________________
न कस्यापि क्रुद्धस्य पुरतः तिष्ठेत् । (२९) ગુસ્સે ભરાયેલા આદમી સામે ઊભા ન રહેશો.
૮. નક્ર વાસ્તવિક્તાઓ
ચેપી રોગ જેવો છે ક્રોધ. ઝડપથી ફેલાય છે. તમે ક્રોધ ન કરો તેમાં તમારી ભલાઈ છે. તમે ક્રોધ ન કરાવો તેમાં તમારી ભલાઈ છે. તમે ક્રોધ કરનારની સાથે વાત કરશો નહીં. ગુસ્સે ભરાયેલા આદમીની પાસે ઊભા રહેવામાં જોખમ છે, એ ગમેતેમ બોલતો હશે તે તમારે સાંભળવું પડશે. એ તમારી પર આક્ષેપ કરશે તો તમારે જવાબ આપવા કડવા બોલ ઉચ્ચારવા પડશે. તમે બોલશો એમાંથી નવો ફણગો ફૂટશે. નવી આગ લાગશે. દૂર રહેવું સારું. ક્રોધ કરનારો, ક્રોધની ક્ષણો પૂરતો ગાંડપણનો ભોગ બન્યો હોય છે. ગાંડા માણસ સાથે જીભાજોડી કરવામાં ગાંડાને ગુમાવવાનું નથી, ડાહ્યાની ઇજજત જાય છે. ગુસ્સાનો તો શું ભરોસો ? સમય બગાડે અને તમાચો ખાવો પડે. ગુસ્સે ભરાયેલો માણસ રીતસર આક્રમણકારી બની જાય છે. એની લપેટમાં જે આવે તે ઘવાય છે. ગુસ્સો નહીં કરવાનું સહેલું છે પરંતુ ગુસ્સો કરનાર સાથે ઊભા રહ્યા બાદ ગુસ્સાથી અલિપ્ત રહેવું તો અશક્ય છે. ગુસ્સો કરનારો, ભૂરાયો થયો હોય છે. તેનો પોતાના મગજ પર કાબૂ હોતો નથી. તેને શાંત પડવાની તમારામાં તાકાત હોય તો પણ એ જવાબદારી તમારી બને છે કે નહીં તે
- 05