Book Title: Tu Taro Taranhar
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 31
________________ તો સમય આવશે ત્યારે મળી જશે. ખરાબ લક્ષણનો ચેપ લાગ્યો તો તેને ભૂંસતા દમ નીકળી જશે. ઝેરનું ટીપું અમૃતને બગાડી શકે છે. અમૃતનું ટીપું ઝેરને સુધારી શકતું નથી. ખરાબ લક્ષણની હાજરી સારાં લક્ષણને બગાડી શકે છે. સારાં લક્ષણની હાજરી ખરાબ લક્ષણને સુધારી શકતી નથી. માની ન શકાય તેવી આ વાતને ગંભીર અનુભવવાણી તરીકે યાદ રાખવી જોઈએ. अहिदष्टा स्वांगुलिरपि छिद्यते । (२१) ‘સાપના ડંખવાળી આંગળી કાપવી જ પડે.” સાપ જે આંગળીને કરડે તે તરત કાપી નાંખીએ તો સાપનું ઝેર આખા શરીરમાં ફેલાઈ શકતું નથી. પક્ષપાત બૂરી વસ્તુ છે. શરીરની આંગળી પોતાની છે. તેના વિના હાથ અપંગ જેવો દેખાય છે. હવે આ આંગળીને ઝેરીલો ડંખ સાપે માર્યો છે. ઝેર ઝડપથી આખા શરીરમાં ફેલાઈ જવાનું છે. આંગળી કાપીએ તો જીવતાં રહી શકાય છે. આંગળી બચાવો તો જીંદગી ગુમાવવી પડે છે. તમારો હાથ આંગળી વિના જીવી શકે છે પરંતુ તમારું શરીર આંગળીનાં ઝેરને લીધે ખતમ થઈ જાય તેમ છે. તમે બેધડક આંગળી કાંપી નાંખો છો. કેન્સરની ગાંઠ જ્યાં થાય તે જગ્યા કાપી નાંખો તો જ કૅન્સરનો ફેલાવો અટકે. વહેવારુ વાત છે. તમારી જીંદગી તમારી અમાનત છે. તમારો સ્વભાવ તમારી સ્વતંત્રતા છે. તમે તમારી રીતે જીંદગી જીવો તેમાં કાંઈ જ ખોટું નથી. તમારો અહં તમારે પંપાળવો હોય તો તમને કોઈ જ રોકવાનું નથી. એક વાત નક્કી છે. જીંદગીના કોઈ પણ તબક્કે તમારે તમારા સ્વભાવમાં ધરખમ સુધારા કરવાના છે. તમારો સ્વભાવ એ તમારી સ્વતંત્રતા છે તો તમારો સ્વભાવ જ તમારું ભવિષ્ય છે. તમારી સ્વતંત્રતાની ધૂનમાં તમે તમારા સ્વભાવને વળગી રહો અને તમે જ તમારાં ભવિષ્યને બગાડી મૂકો તે કેટલે અંશે વાજબી છે તે જાતે વિચારજો . તમારા પૂર્વગ્રહો અને તમારી ધારણાઓ અને તમારી માન્યતાઓને સાચવી રાખવા માટે તમે સ્વતંત્ર છો. આજ સુધી તમે તમારા પૂર્વગ્રહોને, તમારી માન્યતાઓ અને ધારણાઓને વાજબી માનતા આવ્યા છો. તમને આવી રહેલાં ભવિષ્યની પરવા નથી કેમ કે તમારા પર પૂર્વગ્રહો, માન્યતાઓ અને ધારણાઓની ધૂન સવાર થઈ ગઈ છે. બીજા કોઈ તમને કશું જ કહી શકવાના નથી. તમારો સ્વભાવ આવો જ રહેશે તો આગળ જતાં મોટો અકસ્માત થવાનો છે. તમારામાં પ્રચંડ આત્મવિશ્વાસ ભલે ભર્યો હોય. એનો ફુગ્ગો ફૂટવાનો છે કેમ કે તમે આત્મવિશ્વાસનાં જોરે તમારી ભૂલોને, તમારા ગલત પ્રતિભાવોને અને તમારી ચાલાકીને છુપાડી રહ્યા છો. તમારું પાપ અને તમારી કમજોરી એ તમારા સ્વભાવને ચડેલું ઝેર છે. સ્વભાવ જ જીવનમાં ભવિષ્યનું દરેક વરસ ઘડે છે. સ્વભાવને બદલી નાંખો. આંગળીને વહાલી માનીને પંપાળશો તો આંગળીનું ઝેર આખા શરીરને ખાઈ જશે. સ્વભાવ સમજીને પોતાનો બચાવ કરતા રહેશો તો તમારી જીંદગીને મોટી નુકશાની કરી બેસશો તમે. સ્વભાવ માન્યતાથી ઘડાય છે. માન્યતા સંસ્કારથી ઘડાય. સંસ્કાર એકધારા વિચારોથી ઘડાય છે. તમે વિચારની ધારા બદલી નાંખો. અનેકધારા વિચારો એ જ અનેકાંત છે. વિચારો નવી ધારામાં વહેશે તો નવા સંસ્કાર ઘડાશે. નવા સંસ્કારો ઘડશે નવી માન્યતા. અને - ૫૫ - - ૫૬ -

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52