Book Title: Tu Taro Taranhar
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 28
________________ નથી. ધર્મનાં બળને ટકાવી રાખવા બીજાને નારાજ થવા દો એ ચાલે. બીજાને નારાજ ન થવું પડે તે માટે ધર્મનાં બળને તોડી દો એ ન ચાલે. એ બીજા લોકોનો ધંધો જ આ છે. સારા માણસોને બગાડી મૂકવાના. સારા માણસોને હેરાન કરવાના. મોટો વર્ગ ધર્મને પસંદ કરતો નથી. ધર્મનું અજ્ઞાન અને ધર્મની આળસ એમને ભારે પરેશાન કરે છે. આપણે એમની જમાતમાં જમા થવું નથી. આપણે અજ્ઞાન અને આળસ સામે લડવું છે. એમના બોલ સાંભળીને ધર્મથી ડગ્યા તો અજ્ઞાન માથું ઊંચકશે અને આળસ ભરડો લેશે. ધર્મ કરે તેને વાહવાહ કરવા મળે તે ખોટું સમીકરણ છે. ધર્મ કરનારને પોતાની કદર થાય તેવી અપેક્ષા જ ન હોવી જોઈએ. આપણે ધર્મ કર્યો એટલે ધર્મ આપણી કદર કરશે જ. બીજા કદર કરે તે માટે ચારે બાજુ ફાંફા મારીશું તો ધર્મ નહીં થાય. આપણા ધર્મને આપણી ધર્મભાવનાનો ટેકો આપણે આપવાનો છે. બીજા લોકો તો દૂર છે. સૌથી નજીક ધર્મ છે. ધર્મને સાચવો, પેલા ફરતા લોકોને નહીં. તરસ જાતે લાગે છે. સૂત્ર કહે છે : ધર્મ કરવાનું મન જાતે થવું જોઈએ. બીજા કહે, સમજાવે, આગ્રહ કરે પછી વિચારીએ અને પછી કેટલાય ‘પછી’ પસાર થાય ત્યારે છેક ધર્મ ચાલુ થાય તે ઢીલી નીતિ છે. ધર્મનો અવાજ અંદરથી ઉઠવો જોઈએ. ધર્મ કરવાની લાગણી સ્વયંભૂ હોવી જોઈએ. - બીજાના કહેવાથી ધર્મ કરવામાં ખોટું કશું નથી. ધર્મ કરવાનું તો ચાલુ થાય જ છે. છતાં બીજાના કહેવાથી ધર્મ કરનારો બીજા કહેવાનું બંધ કરે તો ધર્મ કરવાનું બંધ કરી દે છે. બીજા ધર્મને યાદ કરાવે તો ભાઈસાહેબ ધર્મને સાચવે. બીજા યાદ કરાવે નહીં તો બાપુ ધર્મને ભૂલી જાય, બીજાની ગાડીમાં પેટ્રોલ હોય તેનાથી આપણી ગાડી ચલાવાય નહીં. મુસીબતમાં ઠીક છે, એકાદવાર આવું થાય. દર વખતે પારકા પેટ્રોલ વાપરે છે ગાડીમાલિક પંગુ પૂરવાર થાય છે. આપણે ધર્મમાં પંગુ નથી બનવું. આપણા પગ ધર્મના ધરાતલ પર મજબૂત રીતે સ્થિર જોઈએ. પારકે પૈસે દેવાળું ન થાય તો પારકા બોલે ધર્મ ટકાઉ ન બને. ધર્મ કરવાની શિસ્ત જાતે ઘડવી પડે છે. ધર્મની પ્રેરણા મેળવીએ, સાંભળીએ તે સારું જ છે. ધર્મ જાતે કરતા હોઈએ અને પ્રેરણા દ્વારા એ ધર્મમાં ઉમેરો થાય તે શ્રેષ્ઠ બીના છે. દાન આપવાનો પ્રસંગ હોય. બીજાઓ લાભ લેવા લાખનાર સમજાવે પછી હા-ના ચાલે અને આખરે હા ભણીએ તો લાભ અવશ્ય મળે છે પણ લાભ લેવાની શાન જળવાતી નથી. લાભ શું લેવાનો છે તે વ: સુથી: પામવાત્મહિત થઈ પરોપાનુતિકૃતિ ! (૨૧) ધર્મ સ્વયંભૂ પ્રેરણાથી કરવો જોઈએ. ભૂખ લાગે છે તો ખાવાનું માંગી લઈએ છીએ. તરસ લાગે તો પાણી પી લઈએ છીએ. ખાવા માટે અને પીવા માટે બીજા તરફથી પ્રેરણા થાય તેની રાહ જોવામાં આવતી નથી. ખાવું જોઈએ, પાણી પીવું જોઈએ એવા ઉપદેશ સાંભળ્યા પછી જ ભૂખ અને તરસ ઉઘડતા નથી. ભૂખ અને - ૫૦ -

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52