડો બનવામાં જીતે તો ગુંડાગીરીની જ થતી હોય છે. ક્રોધ માટે એમ કહી શકાય કે ક્રોધ સામે ક્રોધ કરવામાં જીત ક્રોધની જ થતી હોય છે. ક્રોધથી બચવું છે તો એક કામ કરો. ક્રોધ કરનારા લોકોને દૂરથી સલામ કરો. એમની નજીકમાં ફરકશો નહીં. કોઈ કરી નહીં શકે. તમને સ્થિર રીતે પ્રગતિ કરતા જોઈને રાજી થવાનું કોઈકને ગમે પણ છે. બધા જ લોકો ઇર્ષા કરતા નથી. તમે ધાર્યું લક્ષ્ય સાધશો તેવો ઘણાને વિશ્વાસ છે. તમારા જેવા મહાનું લક્ષ્યો પર શરસંધાન કરવું જોઈએ તેવું માની રહેલા ઘણા લોકો એ તમને ગૌરવપ્રદાન કર્યું છે તે તમારે યાદ રાખવાનું છે. તમે બીજા લોકો જેવા ચીલાચાલુ માણસ નથી. તમારામાં સોનેરી આગ છે, તમારામાં રૂપેરી તેજ છે. તમે ધારો તે કરી શકો એમ છો. તમે કામ શરૂ કરતા નથી ત્યાર સુધી જ તમારાથી ઇતિહાસ દૂર ઊભો હોય છે. તમારા વર્તુળમાં તમે અલગ તરી આવો છો. તમને રોકવાનું આસાન નથી. તમને હરાવી શકાય નહીં. તમને ધારદાર વેગે આગળ વધતા જોયા કરવાનું ગમે છે. તમે બીજાનું કશું બગાડતા નથી અને બીજા તમારું બગાડવા ચાહે તો પણ નથી બગાડી શકતા. તમે તમારી તાકાતનાં જોરે ચાલો છો. તાકાતની સાથે યોજના ભળે છે પછી જીત નામનું ગુલાબ કાંટા વગર ઉગી નીકળે છે. થોડા વરસ પહેલા તમે ક્યાં હતાં ? આજે તમે કેટલા આગળ નીકળી ગયા છો ? તમારે તમારા જ વિક્રમોને તોડવાના છે. તમારે તમારી સિદ્ધિઓને સવાઈ કરીને ફરીથી મેળવવાની છે. તમારામાં અમાપ સંભાવના છૂપાયેલી છે. તમે તમારી પ્રતિભા માટે એકદમ સતર્ક છો. તેમને બીજાની પ્રગતિ જોવાનું ગમે છે. તમને બીજાનો વિકાસ જોઈને ખુશી થાય છે. તમે બીજાને સહકાર આપવામાં પાછીપાની કરતા નથી. તમે શક્તિની કદર કરી શકો છો. તમે વિચાર અને પ્રચારથી વિશેષ રીતે નક્કર આચારમાં માનો છો. તમને કોઈ રોકી નહીં શકે. जलवत् मार्दवोपेतः पृथूनपि भूभृतो भिनत्ति । (३०) પાણી જેવો કોમળ પ્રવાહ મોટા પથ્થરોને ભેદી શકે છે.” તમે નમ્ર બનવા છતાં મક્કમ રહી શકો છો. તમારી માન્યતા અને તમારી દિશા જો સાચી જ છે તો તમારે ચિન્તા કરવી નહીં. તમે ઠંડા કલેજે આગળ વધો. કામ કરવાવાળાઓમાં બેઠી તાકાત હોવી જોઈએ. અખંડ ધારાએ વહેતું ઝરણું પહાડમાં પોલાણ સર્જીને નવો રસ્તો શોધી લે છે. તમારો વિચાર સુરેખ અને સ્પષ્ટ હશે તો તમને ચલિત કરવાની હિંમત

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52