Book Title: Tu Taro Taranhar
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 35
________________ બનો પણ યુદ્ધના મેદાનમાં. ગુફામાં અને જંગલની કેડી પર મદમસ્ત બનીને ચાલતો સિંહ આક્રમક નથી હોતો. લડો, પણ મર્યાદામાં. દરેક વાતને લડવાનો મુદ્દો ન બનાવશો. તમારી લાગણીશીલતાને જડતાનું ગ્રહણ લાગવું ન જોઈએ. વિજેતા કયારેય આવેશથી નથી જીતતો. એ યોજનાથી જીતે છે. તમારી પાસે સર્વગ્રાહી આયોજન હોવું જોઈએ. તૈયારી કરવામાં પૂરતો સમય ગાળવો જોઈએ. એક દિવસનું યુદ્ધ, દસ વરસનાં સંચિત બળની પરીક્ષા લેતું હોય છે. તમારી સાથે કોણ ટકરાયું છે તેની તમને પરવા ભલે ન હોય. તમે કોની સાથે ટકરાયા છો તે ખ્યાલમાં રાખજો. તમારે લડાઈ કરવાની નથી. તમારે જીતવાનું છે. તમે સારા પૂરવાર થઈને જીતો તે મહત્ત્વનું છે. તમે ખરાબ બનીને જીતો તેનો અર્થ નથી. ગંજાવર હાથીને સિંહ હરાવી દે છે. તમે મોટા દુશ્મનોથી ડરતા નથી. વાત એ છે કે હાથી સાથે જરૂર પડે તો જ સિંહ લડે છે. સિંહ કાયમ હાથી સામે જ લડ્યા કરે છે તેવું નથી. તમે કાયમ કોઈને કોઈની સાથે બાકૃયા કરો છે. સિંહને ઝઘડાળું પ્રાણી નથી કહેતા. તમે તો ઝઘડાળુ તરીકે પ્રસિદ્ધ થઈ ગયા છો. આ દુનિયા એટલી ખરાબ નથી કે બધા સાથે ઝઘડવું જ પડે. હળતામળતા રહો, હસીને વાત કરો અને સારો આવકાર આપો તો દુશ્મન તમારી સામે પ્રેમથી હાર કબૂલી લેશે. શસ્ત્રની જીત કરતાં પ્રેમની જીત મોટી હોય છે. તેને જ યશ કે અપયશ મળે. કામ કરવાનું હોય તો કામનું સારું પરિણામ આવશે તેવી કલ્પના રાખીને ચાલવું જોઈએ. કામ નહીં કરું તો ભૂલ નહીં થાય, કામ નહીં કરું તો થાક નહીં લાગે, કામ નહીં કરે તો અપયશ મળશે નહીં, એવું વિચારીને ચાલવાનું હોય નહીં. તમે કામ સારી રીતે કરો તે તમારી પ્રામાણિકતા છે. કામ ન કરવું હોય તો બહાના મળી જ રહેવાના છે. કામ કરનારાને કામ કરવાનાં કારણો પણ મળી જ રહેશે. તમે કામ કરીને મહેનતુ બનો છો કે કામ ન કરીને આળસુ બનો છો તે કેવળ તમારા જ હાથમાં છે. કામ કરતી વખતે કામનું પરિણામ શું જોઈએ છે તે મનમાં ભલે સ્પષ્ટ રાખો. એવું બનશે કે પરિણામ કાંઈ આવે જ નહીં. એવું પણ બનશે કે પરિણામ તદ્દન વિપરીત આવીને ઊભું રહે. તમે તેમાં લાચાર છો. તમારે કામ કરવામાં હાથચોરી નહીં કરવાની. નવી શરૂઆત હોય તેને લીધે ડર લાગે, ક્ષોભ થાય અને સફળતા વિશે શંકા રહે તે સ્વાભાવિક છે. તમે ફિકર રાખ્યા વિના કામ કરજો . આ દુનિયામાં કામ ન કરનારા લોકોને કોઈ ઓળખતું નથી. એ લોકો પોતાની નાની ઝૂંપડી જેવી જગ્યામાં જીંદગી વીતાવી દે છે. પસીનો પાડીને કામ કરનારા મરદના બચ્ચાઓને દુનિયા ઓળખે છે અને જાહોજલાલી પણ તેમની જ થાય છે. તમારું કામ કરવાનું સામર્થ્ય કેટલું છે તેનો નિર્ણય તમે ભવિષ્યને સોપી દો. અટકો નહીં. આગે બઢો. દરેક શરૂઆત એક ચિતા સાથે જ થતી હોય છે. ચિંતામાં, કામ ન કરવાની વૃત્તિનું જોર ન હોવું જોઈએ. ચિંતામાં ભૂલ ન થવા દે એવી જાગૃતિનું જોર હોવું જોઈએ. જમવા બેસો ત્યારે તમે જે ખાશો તે પચી જશે તેવો વિશ્વાસ હોય છે ને ? તમે જમતી વખતે અજીર્ણનો ભય રાખશો તો જમી જ નહીં શકો. ભૂખ્યા રહેશો અને अजीर्णभयात् किं भोजनं परित्यज्यते । (२५) અજીર્ણ થવાના ડરથી ખાવાનો ત્યાગ ન કરાય.” કામ કરે તેની જ ભૂલ થાય. કામ કરે તેને જ શ્રમ પડે. કામ કરે - ૬૩ - - ૬૪ -

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52