Book Title: Tu Taro Taranhar
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 29
________________ સમજી લીધું, આપણી તાકાત ઓળખી લીધી અને તરત લાભ લઈ લીધો. વાત ખતમ. તપ કરવાનો છે. મહારાજ સાહેબ વ્યાખ્યાનમાં વારંવાર સમજાવે. મન લાગે નહીં. વ્યક્તિગત રીતે પ્રેરણા કરે. થોડું મન થાય. ત્રણ ચાર દિવસ મનામણાં ચાલે. આટલી વિધિ પસાર કર્યા બાદ આપણે નક્કી કરીએ, તપ કરવાનું. આમાં આપણે નક્કી કર્યું, તે પાછળ બીજાનો કેટલો બધો સમય પડાવ્યો તે જોઈ લેવું જોઈએ. ધર્મ આપણા જ લાભ માટે છે. ધર્મથી નુકશાની નથી તે નક્કી વાત છે. ધર્મ કરવામાં આપણું મન ઢીલું છે તે સાફ હકીકત છે. ધર્મ કરવામાં ગડમથલ ન રહેવી જોઈએ. ધર્મની તક દેખાય તો એને ઝડપી લેવી જોઈએ. ધીમે ધીમે ઉઘડે તે ફૂલ હોય છે, એકેન્દ્રિય. આપણે પંચેન્દ્રિય છીએ. એક ઝાટકે નિર્ણય થવા જોઈએ. ધર્મ કરતા પહેલા રોવાનું નહીં. ધર્મ કરવાનો છે તેનું ટેન્શન નહીં રાખવાનું. ધર્મનાં નામે ડર ન હોય. ધર્મના મુદ્દે કંટાળો ન કરાય. ધર્મનાં નામે હોંશ હોય. ધર્મ માટે તરવરાટ હોય. ધર્મની તૈયારીમાં થનગનતો ઉત્સાહ હોય. ધર્મની કલ્પનાથી જ રોમાંચ અનુભવાતો હોય. બીજાનાં મોઢેથી નાની અમથી પ્રેરણા નીકળે તે સાથે ધર્મ માટે મચી પડીએ. ધર્મની મજા લઈએ. ધર્મનો આનંદ માણીએ. ધક્કો લાગે તે પછી ધર્મમાં જોડાઈશું તો ગમે ત્યારે ગબડી પડીશું. બીજાની સાથે નહીં ચાલવાનું. બીજાને આપણી સાથે ચલાવવાના. - ૫૧ - ૬. ક્મજોરીઓની ક્યા

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52