________________
લેશે. પોતાની વાહવાહ થાય તેમાં એને મજા આવશે. પ્રશંસા સાંભળીને એ ફુલાશે. સારા માણસ પ્રશંસા સાંભળીને સંકોચ પામે. આ લોકો તો પ્રશંસા સાંભળીને ઘેલા કાઢશે.
સૂત્રે સમજાવે છે કે તમારી આસપાસના લોકોનો વહેવાર જુઓ. એમની બોલચાલનું ધ્યાનથી અવલોકન કરો. એમની વાતચીતને પારખતા જાઓ. તમને આપોઆપ સમજાશે કે સારા કોણ છે અને ખરાબ કોણ છે.
યોગીઓ શબ્દોમાં બંધાય તેવા વહેવારમાં પડતા જ નથી. તેમની વાતોને વહેવારના ત્રાજવે તોલાય નહીં. દુનિયાના દરબારમાં જીવતા માણસોની આ વાત છે.
બોલવામાં શાલીનતા ન જાળવે તે સારા નથી. બોલવામાં શાલીનતા જાળવે તે સારા છે.
શાલીનતાનો સંબંધ માત્ર શબ્દો સાથે નથી. શબ્દો સાથેના ભાવ પણ જોવાના. આ એક ચાવી છે. એનાથી ઘણાં તાળાં ખૂલે છે.
સ: 7 મહાન, य आर्तोऽपि दुर्वचनं न ब्रूयात् । (५) દુ:ખમાં પણ ઢીલું ન બોલે તે મહાનું.”
તકલીફ આવે ત્યારે આપણે પોત પ્રકાશીએ છીએ. રડવાની અને ઝઘડવાની કળા જન્મસિદ્ધ હોય તે રીતે રંગ જમાવે છે. બીજાને દોષ દીધા વગર ચાલતું નથી. બીજાને તકલીફ બતાવ્યા વગર રહી શકાતું નથી.
આપણાં દુ:ખની બીજાને ખબર પડે તેનાથી આપણને કોઈ અજીબ આશ્વાસન સાંપડે છે. દુઃખનાં ગાણાં ગાવામાં આપણે ઉસ્તાદ છીએ. સાચેસાચું કહીએ છીએ તેમ માનીને આપણે બધું જ બોલી નાંખીએ છીએ. તકલીફની શરૂઆત ક્યાંથી થઈ ? કેવી રીતે સંયોગોએ પલટો લીધો ? વિશ્વાસઘાતીનું વર્ણન તો મહાકવિની જેમ કરી લઈએ છીએ. અત્યારે આપણા માથે કેટલું બધું વીતી રહ્યું છે તેનું વિગતવાર બયાન આપીએ છીએ. સૂત્રના શબ્દો મજાના છે ; તકલીફ આવે ત્યારે ખરાબ શબ્દો ન બોલે તે મહાનું છે. મતલબ શું થયો ખબર છે? મતલબ એ થયો કે તકલીફ આવે તે તેમને મહાનું બનાવવાની તક લઈને આવે છે.
આપણે તકલીફને નાનપ સમજીએ છીએ. તકલીફ આવી એટલે જિંદગી બગડી ગઈ. મુશ્કેલી આવી એટલે જીવન ધૂળધાણી થઈ ગયું. આપત્તિ આવી એટલે આપણે નકામા થઈ ગયા. વિપદાને લીધે આપણાં ગૌરવનું પતન થઈ ગયું એવું માનીને આપણે રોવા બેસી જઈએ છીએ. યાદ રાખજો , વિપદા એક નાની સમસ્યા છે. વિપદાને લીધે લાગણીમાં જે તોફાન ઊઠે છે તે મોટી સમસ્યા છે. વિપદા ભૂંસાઈ જાય છે. લાગણીના જખમ નથી ભૂંસાતાં. એ વિચારોને પાંગળા બનાવી દે છે.
નીતિવાક્યામૃત આપણા આત્માને ઢંઢોળે છે. નાની તકલીફમાં પણ તમે ફરિયાદ કરો છો તો તમે મહાનું શી રીતે થવાના ? તકલીફો સાથે ચૂપચાપ લડી લો. તકલીફો એ તમારો અંગત મામલો છે. બહારના માણસો આગળ એની રજૂઆત કરવાથી ફરક નથી પડવાનો.
અલબત્ત, સથવારો લેવાની ના નથી. સાચા સહાયકને બધું જણાવી
- ૧૩ -
- ૧૪ -